વાહન લાઇસન્સ
વાહનનું લાઇસન્સ રિન્યૂ કરાવવા માટે અરજદારે હવે આરટીઓનો ધક્કો ખાવો નહીં પડે. ઘેર બેઠાં લાઇસન્સ રિન્યૂ કરાવી શકાશે. સુભાષબ્રિજ આરટીઓમાં રોજના 250 લોકો લાઈસન્સ રિન્યૂ માટે આવે છે. આ માટે રૂ.400 ફી ઉપરાંત વધારાના રૂ. 600 સુધીનો ખર્ચ થાય છે.
ઓનલાઇન અરજી બાદ સર્વરના ડેટાના આધારે લાઇસન્સ રિન્યૂ કરી અપાશે
લાઇસન્સ રિન્યૂ માટે એપોઇમેન્ટ લીધા પછી ઓનલાઇન ફી ભરીને ફોટો પડાવવા આરટીઓમાં રૂબરૂ આવવું પડે છે. હવે લાઇસન્સ રિન્યૂની કામગીરી ઓનલાઇન કરાશે. 15 દિવસમાં નિર્ણય લેવાશે. ઓનલાઇન અરજી મળ્યા બાદ સર્વરના ડેટાના આધારે અરજીનો નિકાલ કરી લાઇસન્સ રિન્યૂ કરી અપાશે. સુભાષબ્રિજ આરટીઓમાં મહિને 7 હજારથી વધુ લાઈસન્સ રિન્યૂ થાય છે.
2010 પહેલાના લાઈસન્સને લાભ નહીં
લાઇસન્સ રિન્યૂ કરાવવા ઓનલાઇન અરજી કરવાની રહેશે. ફી ઓનલાઇન ભરવી પડશે. રિન્યૂ થયા પછી આરટીઓ પોસ્ટથી લાઇસન્સ મોકલશે. એક વખત અરજી સ્વીકારાય પછી અરજદારના મોબાઈલ પર મેસેજ આવશે જેથી કેટલાક દિવસમાં લાઈસન્સ મળશે તે જાણી શકાશે. 2010 પહેલાનું લાઈસન્સ હશે તો રિન્યુઅલ માટે આરટીઓ રૂબરૂ આવવું પડશે.
કેવી રીતે કરાવી શકાય છે રિન્યૂ
- સૌ પહેલાં તમારે પરિવહન વિભાગની અધિકારીક વેબસાઈટ parivahan.gov.in પર જવાનું રહેશે.
- અહીં તમારે ડ્રાઈવિંગ લાયસન્સ સંબંધિત સેવાઓ પર ક્લિક કરવાનું રહે છે.
- આ પછી અહી તમને ડીએલ સેવાઓનું ઓપ્શન મળે છે, તેની પર ક્લિક કરો
- અહીં તમારો લાયસન્સ નંબર અને જરૂરી જાણકારી ભરો.
- અહીં જરૂરી ડોક્યૂમેન્ટ્સ પણ અપલોડ કરો.
- આ પછી નજીકની આરટીઓ ઓફિસ જઇને સ્લોટ બુક કરવા માટે પેમેન્ટ કરો.
- આરટીઓમા બાયોમેટ્રિક ડિટેલ્સ ચેક થશે અને ડોક્યૂમેન્ટ્સ વેરિફાઈ થશે.
- આ પછી લાયસન્સ રિન્યૂ થઈ જશે.
- તમે આ રીતે તમારી આરસી બુક પણ રિન્યૂ કરી શકો છો.
આ ડોક્યૂમેન્ટ્સની રહેશે જરૂર
સૌ પહેલાં ફોર્મ ડી ડાઉનલોડ કરીને તેને ભરો.
હવે સ્કેન કરીને તેને અપલોડ કરો.
જો તમારી ઉંમર 40 વર્ષથી વધારે છે તો તમારે કોઈ સર્ટિફાઈડ ડોક્રથી ભરાવેલું ફોર્મ 1 સબમિટ કરવાનું રહેશે.
ઓરિજિનલ એકસપાયર્ડ લાયસન્સ, પાસપોર્ટ સાઈઝ ફોટો અને આધાર કાર્ડના ફોટો અપલોડ કરવાના રહેશે.
જો તમે ડ્રાઈવિંગ લાયસન્સ માટે એપ્લાય કર્યું છે તો આ ડોક્યુમેન્ટ્સ જરૂરી રહે છે
જ્યારે પણ ડ્રાઈવિંગ લાયસન્સ માટે એપ્લાય કરો ત્યારે સૌ પહેલાં લર્નિંગ લાયસન્સ બનાવાય છે. જેની સીમા 6 મહિના સુધીની હોય છે. જો તમે પરમેનન્ટ ડ્રાઈવિંગ લાયસન્સ માટે એપ્લાય કરો છો તો ફોટો આઈડી કાર્ડ, રેસિડન્સ એડ્રેસ પ્રૂફની જરૂર રહે છે. આ માટે તમારે આધાર કાર્ડ, પાન કાર્ડ અને વોટર આઈડી કાર્ડ જરૂરી છે જો તમે આરટીઓની ટેસ્ટમાં પાસ થઈ જાઓ છો તો તમારું લાયસન્સ 30 દિવસમાં બાય પોસ્ટ તમને ઘરે મળી જાય છે.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ