BREAKING : રૂપાલની પલ્લીને લઈને DYCM નીતન પટેલનું મોટુ નિવેદન, શિક્ષકો-ખેડૂતો માટે પણ કહી આ વાત

412
Published on: 3:17 pm, Fri, 23 October 20
રૂપાલની પલ્લી
આજે ડેપ્યુટી સીએમ નીતિન પટેલે અંબાજીમાં રૂપાલની પલ્લી અંગે મહત્વનું નિવેદન આપ્યું હતુ. સાથે સાથે તેમણે ખેડૂતો અને શિક્ષકો અંગે પણ કેટલીક અગત્યની વાત કરી હતી.

અંબાજીમાં DYCM નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે તેમણે રૂપાલમાં આઠમની પલ્લીને લઈને મોટી વાત કરતા જણાવ્યું હતુ કે આ વખતે રૂપાલની પલ્લી નહીં યોજાય. કોરોના સંક્રમણને લઈ નિર્ણય કરાયો છે.

ખેડૂતો માટે તેમણે કહ્યું હતુ કે, માવઠાથી અસરગ્રસ્ત ખેડૂતોનો રિપોર્ટ કલેક્ટરો પાસેથી મંગાવાશે અને સરકારે કિસાન સહાય આપવાની શરૂઆત કરી દીધી છે. કિસાન સહાયમાં સમાવેશ ન હોય એવા તાલુકાના રિપોર્ટ પણ મંગાવાશે. 4200 ગ્રેડ પે ને લઇ સરકાર ટૂંક જ સમયમાં અગત્યની જાહેરાત કરશે.

ગાંધીનગર ખાતે રૂપાલમાં વરદાયિની માતાની પલ્લી આ વર્ષે નહી યોજાય, અંબાજીમાં DyCM નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું હતું કે કોરોના સંક્રમણને લઈને નિર્ણય લેવામાં આવ્યો છે. છેલ્લા ઘણાં સમયથી સરકાર આ મુદ્દે નિર્ણય નોહતા લઈ રહ્યા અને જેને લઈને ટ્રસ્ટીઓ પણ અવઢવમાં હતા.

રૂપાલની પલ્લીને લઇને ટ્રસ્ટી અને જિલ્લા વહીવટી વિભાગ સાથે આજ સાંજે ચર્ચા કરવાના હતાં. જિલ્લા પોલીસ વડા પણ રૂપાલ મંદિરની મુલાકાત લેવાના હતાં. યોગ્ય નિર્ણય ન લેવાતા ટ્રસ્ટીઓ પણ મુશ્કેલીમાં મુકાયા હતાં. જો કે પલ્લીમાં સિમિત લોકોએ જ હાજર રહેવાની મંદિરના ટ્રસ્ટીઓએ ખાતરી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, દર વર્ષે ગામમાં જ્યારે વરદાયિની માતાને ઘી ચઢાવવામાં આવે છે ત્યારે ગામમાં રિતસરની ધીની નદીઓ વહેતી હોય છે.

હજારો વર્ષ જુની પરંપરા જાળવી રાખીને સોશિયલ ડિસ્ટન્સ અને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરી પલ્લી તેના નિયત રૂટ ઉપર યોજવાનું આયોજન તંત્ર દ્વારા થઈ રહ્યું હતું. ત્યારે આ જ સંદર્ભે Dy. CM નીતિન પટેલે અંબાજીમાં મહત્વની જાહેરાત કરતા જણાવ્યું કે, “રૂપાલમાં માતાજીની પલ્લી નહીં યોજાય.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. 

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ