રાશિફળ ૬ નવેમ્બર : આજે આ ૫ રાશિઓનાં જીવનમાં આવશે અઢળક ખુશીઓ, અટવાયેલા પૈસા પરત મળશે

852
Published on: 8:13 am, Fri, 6 November 20

રાશિફળ

મેષ રાશિ
આજનો દિવસ વિદ્યાર્થીઓ માટે થોડો મુશ્કેલી ભરેલો રહી શકે છે. દાંપત્ય જીવનમાં રોમાન્સ અને પ્રેમ વધશે. આજે તમને શુભ સમાચાર પ્રાપ્ત થશે અને ધનલાભ થશે. શેરબજારમાં રોકાણ સમજી-વિચારીને કરવું. નવું કામ કરતા સમયે મનમાં દુવિધા ઉત્પન્ન થઈ શકે છે. પોતાની વાણી પર સંયમ રાખવાની જરૂરિયાત છે. મોંઘી ચીજો પર વધારે ખર્ચ થઈ શકે છે. નાની-નાની વાતો પર ગુસ્સો આવી શકે છે. નોકરીમાં વિવાદ થવાના યોગ બની રહ્યા છે. બાળકોનું ખાસ ધ્યાન રાખવું તથા બહારની ખાણીપીણી પર ધ્યાન આપવું.

વૃષભ રાશિ
વેપાર સામાન્ય રહેશે. સ્વાસ્થ્ય થોડું કમજોર રહી શકે છે. વિદ્યાર્થીઓને આજે સારા પરિણામ મળી શકે છે. અચાનક કોઈ ખુશખબરી મળી શકે છે. આર્થિક મામલામાં સમય સતત પ્રતિકુળ બની રહ્યો છે, જેથી વધારે સાવધાની રાખવી. ઉતાવળમાં કોઈપણ નિર્ણય લેવો નહીં. રોકાણ કરતા પહેલા સલાહ અવશ્ય લેવી. એકલતા પણ પરેશાન કરી શકે છે. નોકરીમાં કોઈ સારું પેકેજ મળશે. પ્રેમ સંબંધ પ્રગાઢ બનશે.

મિથુન રાશિ

આજે તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. વેપારીઓ માટે સારો લાભ થવાના યોગ બની રહ્યા છે. ઉતાવળ કરવી નહીં. યાત્રા પર જવાથી થોડો ખર્ચ વધશે. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ જે અત્યાર સુધી તમારા માટે અડચણ બની રહેલ હતો, હવે તે તમારી મદદ માટે આગળ આવશે. મિત્રો તરફથી સહયોગ મળશે. તમારી જૂની પરેશાનીઓ થઈ શકે છે. વેપારમાં ફાયદો થવાના પણ યોગ બની રહ્યા છે. ઓફિસમાં અધિકારીઓ સાથે તકરાર થઇ શકે છે.

કર્ક રાશિ
વ્યક્તિ વિશેષ સુધી લાભ મળશે. કામકાજની બાબતમાં તમારી ઈચ્છા શક્તિ પ્રબળ હશે અને અમને ખૂબ જ સારા પરિણામ પ્રાપ્ત થશે. ભવિષ્યની સંભાવના વિશે વિચારવાને બદલે પોતાના હાલના કાર્ય પર વધારે ધ્યાન કેન્દ્રિત કરવું. કોઈપણ વાદ-વિવાદમાં પડવું નહીં. માતા-પિતાનું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો છે. નોકરી તથા વેપારમાં અડચણ આવી શકે છે.

સિંહ રાશિ

આજે તમે નવા કામકાજમાં જીવનસાથીની સલાહ લઈને આગળ વધશો. કોર્ટનાં નિર્ણયમાં તમને ન્યાય મળશે. પરિવારના વડીલ વ્યક્તિનું સ્વાસ્થ્ય બગડવાથી યાત્રા કરવી પડી શકે છે. કામકાજ માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. કાર્યક્ષેત્રમાં પરેશાની અને અસુવિધા પણ ઊભી થઈ શકે છે. અચાનક ધન હાનિ થવાની સંભાવના રહેલી છે. વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રમાં સફળતા મળી શકે છે. ખૂબ જરૂરી હોય ત્યારે જ લેવડદેવડ કરવી.

કન્યા રાશિ
આજે તમારા રોજિંદા કાર્યોમાં બદલાવ થવાની સંભાવના રહેલી છે. આજે ખર્ચ વધારે થઈ શકે છે. કાર્યસ્થળ પર માન સન્માન વધશે. તમારા અધિકારી તમારાથી ખુશ રહેશે. પોતાના કાર્યસ્થળ પર પોતાના વિચારોને બળપૂર્વક વ્યક્ત ન કરવા. ધાર્મિક કામો પર ખર્ચ થઈ શકે છે. કોઈ સામાજિક અથવા સાંસ્કૃતિક ગતિવિધિનો હિસ્સો બની શકશો. વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી. કામકાજની બાબતમાં આજે તમને ખૂબ જ સારા પરિણામ પ્રાપ્ત થશે.

તુલા રાશિ

આજે રોકાણ કરવું શુભ રહેશે. રોજગારમાં વૃદ્ધિની સંભાવના રહેલી છે. પૈસાની સ્થિતિમાં જો સુધારો કરવા માંગો છો, તો પોતાના ખર્ચા અને સમજી-વિચારીને કરવા. આજે કોઈ મોટી ખરીદી કરવાથી બચવું. નોકરીમાં તમારો પ્રભાવ વધશે. ઘરમાં પારિવારિક સુખ-શાંતિ જળવાઈ રહેશે. કાર્યમાં સફળતા મેળવવાની શરૂ થઈ જશે. જૂની કોઈ રહસ્યની વાત બધાની સામે આવી શકે છે. કોઇ વાતને લઇને તમારું હૃદય તૂટી શકે છે.

વૃશ્ચિક રાશિ
ઘરે મહેમાનોનું આગમન થશે. પ્રવાસ અથવા પર્યટનનું આયોજન થઇ શકે છે. પરિવારજનોની સાથે સંબંધ મજબૂત રહેશે અને બધાનો પ્રેમ અને સહયોગ મળશે. જીવનસાથી સાથે આજે તમે ખૂબ જ સારો સમય પસાર કરી શકશો. તમારા પોતાના પ્રિય વ્યક્તિ તરફથી તમને આજે કોઇ મહત્વપૂર્ણ સલાહ મળી શકે છે. સરકારી કાર્યોમાં લાભ થશે. ધન જરૂરી વસ્તુઓ પર ખર્ચ થશે. પિતાનો સાથ મળશે અને ભાગ્ય પણ તમને સાથ આપવા માટે તત્પર છે.

ધન રાશિ

આજે જીવનસાથી સાથે રોમાન્સ તથા મનોરંજનમાં સમય પસાર થશે. તમે એકબીજાને વધુ નજીક આવી શકશો. પારિવારિક જીવનમાં જે અમુક તણાવ સંભવ છે. પરિવારજનોની સાથે આજે થોડી તકરાર થઈ શકે છે. તેમાં તમારે ખોટા શબ્દોનો પ્રયોગ કરવાથી બચવું જોઇએ, નહીંતર ઘરના સદસ્યોની ભાવનાઓને ઠેસ પહોંચી શકે છે. આર્થિક લાભ થવાના પણ યોગ બની રહ્યા છે. કોઈ વ્યક્તિ સાથે વિવાદમાં પડવું નહીં, કારણ કે તેનાથી તમારે નુકસાન ઉઠાવવું પડી શકે છે.

મકર રાશિ
સફળતાથી ફક્ત તમે પોતાના લક્ષ્યને પૂરા કરી શકશો નહીં. પરંતુ પોતાની કારકિર્દીમાં પણ આગળ વધી શકશો. પ્રેમની બાબતમાં આજે તમને ખૂબ જ સારા પરિણામની પ્રાપ્તિ થશે. આજની મુલાકાત થોડી વધારે દિલચસ્પ અને રોમેન્ટિક બની શકે છે. પોતાના પાર્ટનરને સરપ્રાઇઝ આપવા માટે સારો દિવસ છે. આજે ખર્ચમાં વધારો રહેશે, પરંતુ માનસિક રૂપથી ધનની પ્રાપ્તિ પણ થશે. મહત્વપૂર્ણ મિટિંગ આજે કરી શકો છો, સમસ્યાઓ ખૂબ જ જલદી સમાપ્ત થઈ જશે.

કુંભ રાશિ

આજે પોતાની વાણી પર સંયમ રાખવાની અતિ આવશ્યકતા છે. ઉન્નતિનાં માર્ગ પ્રશસ્ત થશે. તમે ઈમાનદારી અને સચ્ચાઈથી પોતાના કાર્યક્રમમાં ભરોસો રાખો છો, પરંતુ અમુક લોકો તમારા કાર્યમાં અડચણ ઉભી કરવાના પ્રયાસ કરશે. આજે તમારા અટવાયેલા કાર્યોમાં તમને સફળતા મળશે. કામની બાબતમાં આજનો દિવસ સામાન્ય રહેશે, પરંતુ વેપારમાં ધન પ્રાપ્ત થઇ શકે છે. આજે તમારી સાથે કોઈ મોટો ઝઘડો થઈ શકે છે. નોકરીમાં જવાબદારી વધી શકે છે. પાર્ટનરનો સહયોગ મળશે.

મીન રાશિ
આજે તમારી ગેરહાજરીમાં પણ બધા જ કાર્ય યોગ્ય રીતે ચાલશે. તમારી મહેનત જોઈને તમારા અધિકારી તમારી ખૂબ જ પ્રશંસા કરશે. તેનાથી તમારો ઉત્સાહ વધશે, પરંતુ અહંકાર કરવાથી બચવું. પરિવારમાં કોઈ વ્યક્તિનું સ્વાસ્થ્ય ખરાબ રહેવાથી મનમાં ચિંતા રહેશે. આજે કોઈ કામ અથવા યોજના શરૂ કરવા વિશે વિચારી રહ્યા છો, તો પુરા ઉત્સાહ અને જોશથી સાથે કરવું. પોતાના સહકર્મીઓની આલોચના કરવી નહીં. નોકરી અથવા વ્યાપારમાં આવક વધવાની સંભાવના રહેલી છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317.

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ.