સુરતમાં ભાજપને કારણે AAPનાં મહિલા કોર્પોરેટરના છૂટાછેડા, કામરેજના MLA અલગ-અલગ માણસો મોકલવાનો આક્ષેપ.

2571
Published on: 10:49 am, Fri, 18 June 21
  • સુરતમાં આમ આદમી પાર્ટીની મહિલા નેતાનો મોટો ધડાકો 
  • ભાજપ ધારાસભ્ય દ્વારા માણસો મોકલીને કરાઇ 3 કરોડની ઓફર 
  • ઓફર ન સ્વીકારી તો પતિ દ્વારા કરાયું દબાણ, થયા છૂટાછેડા 
  • કામરેજના ધારાસભ્ય વી ડી ઝાલાવાડીયાએ ભાજપમાં જોડાવવા ઓફર કરી-ઋતા દૂધાગરા
  • કામરેજના ધારાસભ્યે ભાજપમાં જોડાવવા 3 કરોડ રૂપિયાની ઓફર કરી
  • પતિને 25 લાખ લઈ ભાજપમાં ભેળવી દેવાયા બાદ ભાજપ દ્વારા દબાણ કરાયું-ઋતુ દુધાગરા

સુરતમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આગામી દિવસોમાં ચૂંટણી નિશ્ચિત છે, ત્યારે ચૂંટણી પહેલા રાજકારણ ગરમાયુ છે. કામરેજ વિધાનસભાના ભાજપના ધારાસભ્ય દ્વારા આપ પાર્ટીની મહિલા નગર સેવકને ભાજપમાં જોડાઈ જવા ધમકી આપી હોવાનો આરોપ થયો છે. ધારાસભ્ય દ્વારા લોભામણી લાલચ આપી અને પાર્ટી છોડી ભાજપમાં આવી જવા અનેકો પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાના પણ આક્ષેપ કરાયા છે. જેના પગલે આગામી સમયમાં કાયદાકીય કાર્યવાહી કરવા અંગેની ચીમકી આપ પાર્ટી દ્વારા આપવામાં આવી છે.

સુરત વોર્ડ નંબર-3ના આમ આદમી પાર્ટીનાં મહિલા કોર્પોરેટર ઋતા દુધાગરા દ્વારા આજે ભાજપના ધારાસભ્ય વિરુદ્ધ સણસણતો આક્ષેપ કરવામાં આવ્યાં છે. મહિલા કોર્પોરેટર દ્વારા જણાવાયું હતું કે કામરેજના ધારાસભ્ય દ્વારા તેમને ભાજપમાં જોડાવા માટે રૂપિયા 3 કરોડની ઓફર કરી હતી. જોકે તેમણે આ ઓફર નકારી દેતાં ભાજપના કહેવાતા એજન્ટ દ્વારા તેમના પતિને લાલચ આપીને ભાજપમાં જોડાવવા દબાણ કરાઈ રહ્યું હતું. બાદમાં પતિ-પત્ની વચ્ચે વાદ-વિવાદ વચ્ચે ઋતા દુધાગરા અને તેમના પતિનો ઘરસંસાર પણ પડીભાંગ્યો છે. પતિએ ભાજપ પાસેથી 25 લાખ લીધાના પણ આક્ષેપ કરતાં ઋતાએ કહ્યું, હજુ પણ ભાજપ દ્વારા મારા પર દબાણ કરવામાં આવી રહ્યું છે. મહત્ત્વપૂર્ણ છે કે કામરેજના ધારાસભ્ય હાલ વીડી ઝાલાવાડિયા છે.

સુરતમાં આમ આદમી પાર્ટીએ ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ
ગુજરાતમાં આગામી વર્ષમાં વિધાનસભાની ચૂંટણી છે ત્યારે ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી પોતાના સંગઠનને મજબૂત કરી રહી છે. ભાજપ પણ વિધાનસભા ચૂંટણીને લઈને તૈયારીમાં છે ત્યારે સુરતના મહિલા કૉર્પોરેટરે આજે ભાજપના ધારાસભ્ય પર ગંભીર આરોપો લગાવતા રાજકીય ખળભળાટ મચી ગયો છે.

પતિએ એગ્રીમેન્ટ ન પાળતાં છૂટાછેડા લીધા હોવાના કાગળ પણ ઋતાએ દર્શાવ્યા હતા.

કામરેજના MLA અલગ-અલગ માણસો મોકલવાનો આક્ષેપ
સુરત મહાનગરપાલિકાના વોર્ડ નં-3માં આમઆદમી પાર્ટીનાં મહિલા ઉમેદવાર ઋતા દુધાગરા શહેરના તમામ કોર્પોરેટરોમાં સૌથી વધુ લીડ સાથે વિજયી ઘોષિત થયાં હતાં. હવે આ મહિલા કોર્પોરેટર દ્વારા ભારતીય જનતા પાર્ટી અને કામરેજના ધારાસભ્ય વિરુદ્ધ પક્ષપલટા માટે કરવામાં આવી રહેલા દબાણ સંદર્ભે આક્ષેપો કરવામાં આવતાં રાજકીય હોબાળો મચી જવા પામ્યો છે. આજે મહિલા કોર્પોરેટર ઋતા દુધાગરાએ જણાવ્યું હતું કે મારા ભવ્ય વિજયને પગલે છેલ્લા કેટલાક સમયથી કામરેજના ધારાસભ્ય દ્વારા અલગ – અલગ માણસો મોકલીને મને ભાજપમાં જોડાઈ જવા માટે ઓફર કરવામાં આવી રહી છે. રૂપિયાની લાલચમાં ન આવતાં પરિવાર દ્વારા દબાણ કરાવાતાં મારે છૂટાછેડા પણ લેવા પડ્યા છે.

દબાણ કરતા પતિ સાથે થયા ડિવોર્સ
આપના કૉર્પોરેટર ઋતા દૂધાગરાનો આરોપ છે કે ભાજપના ધારાસભ્ય તેમને કરોડો રૂપિયાની ઓફર કરી રહ્યાં છે આટલું જ નહીં. તે ઓફરનો સ્વીકાર ન કરતાં કોર્પોરેટરના પતિ દ્વારા દબાણ કરવામાં આવ્યું જે બાદ તેમણે પતિ સાથે છૂટા થવાનો નિર્ણય લેવો પડ્યો.

No photo description available.

આપના મહિલા નગર સેવક ઋતા દુધાગરાએ જણાવ્યું છે કે તેણીને બદનામ કરવા માટેના પણ અનેક પ્રયાસ ભાજપના લોકો કરી રહ્યા છે. જે માટે કાયદાકીય કાર્યવાહી કરવા અંગેની દિશામાં તૈયારી હાથ ધરવામાં આવી છે. જોકે હવે આગામી દિવસોમાં આ મામલે રાજનીતિમાં ગરમાવો આવે તો નવાઈ નહીં.

કોઈને છોડીશ નહિં, મારું ઘર તોડ્યું છેઃ ઋતાના પતિ
આ અંગે ઋતા દુધાગરાના પતિ ચિરાગ દુધાગરાએ જણાવ્યું કે, હું કોઈને છોડીશ નહિં, મારું ઘર તોડ્યું છે. આ આપની પાપ લીલા કહેવાય. મેં આપ(પાર્ટી)નો ભરોસો અકબંધ રાખ્યો છે. ઋતાએ કોઈના દબાણમાં આવીને પ્રેસ કોન્ફરન્સ કરી હોય એમ લાગે છે. ઋતા કહે છે એને 3 કરોડની ઓફર મળી છે કોઈ પુરાવા તો હશે ને, એને અરજી લખતા નથી આવડતું, તો એને આટલી મોટી ઓફર કોણ કરે? હું ભાજપના કોઈ નેતાને મળ્યો નથી અને ઓળખતો પણ નથી. મારે કોઈ સાથે સંબંધ નથી, એ પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી તો મેં 25 લાખ લીધા એ સાબિત કરે.

AAP કોર્પોરેટર ઋતા દૂધાગરાને નથી ઓળખતોઃ વી.ડી ઝાલાવાડિયા ( ભાજપ ધારાસભ્ય )
આટલું જ નહીં ઋતા દૂધાતરાએ કહ્યું કે તેમના પતિ ચિરાગ દૂધાગરા પણ આ ષડયંત્રમાં શામેલ છે, જેમાં તેમણે ભાજપ પાસેથી 25 લાખ રૂપિયા લીધા છે. જો કે આ મામલે જ્યારે VTVની ટીમે ભાજપના ધારાસભ્ય વી ડી ઝાલાવાડિયાનો સંપર્ક કર્યો તો તેમણે આમ આદમી પાર્ટી તરફથી લગાવવામાં આવેલા આરોપોને નકારી દિધા અને કહ્યું કે તેઓ ઋતા દૂધાગરાને ઓળખતા નથી. તેમણે કહ્યું કે આ મારા વિષય બહારની વાત છે અને મેં કોઈ જ ઓફર કરી નથી.

હું ક્યારેય ભાજપમાં નહીં જોડાવું, આપ પાર્ટી માં જ રહીશ -ઋતા દુધાગરા ( આપ કોર્પોરેટર )
‘આપ’નાં કોર્પોરેટર ઋતાએ જણાવ્યું હતું કે મારા પર ભાજપ દ્વારા શામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવી મને તોડવામાં આવી રહી છે. જોકે ભાજપના નેતાઓને મારે એટલું જ કહેવું છે કે હું ક્યારેય ભાજપ સાથે જોડાઈશ નહીં. જે લોકોએ મારા પર વિશ્વાસ મૂકીને મને જીત અપાવી છે તેમની સાથે હું ક્યારેય દગો નહીં કરું. જોકે,થોડા દિવસો અગાઉ પણ ઋતા દુધાગરા વિરોધની વાતો સામે આવી હતી ત્યારે ‘આપ’ના પ્રવક્તા દ્વારા આક્ષેપોનું ખંડન કરવામાં આવ્યું હતું. જોકે આજે ઋતા દુધાગરાએ સામે આવીને સમગ્ર વાત સ્વીકારી હતી.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317