સુરત : ચેતવણી રૂપ કિસ્સો! સગીરાનું 12માં માળેથી પટકાતા મોત,મોબાઈલ પર ગેમ રમવામાં હતી મશગૂલ..

828
Published on: 5:49 pm, Wed, 3 March 21
બારીની પાળી ઉપર બેસીને ફોનમાં ગેમ રમતી સગીરા 12મા માળેથી નીચે પટકાતાં મોત, માતા ખરીદી કરવા ગઈ હતી અને ભાઈ-બહેન બન્ને ફોનમાં ગેમ રમતાં હતાં

આજના સમયમાં બાળકો વધુમાં વધુ સમય મોબાઈલ ફોનમાં વિતાવતા હોય છે. મોટા ભાગના બાળકો મોબાઈલમાં ગેમ રમતા જોવા મળે છે. બાળકો ગેમ રમવામાં એટલાં મશગુલ થઇ જાય છે કે, તેમણે કોઈ ભાન રહેતી નથી. આ દરમિયાન એક એવો કેસ સામે આવ્યો છે જેમાં બાળકી મોબાઇલ ફોનમાં ગેમ રમતા રમતા 12માં માળેથી નીચે પડી ગઈ હતી.

આ બાળકી કોમન પેસેજની બારીની પાળી પર બેસીને કિશોરી મોબાઇલ પર ગેમ રમવાના ચક્કરમાં 12માં માળેથી નીચે પટકતા મૃત્યુ નીપજ્યું છે. ભાઈ-બહેન બન્ને મોબાઇલ પર ગેમ રમતા હતા. જેમાં ભાઈ પેસેજમાં દોઢ ફુટના પ્લેટફોર્મ પર બેસી ગેમ રમતો હતો. જયારે તેની બહેન બારીની પાળી પર બેઠી હતી.

સુરત: દરેક માતાપિતા માટે ચેતવણી રૂપ કિસ્સો, મોબાઇલ પર ગેમ રમવામાં મશગૂલ સગીરા 12મા માળેથી પટકાઈ, મોત

મુકેશભાઈની 17 વર્ષની દીકરી પોતાના ભાઈ સાથે કોમન પેસેજમાં બેસી મોબાઇલ પર ગેમ રમતી હતી. સગીરા બારીની પાળી પર બેસી મોબાઇલમાં ગેમ રમવામાં મશગૂલ થઈ જતાં અચાનક તેણીએ બેલેન્સ ગુમાવી દીધું હતું. જે બાદમાં તેણી 12મા માળે બારીમાંથી સીધી નીચે પટકાઈ હતી.

કાપડના વેપારીની પુત્રી હતી

મૂળ રાજસ્થાનના ઝાલોદના વતની અને પાલ-ભાઠા રોડ પર બાગબાન સર્કલ પાસે ગ્રીનપાર્ક સોસાયટીમાં રહેતા કાપડના વેપારી મુકેશ પુરોહિતની 17 વર્ષીય પુત્રી સોમવારે સાંજે ભાઈ સાથે કોમન પેસેજમાં બેસી મોબાઇલ પર ગેમ રમતી હતી. દરમિયાન બારીની પાળી પર 17 વર્ષની પુત્રી મોબાઇલમાં ગેમ રમવામાં મશગૂલ થતાં અચાનક બેલેન્સ ન રહેતાં 12મા માળે બારીમાંથી સીધી નીચે પટકાઈ હતી.

મૂળ રાજસ્થાનના ઝાલોદના વતની અને કાપડના વેપારી મુકેશ પુરોહિતની 17 વર્ષીય પુત્રી સોમવારે સાંજે ભાઈ સાથે કોમન પેસેજમાં બેસી મોબાઇલ પર ગેમ રમતી હતી. આ દરમિયાન બારીની પાળી પર 17 વર્ષની પુત્રી મોબાઇલમાં ગેમ રમવામાં મશગુલ થતા અચાનક બેલેન્સ ન રહેતા 12માં માળની બારીમાંથી સીધી નીચે પટકાય હતી.

પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar

ત્યારબાદ લોહીલુહાણ હાલતમાં તેને હોસ્પિટલમાં ખસેડાય હતી. જોકે સારવાર મળે તે પહેલા જ તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ ઘટના સોમવારે સાંજે બની હતી. ઘટના બની ત્યારે પિતા દુકાને હતા અને માતા ખરીદી કરવા ગઈ હતી. ઘરે 6 વર્ષનો ભાઈ અને બે નાની બહેનો હતી. પિતાની ટેક્સટાઇલ માર્કેટમાં સાડીની દુકાન છે. મૃતકે ઘો-10 સુધી અભ્યાસ કર્યો હતો. ઘટના અંગે પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે, આ સમગ્ર ઘટના સુરતના પાલ-ભાઠા રોડ નજીક સર્જાઈ હતી.

માતા ખરીદી કરવા ગઈ હતી

લોહીલુહાણ હાલતમાં તેને હોસ્પિટલમાં ખસેડાય હતી. જોકે સારવાર મળે એ પહેલાં જ તેનું મોત થયું હતું. આ ઘટના સોમવારે સાંજે બની હતી. ઘટના બની ત્યારે પિતા દુકાને હતા અને માતા ખરીદી કરવા ગઈ હતી. ઘરે 6 વર્ષનો ભાઈ અને બે નાની બહેનો હતી. પિતાની ટેક્સટાઇલ માર્કેટમાં સાડીની દુકાન છે. મૃતક ધો-10 સુધી અભ્યાસ કર્યો હતો. બનાવ અંગે ઈચ્છાપોર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

બનાવ વખતે ભાઈ-બહેન બંને મોબાઇલ પર ગેમ રમતા હતા. જેમાં ભાઈ પેસેજમાં દોઢ ફૂટના પ્લેટફોર્મ પર બેસીને ગેમ રમતો હતો, જ્યારે તેની બહેન બારીની પાળી પર બેઠી હતી. સગીર દીકરીના અકાળે અવસાનથી આખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. આ મામલે પોલીસ ગુનો નોંધીને વધારે તપાસ શરૂ કરી છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317