CM રૂપાણીએ ટ્વિટ કરી ખુલાસો કર્યો, CMએ કહ્યું- મારા દીકરાના લગ્નની વાતો પાયા વિહોણી, આવું કોઈ આયોજન નથી..

1714
Published on: 11:28 am, Thu, 8 April 21
  • સોશિયલ મીડિયાના મુદ્દા અંગે CM રૂપાણીની સ્પષ્ટતા
  • દિકરાના લગ્નના સમાચાર મુદ્દે કરી સ્પષ્ટતા
  • મારા દિકરાના મે મહિનામાં લગ્નની વાત પાયા વિહોણી છે
  • સોશિયલ મિડીયામાં રહેવા મેસેજ ફરતા થયા હતા કે, વિજય રૂપાણીના પુત્રનુ મે મહિલામાં લગ્ન આવતા હોવાથી લોકડાઉના લગાવવામાં આવ્યું નથી

હાઈકોર્ટના સુચન બાદ રાજ્યમાં સરકાર દ્વારા લોકડાઉનની જાહેરાત કરવામાં આવશે તેવી વાતો વહેતી થઈ હતી. ગઇકાલે રાત્રે ગાંધીનગર ખાતે મળેલી હાઈલેવલ બેઠક બાદ મુખ્યમંત્રીએ 20 શહેરોમાં રાત્રી કરફ્યુ લગાવવાની જાહેરાત કરતાં લોકડાઉનની ચાલતી અટકળોનો અંત આવ્યો હતો.

પરંતુ ત્યા સોશિયલ મિડીયામાં રહેવા મેસેજ ફરતા થયા હતા કે, વિજય રૂપાણીના પુત્રનુ મે મહિલામાં લગ્ન આવતું હોવાથી લોકડાઉના લગાવવામાં આવ્યું નથી. ત્યારે આ બાબતે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ટ્વિટ કરી માહિતી આપી હતી કે, ‘મારા પુત્રના લગ્નનું મે મહિનામાં કોઈ આયોજન કરવામાં આવ્યું નથી. સોશિયલ મીડિયામાં ચાલી રહેલા મેસેજ પાયા વિહોણા છે. લોકડાઉનની સરકારે જાહેરાત ન કરતાં કેટલાક લોકો દ્વારા સોશિયલ મિડીયામાં મેસેજ વાયરલ કરવામાં આવ્યા હતા.

આ અંગે મુખ્યમંત્રી રૂપાણીએ આજે ટ્વિટ કરીને જણાવ્યું કે, મારા દીકરાના લગ્ન મે મહિનામાં હોવાની વાતો પાયા વિહોણી છે. આ પ્રકારનું કોઈ જ આયોજન ના પહેલેથી નિર્ધારિત હતું કે ના મે મહિનામાં કોઈ આયોજન છે. આ માત્ર સોશિયલ મીડિયામાં વહેતા થયેલા ફેક ન્યૂઝ છે. અત્યારે મારું અને મારી સરકારનું એક માત્ર આયોજન ગુજરાતમાં કોરોનાના સંક્રમણને અટકાવવાનું છે.

દીકરી રાધિકા, દીકરા ઋષભ અને પત્ની અંજલિબહેન સાથે મુખ્યમંત્રી રૂપાણીની ફાઈલ તસવીર.

રૂપાણી દ્વારા ટ્વિટ કરાયું છે કે, મારા દિકરાના લગ્ન મે મહિનામાં હોવાથી વાતો પાયા વિહોણી છે. આ પ્રકારનું કોઈ આયોજન ના પહેલેથી નિર્ધારિત હતું કે, ના મે મહિનામાં કોઈ આયોજન છે. આ માત્ર સોશિયલ મિડીયામાં વહેતા થયેલા ફેક ન્યુઝ છે. અત્યારે મારૂ અને મારી સરકારનું આયોજન ગુજરાતમાં કોરોના સંક્રમણને અટકાવવાનું છે. આમ ફેક ન્યુઝ દ્વારા કરવામાં આવી રહેલ અપપ્રચારનો સીએમના ટ્વિટ બાદ અંત આવ્યો છે. સાથે હવે આવા ભ્રામક મેસેજ કરતા લોકોથી પણ લોકોએ દૂર રહેવાની જરૂર છે.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317