સૌરાષ્ટ્રમાં તૌકતે વાવાઝોડા વચ્ચે ભૂકંપની નવી આફત,દીવ, ઉના, ગીર-સોમનાથમાં મધરાતે ધરા ધ્રૂજી…

558
Published on: 1:14 pm, Mon, 17 May 21
  • અમરેલી અને ગીર સોમનાથમાં ભૂકંપના આંચકા
  • રિકટર સ્કેલ ઉપર 4.8ની તીવ્રતા
  • રાજુલા નજીક દક્ષિણ-પૂર્વમાં ભૂગર્ભમાં કેન્દ્રબિંદુ
  • રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.8 નોંઘાઈ,
  • રાત્રે 3.40 કલાકે અનુભવાયો ભૂકંપનો આંચકો,
  • અમરેલી,રાજુલા, જાફરાબાદમાં અનુભવાયો આંચકો

ચક્રવાત તૌકતે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, મળી રહેલી માહિતી અનુસાર તે હવે ખૂબ જ તોફાની બન્યું છે. આ ભયાનક વાવાઝોડા વચ્ચે હવે ગુજરાતમાં ભૂંકપ નવી આફત બનીને સામે આવ્યો છે. જણાવી દઇએ કે, સૌરાષ્ટ્રમાં વાવાઝોડા વચ્ચે ભૂંકપનાં આંચકા અનુભવાયા છે.

પવનની ગતિમાં અતિવધારો થાય તો નંબર વધી પણ શકે છે.

એક બાજુ હજુ તો વાવાઝોડાની આફત ટળી નથી ત્યાં વધુ એક કુદરતી આફત આવી છે. સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મધરાતે રાતે સાડાત્રણ વાગ્યાની આસપાસ ધરા ધ્રૂજી ઊઠી હતી, જેમાં જૂનાગઢ જિલ્લાના દીવ, વેરાવળ જિલ્લાના ઉના, ગીર-સોમનાથમાં ધરા ધ્રૂજી ઊઠી હતી. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ મુજબ 4.8 નોંધાઈ છે. આ ઉપરાંત અમરેલી જિલ્લામાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. અમરેલીના રાજુલા, જાફરાબાદ સહિત આસપાસના વિસ્તારોમાં કંપન અનુભવાયું હતું. મહત્ત્વનું છે કે ભૂકંપને પગલે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો મધરાતે જ ઘરની બહાર દોડી આવ્યા હતા.મળતી માહિતી અનુસાર, મધરાતે જે વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે એ જ જગ્યાએ આજે સાંજે ‘તાઉ-તે’ વાવાઝોડું ટકરાશે તેવી શક્યતા છે.

અમરેલી અને ગીર સોમનાથમાં ભૂકંપના આંચકા

ગુજરાત સહિત આખો દેશ કોરોના વાયરસના મોટા સંકટની સામે લડી રહ્યું છે ત્યાં ગુજરાત પર વાવાઝોડાનું મોટું સંકટ આવેલું છે. આ વાવાઝોડું આગામી 24 કલાકમાં ગુજરાતમાં તબાહી મચાવી શકે છે ત્યારે લોકો અત્યારે વાવાઝોડાને લઈને ભયનો માહોલ છે ત્યાં ધરતીકંપના આંચકા આવતા લોકોમાં દહેશત છે.

ફાઇલ તસવીર - Divya Bhaskar

તૌકતે વાવાઝોડાનાં કારણે કેરળ અને ગોવામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે તેના તાજેતરનાં અપડેટમાં જણાવ્યું છે કે આજે સાંજ સુધીમાં તે ગુજરાતનાં દરિયાકાંઠે ટકરાશે અને આ દરમિયાન ભારે વરસાદ અને ભારે પવનની સંભાવના છે. કેરળ, કર્ણાટક, ગુજરાત, ગોવા, મહારાષ્ટ્રમાં રેડ એલર્ટ યથાવત છે અને માછીમારોને દરિયામાં જતા અટકાવવામાં આવ્યા છે. ગુજરાત આ વાવાઝોડાને લઇને NDRF ની ટીમ તૈનાત કરી દેવામાં આવી છે. જો કે આ વચ્ચે હવે ગુજરાતનાં સૌરાષ્ટ્રની વાત કરીએ તો અહી ભૂંકપનાં આંચકા અનુભવાયા છે.

રાત્રે 8 વાગ્યા સુધીમાં વાવાઝોડું ગુજરાત પહોંચી જવાની શક્યતા.

સરકારે વાવાઝોડા સામે લડવા તૈયારી કરી

‘તાઉ-તે’ વાવાઝોડું સોમવારે ગુજરાતના કાંઠે આશરે 175 કિ.મી.ની ઝડપે ટકરાશે, એને લઈને રાજ્ય સરકારે સંપૂર્ણ તૈયારી કરી હોવાનો દાવો કર્યો છે. આ દરમિયાન રાજ્યમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરીને બે દિવસ સુધી લોકોને ઘર બહાર નહીં નીકળવાની પણ અપીલ કરાઈ છે. આ દરમિયાન કાંઠા વિસ્તારના મોટા ભાગના જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે રાજ્યના 15 જિલ્લામાં 70થી 175 કિ.મી.ની ઝડપે પવન પણ ફૂંકાશે.

રાજુલા નજીક દક્ષિણ-પૂર્વમાં ભૂગર્ભમાં 5.2 કિ.મી.નીચે કેન્દ્રબિંદુ

નોંધનીય છે કે આ ભૂકંપના કારણે કોઈ પણ પ્રકારના જાનમાલના નુકસાનની કોઈ જાણકારી હજુ સુધી મળી નથી પરંતુ લોકોમાં એક પ્રકારના ભયનો માહોલ જોવા મળ્યો છે. આ સિવાય હવે તૌકતે વાવાઝોડું પોરબંદર, મહુવા વચ્ચેથી પસાર થઈ શકે છે જેના કારણે આખા સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને લોકોને ઘરની બહાર ન નીકળવા માટે સૂચના આપી દેવામાં આવી છે, દરિયાકાંઠાના જિલ્લાઓમાં સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો, વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ  10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

મોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317