દીકરો-દીકરી એકસમાન
‘દીકરો-દીકરી એકસમાન’ આ કહેવત હાલમાં સામે આવી રહેલ ઘટનાને જોઈ સાર્થક થઈ હોય એવું જણાઈ રહ્યું છે. ગ્વાલિયરમાં એક હેર સલૂનનાં માલિકે તેની દીકરીના જન્મદિનની ખુશીમાં એક દિવસ માટે ફ્રી હેર કટ કર્યા હતાં. 2 ભાઈઓ સલમાન તથા અરબાઝ ખાન સાથે મળીને આ સલૂન ચલાવી રહ્યાં છે.
તેઓ પોતાના પ્રયાસોથી સંદેશ આપવા માંગે છે કે, ફક્ત દીકરો જ નહિ પરંતુ દીકરીના જન્મ સમયે ઘર-પરિવારમાં ખુશીઓ આવતી હોય છે. 4 જાન્યુઆરીનાં રોજ તેમણે સલૂનમાં ફ્રી હેર કટ કરાવ્યા હતાં. આ બંને ભાઈઓએ પોતાની દુકાનની બહાર એક પોસ્ટર લગાવ્યું છે.
તેની પર લખવામાં આવ્યું હતું કે,, ઘરમાં દીકરીના જન્મને કારણે 4 જાન્યુઆરી 2021 એ અમારૂ સલૂન તદ્દન ફ્રી રહેશે. તેમના કુલ 3 સલૂન છે કે, જે ગ્વાલિયરમાં આવેલ કુમ્હરપુરા, શિવાજી નગર તથા નદીપાર ટાલ વિસ્તારમાં આવેલ છે. લોકોને જેવા આ સલૂનની ફ્રી સર્વિસ વિશે જાણ થઈ કે, સવારથી કટિંગ અને શેવિંગ કરાવવા માટે લોકોની લાઈનો લાગી ગઈ હતી.
સલમાન જણાવે છે કે, આજે પણ એવા કેટલાંક ઘર છે કે, જ્યાં દીકરીનો જન્મ થવાથી લોકો દુઃખી થાય છે. હું આવા લોકોનાં વિચાર બદલવા માંગું છું. સલમાનનાં ઘરે 26 ડિસેમ્બરે દીકરીનો જન્મ થયો હતો. તેઓ દીકરીના જન્મની ખુશી પર કઈક નવું કામ કરવા માંગતો હતો. અનેક લોકોની માટે સલમાન પ્રેરણારૂપ બન્યો છે.
સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ