ગુજરાત : ધારાસભ્ય ની કરી ઊંઘ હરામ, ભાજપ ઉતારશે 100 નવા ચહેરા?, સી.આર.પાટીલ નું નિવેદન..

1630
Published on: 11:28 am, Tue, 12 October 21

સાબરકાંઠા ગુજરાત

આડકતરી રીતે પાટીલે ભાજપ ના ધારાસભ્ય ને આપી ધમકી

ભાજપ આવતી ચૂંટણી માં 100 નવા ચેહરા જોડશે : સી.આર.પાટીલ

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગર ખાતે ભાજપ  પ્રમુખ સી.આર પાટીલનો પેજ પ્રમુખ કાર્ડ વિતરણ અને સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. હિંમતનગર  ના મોતીપુરા ખાતેથી તેમનુ સ્વાગત કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ બાઈક રેલી સાથે શહેરના મુખ્ય માર્ગો પર શક્તિ પ્રદર્શન કર્યું હતું અને રેલીના રૂટ પર આવતી મહાનુભાવોની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા હતા.બાબા સાહેબ આંબેડકર પ્રતિમા,સરદાર પટેલની પ્રતિમા અને સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને ફુલહાર અર્પણ કર્યા પરંતુ રેલીનું પ્રસ્થાન જ્યાંથી થયું ત્યાં મહાત્મા ગાંધીની પણ પ્રતિમા હતી.

પરંતુ ગાંધીજી ની પ્રતિમાને ફુલહાર કરવાનું ચુક્યા હતા. ટાઉનહોલ ખાતે પહોંચ્યા બાદ સભા સંબોધી હતી જેમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતા આમ આદમી પાર્ટીને ડ્રાંઉં ડ્રાંઉં પાર્ટી ગણાવી હતી.તો સહકારી ક્ષેત્રે પણ ભાજપ નો દબદબો રહ્યો હોવાની વાત પણ કરી હતી અને સહકારી સંસ્થાઓમાં પાર્ટીના કાર્યકર્તાઓને નોકરીમાં પ્રાથમિકતા આપવાની વાત કરી હતી અને ભૂલમાં પણ પાર્ટીનો કોઈ કાર્યકર્તા ભૂલના કરે એવો દાવો કર્યો છે તો મુદ્રા પોર્ટ ટ્રેડ એવાઇસરી દ્વારા ૧૫ નવેમ્બર થી ત્રણ દેશમાં કાર્ગો હેન્ડિંગ નહીં કરવામાં આવે તે નિર્ણય બાબતે અજાણ હોવાનું જણાવ્યું હતું.

એકાદ સપ્તાહમાં જ વિધાનસભા વિપક્ષના નેતાનું નામ જાહેર થાય તેવી શક્યતા જોવાઇ રહી છે. ગુજરાત કોંગ્રેસમાં ધરમૂળમાં ફેરફાર કરવા હાઇકમાન્ડ ઇચ્છુક છે ત્યારે પ્રદેશ પ્રભારી પદે રાજ્સૃથાનના આરોગ્ય મંત્રી ડૉ.રઘુ શર્માની નિયુક્તિ કરવામાં આવી છે. ત્રણ દિવસની ગુજરાત મુલાકાતે આવેલાં પ્રભારી શર્માએ ગાંધીનગનરમાં વિધાનસભા હોલમાં કોંગ્રેસી ધારાસભ્યો સાથે બેઠક કરી કોરોનામાં સરકારની નિષ્ફળતા સહિતના મુદ્દાઓને લઇને પ્રજા વચ્ચે જવા આહવાન કર્યુ હતું. તેમણે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ગત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સતાથી નજીક રહી હતી ત્યારે હજુય કોંગ્રેસ માટે ઉજળી તકો છે.

2022 ની ચૂંટણી પહેલાં સીઆર પાટીલે ટિકિટને લઇને મોટું નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે 100 નવા ચહેરાનો સમાવેશ કરવામાં આવશે. ટિકિટ આપતાં પહેલાં 5-6 સર્વે થાય છે અને ટિકિટ ઉપરના લેવલે નક્કી થાય છે. ધારાસભ્યોનું કામ જોવામાં આવશે તેઓએ લોકો સુધી પહોંચીને કેટલા કામ કર્યા છે તે જોયા બાદ ટિકિટ નક્કી થશે. કોઇપણ પ્રકારની લાગવગશાહી નહી ચાલે.   ​

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે વોટ્સએપ કરો  : +91 98247 23317