રાજકોટમાં ભાજપ પ્રદેશ યુવા મોરચાના પ્રમુખના સ્વાગતમાં સોશિયલ ડિસ્ટન્સનો ભંગ, રથયાત્રાને નિયમો સાથે મંજૂરી અપાઈ..

574
Published on: 1:23 pm, Fri, 9 July 21
  • નિયમ અને દંડ માત્ર પ્રજા માટે પક્ષ માટે નહીં
  • પોલીસ મૂક પ્રેક્ષક બની તમાશો જોતી રહી
  • રથયાત્રાને નિયમો સાથે મંજૂરી અપાઈ

કોરોના અને મ્યુકરમાયકોસીસ જેવી મહામારી સામે હાલ ગુજરાત ઝઝૂમી રહ્યું છે. હજુ ત્રીજી લહેરનું સંકટ પણ તોળાઈ રહ્યું છે ત્યારે આજે રાજકોટ શહેરમાં પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટનું સ્વાગત અને સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાં શહેર પ્રમુખ કમલેશ મીરાણી સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરોએ ટોળેવળીને ઢોલના તાલે વાજતે ગાજતે સોશિયલ ડિસ્ટન્સનો છડેચોક ભંગ કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન પોલીસ મૂક પ્રેક્ષક બની તમાશો જોતી રહી હતી જાણે આ નિયમો પ્રજા માટે જ હોય પક્ષ માટે નહીં એવો ઘાટ ઘડાય રહ્યો છે.

રથયાત્રાને પરમિશન આપતા જ ભક્તોમાં તંત્ર પ્રત્યે રોષની લાગણી જોવા મળી રહી છે. તંત્ર દ્વારા રથયાત્રા કાઢવા પર અનેક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. પરંતુ બીજી તરફ, રાજકોટ શહેરમાં પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટનું સ્વાગત અને સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું. જેમાં કોરોનાની તમામ ગાઈડલાઈનનો ભંગ કરાયો હતો. સોશિયલ ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ કરાયો હતો. ત્યારે લોકોએ આક્ષેપ કર્યા કે, શું ભાજપને આ પ્રકારે તમામ કાર્યક્રમો યોજવાની છૂટ છે? અષાઢી બીજની રથયાત્રા માટે થોકબંધ નિયમો લગાવાયા છે, તો શું આવા કાર્યક્રમોને કોઈ નિયમો લાગુ પડતા નથી. વધુ એક વાર, ભાજપના નેતાઓએ ભીડ સર્જીને માસ્ક-ડિસ્ટન્સના નિયમો ખુલ્લેઆમ નેવે મુક્યા છે.

હાલ સર્વત્ર કોરોના અને મ્યુકરમાયકોસીસનો કહેર છે. ભાજપના કાર્યકરોએ ભેટીને તેમના યુવા મોરચાના પ્રદેશ અધ્યક્ષનું સ્વાગત કર્યું હતું. જેમાં સોશિયલ ડિસ્ટન્સનો ખુલ્લેઆમ ભંગ કર્યો હતો. અહીં નિયમ અને દંડ માત્ર પ્રજા માટે છે, પક્ષ માટે નહીં તેવી લોકોમાં ચર્ચા થઇ રહી હતી. આ ટોળા માં સોશિયલ ડિસ્ટન્સનું નામો નિશાન જોવા મળી રહ્યું નથી. ત્યારે આ પ્રમાણેની લાપરવાહીના પરિણામે કોરોનાની ત્રીજી લહેર ચોક્કસ પણે આવી જશે તેવા દ્રશ્યો સર્જાય રહ્યા છે.

પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ

જ્યાં રસ્તા પર ફટાકડા ફોડીને સ્વાગત કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે પોલીસ મૂક પ્રેક્ષક બની તમાશો જોતી રહી હતી જાણે પક્ષને કોવીડની ગાઇડલાઇન્સ લાગુ પડતી જ નથી. જો શાશક પક્ષ દ્વારા જ નિયમનો ભંગ થાય તો પ્રજાનો આમાં શું વાંક ! તેવા આક્ષેપ હાલ લોકો કરી રહ્યા છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317