સુરત ગુજરાત
ગત તારીખ:- ૧૩.૦૯.૨૦૨૦ ના રોજ ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝનું ચુંટણી પરિણામ જાહેર થયા બાદ તેઓએ પોતે પોતાની કારમાં સરસાના કન્વેન્શન સેન્ટર થી ઘર જવા માટે એકલા નીકળ્યા હતા.
અલથાણ – સારસાના રોડ થઈને સ્વીમ પેલસ રસ્તા પરથી શ્રી શ્યામ મંદિર તરફ આગળ જતા ત્યારે પલ્સર બાઈક પર સમાંતર આવેલ ૨ (બે) અજાણ્યા શકસ દ્વારા એમની કારના ડ્રાઈવર ભાગના કાચ પર મોટી ઈટ / પથ્થર જેવી વસ્તુ ફેકીને ભાગી ગયા હતા.
BMW કાર હોવાથી અને સુરક્ષામાં કાર નું રેટિંગ સારું હોવાથી કાચ તૂટ્યો ના હતો અને કોઈ ઇજા થવાથી સંજય ઇઝાવા બચી ગયા હતા. ઈટ / પથ્થર મારેલ હોવાથી કાચ માં નિશાન પડી ગયેલ હતા. તે અંગે સંજય ઇઝાવાના ફરિયાદ અંતર્ગત ખટોદરા પોલીસ દ્વારા સારસાણા ડોમ માંથી મેળવેલ CCTV ફૂટેજના અધારે પ્રાથમિક તપાસ કરીને આજ રોજ FIR નોંધીને તપાસ આગળ વધારી હતી.
નોંધેલ FIR મુજબ આ ઘટના પછી સરસાણા કન્વેન્શન સેન્ટરમાં મુકવામાં આવેલ cctv ના ફૂટેજ ચેક કરતા માલુમ પડેલ છે કે મોપેડ એકટીવા જેવા વાહન પર બે થી ત્રણ વાર નિરીક્ષણ માટે મારી પાર્ક કરેલ કારની આજુબાજુ ફરતા હતા અને મારી આવવાની રાહ જોતા હતા. જે મોપેડ ચાલક એમના સાથી મિત્રો એવા એક પલ્સર અને એક સ્પલેન્ડર મોટર સાઇકલવાળા બધા ભેગા થઈને સરસાણા કન્વેન્સન સેન્ટર ના ૧ નં ગેટ પર આશરે સાંજે ૭.૩૦ કલાકે મારી રાહ જોતા હતા એવું માલુમ પાડેલ છે.
જે ગ્રુપમાં અંદાજે ૬ જેટલા યુવાનો હાજર હતા તે સી. સી. ટીવી. ના ફૂટેજ માં સ્પષ્ટ દેખાઈ આવેલ છે. ત્યાર પછી તે યુવાનો રોડ ની સામેની બાજુમાં આવેલ સીટી બસ સ્ટેન્ડમાં ઉભા રહીને મારી બાહર નીકળવાની રાહ જોતા હતા. જયારે હું રાતના ૮.૪૨ મિનીટે સરસાણા કન્વેન્શન સેન્ટરમાંથી બહાર નીકળતા હતા ત્યારે પણ એકટીવા મોપેડ વાળા પાર્કિંગ માંથી મારી પાછળ ગેટ સુધી આવીને સામેની સાઈડ માં બેઠેલા તેમના સાથી પાસે ગયેલ માલુમ પાડેલ હતું.
જેમ હું ગેટ માંથી બાહર નીકળી જમણી બાજુએ વાળીને ઘર તરફ જવા રવાના થયા ત્યારે આ ત્રણે ત્રણ વાહન ચાલકો મારી પાછળ પાછળ આવવા માંડ્યા તે પણ સી. સી. ટીવી. ના ફૂટેજ માં અંદાજ આવેલ છે.
સરસાણા કન્વેન્સન સેન્ટરથી શ્યામ મંદિર તરફ જવા માટે વળવાના ચાર રસ્તા ના સ્થાને તેઓ મારી નજીક આવી ને પલ્સર બાઈક માં આવેલ ૨ યુવાનો પૈકી પાછળ બેસનારે મારી ગાડીના કાચ પર ઈટ / પથ્થરથી આક્રમણ કરેલ હતું. અચાનક અવાજ આવતા હું હેબતાઈ ગયો હતો અને કઈ સમજુ તે પહેલા તેઓ શ્યામ મંદિર તરફ પોતાની બાઈક ભગાવી ગયા હતા.
આ ઘટના પાછળ ચુંટણી દરમ્યાન થયેલ પ્રચારમાં મનદુઃખ થયેલા સામે વાળા ઉમેદવાર પૈકી કોઈ ઉમેદવાર અથવા નજીકના ગભેણી, દીપલી, ખજોદ, આભવા, જેવા સચિન મગદલ્લા હાઇવે રોડ પર આવતા ક્રોસ રોડ પહેલા બનાવવામાં આવેલ બમ્પના મુદ્દા પર નારાજ થયેલ કોઈપણ ગામના યુવકો હોઈ શકે છે.
કરન્ટ અકાઉન્ટ, ઓવરડ્રાફટ અથવા કેશ ક્રેડિટ સહિતના અન્ય અકાઉન્ટ્સ માટે 1 નવેમ્બરથી કેશ હેન્ડલિંગ ચાર્જ દર મહિને અકાઉન્ટ દીઠ 1 લાખ રૂપિયાથી વધુની રકમ જમા કરાવવા માટે 1,000 રૂપિયા દીઠ 1 રૂપિયા રહેશે. આ ચાર્જ ઓછામાં ઓછો 50 રૂપિયા અને મહત્તમ 20,000 રૂપિયા રહેશે. કરન્ટ અકાઉન્ટ, ઓવરડ્રાફટ અને કેશ ક્રેડિટ સહિત અન્ય અકાઉન્ટ્સના કિસ્સામાં કેશ હેન્ડલિંગ ચાર્જમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ ચાર્જ અકાઉન્ટ દીઠ 25,000 રૂપિયાથી વધુની કેશ ડિપોઝિટ પર દર 1,000 રૂપિયે 2.50 રૂપિયા છે.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatapp
વોટ્સએપ 3 : Whatapp
વોટ્સએપ 4 : Whatapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317.
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ.