- કોરોનાના કેસ વધતાં પોલીસ કમિશનર નિયંત્રણો અંગે ઉચ્ચસ્તરે રજૂઆત કરશે
- તમામ પોલીસ અધિકારીઓને ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરાવવાની સૂચના અપાઈ
સરકારી યોજનોઓ અને સરકારી નોકરી ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :
https://chat.whatsapp.com/KU4naVOumfw9fwgqcVHiU9
ગત વર્ષની જેમ ચાલુ વર્ષે પણ કોરોનાને કારણે ઉત્તરાયણ-વાસી ઉત્તરાયણનો તહેવાર પરિવારે પોતપોતાના ધાબા પર જ ઊજવવો પડશે. સગાં-સંબંધી કે મિત્રોને ધાબા પર પતંગ ચગાવવા બોલાવી શકાશે નહીં. ધાબા પર પણ દરેક વ્યક્તિએ માસ્ક પહેરવું પડશે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવું પડશે. આ અંગે હજુ સુધી સરકારે સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ડીજીપી તેમજ ગૃહ ખાતાના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ઉત્તરાયણ-વાસી ઉત્તરાયણના દિવસે ધાબા પર મોટી સંખ્યામાં ભેગાં થતા લોકો પર નિયંત્રણ લાદવા રજૂઆત કરાશે.
તહેવાર દરમ્યાન પોલીસ સ્ટેશન જવું પડી શકે છે:
ઉત્તરાયણ દરમ્યાન અકસ્માત, મારામારી, ઘર્ષણ જેવા અનેક બનાવો સામે આવતા હોય છે. જેને ટાળવા માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનર દ્વારા આ પ્રકારના નિયમો દર્શાવતું એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાની સાથે પતંગ રસિયાઓએ કોરોનાની ગાઈડલાઈનનું પણ કડકાઈથી પાલન કરવું પડશે. કારણ કે અમદાવાદ શહેર પોલીસ ઉત્તરાયણ દરમિયાન ધાબે જઈને પણ ચેકીંગ હાથ ધરશે. ઉત્તરાયણની ઉજવણી દરમ્યાન પતંગ રસિયાઓએ નિયમોનુ પાલન કરવું ખુબ જ જરૂરી છે. જો નિયમોનું ઉલ્લંઘન કર્યું તો તહેવાર દરમિયાન પોલીસ સ્ટેશન જવાનો વખત આવી શકે છે.
કોરોનાના કેસ વધી રહ્યા હોવાથી રાજ્ય સરકારે નવા નિયંત્રણ સાથેની નવી ગાઈડ લાઈન બહાર પાડી છે, જેનો કડક અમલ કરાવવાની જવાબદારી પોલીસને માથે છે. જોકે ઉત્તરાયણ-વાસી ઉત્તરાયણના તહેવારમાં એક જ ધાબા પર મોટી સંખ્યામાં લોકો પગંત ચગાવવા ભેગા થતા હોય છે, જેના કારણે કોરોનાના કેસ વધવાની પૂરી શક્યતા રહેલી છે, જેની ગંભીરતાથી નોંધ લઈને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે શહેરના તમામ પોલીસ અધિકારીઓને તકેદારી રાખવા કડક સૂચના આપી છે.
પોલીસ શહેરના તમામ ધાબા પર 50 ડ્રોનથી બાજનજર રાખશે
ગત વર્ષે શહેર પોલીસે ઉત્તરાયણ-વાસી ઉત્તરાયણના દિવસે જુદા જુદા વિસ્તારોમાં 50 ડ્રોન ઉડાવ્યા હતા, જેમાં ધાબા પર વધારે સંખ્યામાં ભેગા થયેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી પણ કરી હતી. તેવી જ રીતે ચાલુ વર્ષે પણ શહેર પોલીસને 50 ડ્રોનથી સજ્જ રહેવા સૂચના અપાઈ છે.
250 ધાબા પોઈન્ટ પર પણ પોલીસ ગોઠવી દેવામાં આવશે
શહેરના જુદા જુદા વિસ્તારમાં આવેલી ઊંચી બિલ્ડિંગો અને ટાવર મળીને અંદાજે 250 જેટલાં સ્થળે પોલીસ ધાબા પોઈન્ટ બનાવે છે. ચાલુ વર્ષે પણ દરેક વિસ્તારમાં ઓછામાં ઓછા 5 ધાબા પોઈન્ટ બનાવવા એટલે કે શહેરભરમાં 250 ધાબા પોઈન્ટ બનાવવા દરેક અધિકારીને કડક સૂચના આપી છે.
જો કે ઉત્તરાયણ-વાસી ઉત્તરાયણનો તહેવાર કેવી રીતે ઊજવવો તે અંગે હજુ સુધી રાજ્ય સરકારે કોઇ ગાઈડલાઈન બહાર પાડી નથી. જે રીતે અમદાવાદમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, તેની ગંભીરતાને ધ્યાને રાખીને પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ આ અંગે ડીજીપી અને ગૃહ ખાતાના ઉચ્ચ અધિકારીઓ સમક્ષ રજૂઆત કરશે.
સરકારી યોજનોઓ અને સરકારી નોકરી ની જાણકારી માટે જોઈન કરો આ વોટ્સએપ ગ્રુપ :
https://chat.whatsapp.com/KU4naVOumfw9fwgqcVHiU9
સુરત ગુજરાત
અમારી ન્યૂઝ સાથે બન્યા રહો વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
વોટ્સએપ 8 : Whatsapp
વોટ્સએપ 9 : Whatsapp
વોટ્સએપ 10 : Whatsapp
વોટ્સએપ 11 : Whatsapp
વોટ્સએપ 12 : Whatsapp
વોટ્સએપ 13 : Whatsapp
વોટ્સએપ 14 : Whatsapp
વોટ્સએપ 15 : Whatsapp
વોટ્સએપ 16 : Whatsapp
વોટ્સએપ 17: Whatsapp
વોટ્સએપ 18: Whatsapp
વોટ્સએપ 19: Whatsapp
વોટ્સએપ 20: Whatsapp
વોટ્સએપ 21: Whatsapp
વોટ્સએપ 22: Whatsapp
વોટ્સએપ 23: Whatsapp
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
ફેસબુક પેજ – Facebook