સાપુતારા પ્રવાસે ગયેલ સુરતી ઓ એ વધઈ ગાર્ડન પર કર્યા ધરણા , ગાર્ડન માં પ્રવેશ ન અપાતા કર્યો વિરોધ

1306
Published on: 10:35 am, Mon, 28 September 20

સાપુતારા ગુજરાત
વધઈ ગાર્ડન

ગુજરાત નું લોકપ્રિય સ્થળ એટલે સાપુતારા , ગુજરાત ના લોકો રજા ના દિવસે ફરવા માટે સાપુતારા જતા હોય છે સાપુતારા ની આસપાસ ગીરા ધોધ , વધઈ ગાર્ડન પણ ફરવા લાયક સ્થળ છે. સુરત ની ગઈ કાલે 50 કરતા વધારે પાસ યુવા ટિમ સાપુતારા ફરવા ગઇ હતી જેમને ત્યાં કડવો અનુભવ થયો હતો.

વાત જાણે એમ છે કે , સુરત , વલસાડ , વાપી , નવસારી સહિત 200 જેટલા લોકો સાપુતારા અને વધઈ ગાર્ડન ફરવા ગયા હતા , અનલોક 4.0 માં સરકાર દ્વાદ ગાર્ડન ખોલવાની મંજૂરી પણ અપાઈ છે , વધઈ ગાર્ડન ટાઈમ 6 વાગ્યા સુધી નો હોય છે જ્યારે ગઈકાલે 5 વાગે ગાર્ડન નો ગેટ બંધ હોવાથી સુંરતી ઓ ગેટ પાસે જ ધરણા પ્રદર્શન ચાલુ કરી દીધું હતું.ગાર્ડન મા પ્રવેશ આપ્યો ન હતો પરંતુ ત્યાં ગેટ બહાર પ્રવેશ ના સમય દર્શાવતા સાઈન બોર્ડ હતાવડાવ્યું હતું કેમ કે તે સાઈન બોર્ડ પર સાંજે 6,00 વાગ્યા સુધી ના પ્રવેશ નું લખાણ દર્શાવવા માં આવેલ હતું.
સ્થાનિક પોલીસ ને વચ્ચે રાખી નવા સમય સાથે ના સાઈન બોર્ડ દર્શાવવા ની બાયેધરી લઈ ત્યાં થી લોક રવાના થયા હતાં

પાસ ટિમ અલ્પેશ કથીરિયા , ધાર્મિક માળવીયા , માઈકલ અને બીજા અન્ય પાસ ટિમ દ્વારા વહેલા ગાર્ડન બંધ કરી દેવાથી ગાર્ડન કર્મચારીઓ વિરુદ્ધ સોસિયલ ડિસ્ટન્સ સાથે ધરણા ચાલુ કર્યુ છે. અંતે ગાર્ડન કર્મચારીઓ એ ગાર્ડન નો ગેટ ખોલી પ્રવસીઓ ને અંદર આવવા દીધા હતા.

યુવા ટિમ દ્વારા ગાર્ડન પર લગાડેલા ટાઈમ ટેબલ ના બોર્ડ પણ ઉતારી લેવામાં આવ્યા હતા. સુરતી એ સાપુતારા માં પણ ડંકો વગાડયો. વધઈ ગાર્ડન ના સ્ટાફ દ્વારા પ્રવાસીઓ ને કહેવામાં આવ્યું હતું કે ભલે ગાર્ડન નો ટાઈમ 6 વાગ્યો લખ્યો છે પરંતુ અમે 5 વાગે ગાર્ડન બંધ કરી દેવી છીએ , સાંભળતા જ પ્રવાસીઓ નું ગુંસ્સો આસમાને પહોંચ્યો અને ધરણા પ્રદર્શન ચાલુ કરી દેતા કર્મચારીઓ એ ભૂલ સ્વીકારી પ્રવાસીઓ ને ગાર્ડન માં પ્રવેશ આપવો પડ્યો હતો..

 

સંવાદદાતાં વિપુલ મુંજાણી
સુરત ગુજરાત

 

 

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો.
વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :   https://chat.whatsapp.com/Fv7xkju4LGzBA6w2Aj70En

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

વોટ્સએપ   2 :   https://chat.whatsapp.com/JwkLhNhBbbtIw6imTMpDN8

વોટ્સએપ   3 : https://chat.whatsapp.com/Euky1JZneQl7tsGmEWotEi

વોટ્સએપ  4: https://chat.whatsapp.com/Fj0tSVRvhtq4c607Z46Qdn

https://www.facebook.com/gujaratupdatenews/
ફેસબુક પેજ
લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ