રાજસ્થાન : રામદેવરા અને કરણી માતાનાં દર્શન કરીને ઘરે પરત ફરી રહેલા MPના 11 લોકોનાં મોત..

741
Published on: 6:35 pm, Tue, 31 August 21

તમામ મૃતકો MPના સજ્જન ખેડા અને દૌલતપુર ગામના રહેવાસીઓ

રાજસ્થાન ના નાગૌર જિલ્લામાં આજે ફરી મોટી દુર્ઘટના સર્જાઈ છે. જિલ્લાના શ્રીબાલાજી કસ્બાની પાસે ટ્રક અને ક્રૂઝર વચ્ચે જોરદાર અકસ્માત થયો છે. ટક્કર એટલી ભયંકર હતી કે તેમાં 11 લોકોનાં મોત થઈ ગયા અને 6 ઘાયલ થયા છે. દુર્ઘટના બાદ ઘટનાસ્થળે અફરાતફરી મચી ગઈ હતી. અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતકોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા. દુર્ઘટના કેવી રીતે થઈ તેના વિશે હજુ કોઈ માહિતી મળી નથી. ઘાયલોને સ્થાનિક લોકોની મદદથી નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. દુર્ઘટનાનો શિકાર થયેલા તમામ લોકો ઉજ્જૈનના રહેવાસી હતા. તેઓ ધાર્મિક યાત્રા પર નીકળ્યા હતા. ક્રૂઝરમાં સવાર લોકો રામદેવરા બાબા ધામ અને કરણી માતા મંદિરના દર્શા કર્યા બાદ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા.

રાજસ્થાનમાં મંગળવારે સવારે નાગૌર સ્થિત શ્રીબાલાજી પાસે એક ભયાનક અકસ્માતમાં મધ્યપ્રદેશના 11 લોકોનાં મોત થયાં છે, જ્યારે 7 ઇજાગ્રસ્ત લોકોની હાલત ગંભીર છે. નોખા બાયપાસ પર એક તૂફાન જીપ અને ટ્રેલર વચ્ચે ભીષણ અકસ્માત થયો હતો. આ અકસ્માત બાદ હાઇવે પર લાંબો ટ્રાફિકજામ થયો હતો. તમામ મૃતકો MPના ઉજ્જૈન જિલ્લાના ઘટિયા પોલીસ સ્ટેશનના સજ્જન ખેડા અને દૌલતપુર ગામના રહેવાસીઓ હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતકોમાં 8 મહિલા અને 3 પુરુષો છે.

અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને નોખા હોસ્પિટલ શિફ્ટ કર્યા. ત્યાં ઘાયલો પૈકી વધુ 3 લોકોનાં સારવાર દરમિયાન મોત થયા. બાદમાં બાકીના ઘાયલ લોકોને પ્રાથમિક ઉપચાર બાદ બીકાનેર રેફર કરી દેવામાં આવ્યા છે. પોલીસ દુર્ઘટનાનું કારણ જાણવા માટે માહિતી એકત્ર કરી રહી છે. દુર્ઘટનામાં 11 લોકોનાં મોતના સમાચાર ફેલાતા સમગ્ર પંથકમાં સોપો પડી ગયો છે. બીજી તરફ, દુર્ઘટના બાદ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે ત્યાંનું દૃશ્ય જોઈ ચોંકી ગઈ હતી.

સામેથી આવતા ટ્રેલરે જીપને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે 8 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં હતાં, જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઈ જતા રસ્તામાં ત્રણ લોકોનાં મોત થયાં હતાં. અકસ્માતમાં ઘણા લોકોના મૃતદેહ જીપમાં જ ફસાયેલા રહ્યા હતા. અકસ્માત દરમિયાન સ્થાનિક લોકો ત્યાં પહોંચી ગયા હતા અને પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. સ્થાનિક લોકોની મદદથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317