- દર્દીનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ, ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન અને આધારકાર્ડ મેચ થાય તેને જ ઇન્જેક્શન આપવામાં આવે છે
- ઝાયડ્સ કેડિલા દ્વારા સૌથી સસ્તા ભાવે રૂ.899માં ઇન્જેકશનનું વેચાણ
- અમદાવાદમાં કોરોના સંક્રમણ ચિંતાજનક સ્થિતિએ
- લોકોમાં કોરોના સંક્રમણને લઇ ડરનો માહોલ
- ઝાયડ્સ હોસ્પિટલમાં રેમડેસિવિર ઇન્જેક્શન માટે લાગી લાઇન
અમદાવાદમાં રેમડેસિવિર ઈન્જેક્શન માટે લાંબી લાઈનો લાગી છે. કોરોનાનું સંક્રમણ વધતા મોટી સંખ્યામાં ઈન્જેક્શનની માગ વધી છે. કેટલાક બિનકુશળ તબીબો દર્દીને તરત જ રેમડેસિવિર લેવાની સલાહ આપે છે. હોમકેર બિઝનેસ કરતા અક્ષમ તબીબો મોટા પેકેજ માટે દર્દીને આ ઈંજેક્શન આપે છે.
આ મહામારીમાં મેડિકલ પેકેજનો ધંધો ધમધોકાર ચાલતો હોવાનું સામે આવ્યું છે. નિષ્ણાંત તબીબોના મતે રેમડેસિવિર દર્દી માટે જોખમનું કારણ બની શકે છે. સરકારે હોમકેર વ્યવસ્થામાં છૂટ આપતા કેટલાક તબીબો આડેધડ ઈંજેક્શનની સલાહ આપે છે. અમદાવાદમાં 4 સ્થળોએ રેમડેસિવિર ઈંજેક્શન મળે છે ત્યાં તમામ સ્થળોએ મોટી લાઈનો લાગી છે.
ભલે ઈન્જેક્શન ન આવે, પણ લાઈનમાં તો ઊભા રહેવા દો : પરિવારજનો
ઝાયડસના ફાર્મસી સ્ટોરે તો ગઈકાલે રાત્રે એક વ્યક્તિને એમ કહી દીધું હતું કે તમે લાઈનમાં ઊભા ના રહો, હવે અમારી પાસે સ્ટોક નથી, પરંતુ બહારથી આવેલા લોકોએ કરગરીને કહ્યું કે ભલે ઈન્જેક્શન ન આવે, પણ લાઈનમાં તો ઊભા રહેવા દો.આ ઈન્જેક્શન લેવા માટે જે દર્દી માટે ઈન્જેક્શન લેવાના હોય તેનો RT-PCR ટેસ્ટ પોઝિટિવ, ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન અને આધારકાર્ડ આ ત્રણેય મેચ થાય તો જ ઈન્જેક્શન આપવામાં આવે છે.
રેમડેસિવિર ઈંજેક્શન માટે લાઈનો કેમ લાગી?
- અમદાવાદમાં 2 કલાક લાઈનમાં ઉભા રહે છે દર્દીના સગા
- બિનકુશળ તબીબોને કારણે દંડાઈ રહ્યાં છે દર્દી
- કેટલાક દર્દીને જરૂરિયાત ન હોવા છતાં પ્રિસ્ક્રાઈબ થાય છે?
- મેડિકલ પેકેજનો ફુલતો ફાલતો ધંધો
- મહાનગરમાં મેડિકલ પેકેજવાળા હોમકેર તબીબોની ચાલ?
- લોકો નિષ્ણાંતોની સલાહ વગર દંડાઈ રહ્યાં છે?
- ઘરે સારી સારવાર કરાવવામાં નુકસાન ન થાય એ જોજો
- 900 રૂપિયામાં મળતા ઈંજેક્શન માટે લોકોની લાઈન
ખાનગી હોસ્પિટલમાં ઈન્જેકશન ન મળતાં લોકોએ સરકારી હોસ્પિટલ માં લાંબી લાઈન લગાવી
આ ઈન્જેકશન બજારમાં ડિસ્ટ્રિબ્યુટર પાસે 899થી લઈને 5400 સુધી અલગ અલગ કંપનીના ભાવ મુજબ મળે છે, જેમાં ઝાયડ્સ કેડિલા કંપની લોકોને સૌથી સસ્તા ભાવે રૂ.899માં ઈન્જેકશનનું વેચાણ કરતી હોવાથી લોકો લાઈન લગાવી રહ્યા છે. જોકે રાજ્ય સરકાર પાસે તમામ સરકારી અને પ્રાઇવેટ હોસ્પિટલમાં આ ઈન્જેકશન ઉપલબ્ધ છે, પરંતુ લોકોને ડર છે કે આ ઈન્જેકશનની અછત સર્જાશે અને કેટલાક લોકોને પ્રાઇવેટ હોસ્પિટલમાં આ ઈન્જેકશન મળતાં ન હોવાથી તેઓ લાઇન લગાવીને ઊભા છે.
સંવાદદાતા વિપુલ મૂંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
વોટ્સએપ 8 : Whatsapp
વોટ્સએપ 9 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317