વાહન ચેકિંગ વખતે રીક્ષાને ડમ્પરે લીધી અડફેટે, મહિલા પોલીસ કર્મચારીનું મોત, બે કોન્સ્ટેબલ સહિત ત્રણ ઈજાગ્રસ્ત

721
Published on: 6:25 pm, Thu, 8 July 21

• ભેસ્તાન ત્રણ રસ્તા પર અકસ્માત સર્જાયા બાદ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા

સુરત ભેસ્તાન ત્રણ રસ્તા નજીક એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. વાહન ચેકિંગની ફરજ બજાવતી બે મહિલા કોન્સ્ટેબલ સહિત ત્રણ વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતાં. જેમાં એક મહિલા કર્મચારીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે આ દુર્ઘટનામાં બે પોલીસ કર્મીઓને વધતી-ઓછી ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડાયાં હતાં. મધરાત્રે બનેલી ઘટના બાદ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતાં. રીક્ષા ચાલકના પેપર ચેક કરતી ટીમની રીક્ષા સાથે ડમ્પરના ચાલકે રિક્ષાને અડફેટે લઈ નાસી ગયો હતો. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Surat : વાહન ચેકિંગ દરમિયાન રીક્ષાએ અડફેટે લેતા મહિલા કોન્સ્ટેબલનું મોત

ગત રાત્રે આ ઘટના બની હતી. પાંડેસરા પોલીસ સ્ટેશનની હદમાં ભયંકર અકસ્માત સર્જાયો હતો. ભેસ્તાન ત્રણ રસ્તા પાસે વાહન ચેકિંગ ચાલી રહ્યું હતું. ત્યારે એક રીક્ષાએ વાહનોને અડફેટે લીધા હતા. રીક્ષાએ બે થી ત્રણ વાહનોને અડફેટે લીધા હતા. જેમાં હીનાબેન નામના મહિલા પોલીસ કર્મચારી વધુ ઘવાયા હતા. તેમનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ. આ ઘટનાને પગલે પાંડેસરા પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અને ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા.

પાંડેસરા પોલીસ ચોકીથી મળતી વિગતો અનુસાર, અકસ્માતમાં મોતને ભેટેલા લીનાબેન બચુભાઇ ખરાડે (ઉ.વ 37 (રહે સાંઈબાબા સોસાયટી પિયુષ પોઇન્ટ પાંડેસરા) 5 વર્ષથી પોલીસ વિભાગમાં WPC તરીકે ફરજ બજાવતા હતાં. બુધવારની રાત્રે નાઈટ ડ્યુટીમાં તેઓ જયશ્રી ભોયા અને પોલીસ કોન્સ્ટેબલ ગોવિંદ ભવાન વકાતર સાથે ભેસ્તાન ત્રણ રસ્તા ઉપર વાહન ચેકિંગની કામગીરીમાં હતા. મધરાત્રે એક રીક્ષા ચાલકને ઉભો રાખી પેપર ચેક કરતી વખતે પાછળથી આવતા ડમ્પરના ચાલકે રીક્ષા સાથે ત્રણેય પોલીસ કર્મચારીઓને અડફેટે લઈ નાસી ગયો હતો. આ દુર્ઘટનામાં લીનાબેન ખરાડેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બન્ને પોલીસ કર્મીઓને ઇજા થઇ હતી.

અકસ્માતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ડમ્પર ચાલક ફરાર હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં મોતને ભેટનારા લીનાબેનને સુરત સિવિલ હોસ્પિટલમાં જ પોલીસ કર્મચારીઓ દ્વારા ગાર્ડ ઑફ ઓનર આપવામાં આવ્યું હતું. પાંડેસરા પોલીસના કર્મચારીઓ સહિતના લોકોએ સલામી આપીને તેમને અંતિમ વિદાય આપી હતી. અંતિમ સંસ્કાર માટે તેમના મૃતદેહને તેમના વતન બનાસકાંઠા ખાતે લઈ જવામાં આવ્યો હતો.

મૂળ સાબરકાંઠા અરવલ્લીના રહેવાસી અને મૃતક પોલીસ કર્મીના પતિ જયેશ મોરીએ જણાવ્યું હતું કે, તેમના લગ્નને 13 વર્ષ થયા હતાં. હીના બે સંતાનની માતા હતી. નાઈટ પાળીમાં નોકરી હોવાનું કહી ઘરેથી નીકળી હતી. નાઈટ પાળીની નોકરી કાળ મુખી સાબિત થઇ હોવાનું કહી શકાય છે. જોકે, અકસ્માતમાં મુખ્ય ભૂમિકા ભજવનાર ડમ્પર ચાલક ફરાર હોવાનું જાણવા મળ્યું છે. પાંડેસરા પોલીસે તપાસ હાથ ધરી છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317