વાવાઝોડાના ચાર દિવસ બાદ પણ ગુજરાતના આટલા ગામો અને શહેરો વીજળી વિહોણા, મરામતની કામગીરી ચાલુ…

515
Published on: 5:53 pm, Fri, 21 May 21
  • ચોથા દિવસે પણ અનેક ગામોમાં અંધારપટ
  • 90 ટકા ગામોમાં હજુ પણ વીજ પૂરવઠો ખોરવાયેલો
  • વીજળી વિના લોકો હેરાન-પરેશાન
  • 90 ટકા ગામોમાં વીજ પૂરવઠો ખોરવાયેલો,40 જેટલા ગામોમાં વીજ પુરવઠો કાર્યરત થયો

સૌરાષ્ટ્રમાં વાવાઝોડાએ સૌથી વધુ નુકશાન પીજીવીસીએલને થયું છે કેટલા ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે તેનો રોજ આંકડો બદલી રહ્યો છે ૧૭મીએ ૮૪૪ ગામો, ૧૮મીએ ૨૭૭૧ અને આજે ૫૨૬૩ ગામોમાં વીજપુરવઠાને અસર પહોચી  છે.તેમાં  એક દિવસમાં ૩૧૦૧ ફિડર રીપેર કરવામાં આવતા ૩૪૪૧ ગામોમાં પાવર સપ્લાય આપી દેવામાં આવ્યો છે.જો કે હજુ ૧૮૨૨ ગામડામાં વીજળી પહોચી નથી જે આવતિકાલ સાંજ સુધીમાં પહોચતી કરવામાં આવનાર હોવાનું સુત્રોએ જણાવ્યુ છે.

વાવાઝોડું ફુંકાયાના ત્રણ દિવસ પછીપણ સૌરાષ્ટ્રના ૧૮૨૨ ગામો અને ૧૦ શહેરોમાં હજુ પાવર સપ્લાય પહોચ્યો નથી વીજ કંપનીની ૭૦૦થી વધુની ટીમ યુધ્ધના ધોરણે પાવર સપ્લાયની કામગીરી શરૂ કરવામાં આવી છે. સમગ્ર સૌરાષ્ટ્રમાં ૭૪૮૨૧ વીજ થાંભલા પડીને પાદર થઈ ગયા છે.ઉના, ગિરગઢડા, અમરેલી, જાફરાબાદ, રાજુલા પંથકના ગામોમાં હજુ પાવર સપ્લાયનો કોઈ અતો પતો નથી કારણ કે વાવાઝોડાએ આ શહેરમાં વિનાશ સર્જયો છે તેથી વીજ થાંભલા, સબસ્ટેશન અને વાયર તૂટી ગયા છે હજુ તો આ વિસ્તારોમાં પાવર સપ્લાય માટેનો સર્વે ચાલી રહ્યો છે. ભાવનગરના ચાર શહેરો અને અમરેલીના ૬ શહેરોમાં હજુ અંધારા છે.

Darkness in this city of Gujarat even after four days of hurricane: People are disturbed due to power outage

હાલમાં જ ટાઉતે વાવાઝોડાએ સમગ્ર સૌરાષ્ટ્ર અને દરિયાકાંઠાનાં ગુજરાતનાં વિસ્તારોમાં તબાહી મચાવી દીધી હતી. 17 અને 18 બંને દિવસ સૌરાષ્ટ્રમાં લાઇટો બંધ હતી. તેવામાં લોકો શું કરે.. હવે આજનાં સમયમાં લાઇટ પંખા વગર તો લોકો રહી લે પણ મોબાઇલ વગર કેમનાં રહી શકે. તેથી જ આ જુગાડુ ગુજરાતીઓએ ખાસ ટેક્નિક અપનાવી અને વગર વીજળીએ મોબાઇલ ચાર્જ કર્યાં.

હળવદમાં વાવાઝોડાની અસરને પગલે પવન અને વરસાદના કારણે વીજ પુરવઠા પર પણ ભારે અસર થઇ છે. છેલ્લા બે દિવસમાં અનેક ગામોમાં વીજળી બંધ થવાના પ્રશ્નો સામે આવ્યા હતા. જોકે પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા સતત મહેનત કરી શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વીજ પુરવઠો પૂર્વવત કર્યો છે. જોકે તાલુકાના ઘણા બધી વાડી વિસ્તારના 108 ફિડરો બંધ હોવાને કારણે આજે પણ વીજળી બંધ છે.

સુરતથી DGVCLની ટીમ સૌરાષ્ટ્ર મોકલાઈ

આ ઉપરાંત દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL) દ્વારા પશ્ચિમ ગુજરાત વીજ કંપનીના (PGVCL) અસરગ્રસ્ત વિસ્તારોમાં પણ વીજ પુરવઠો તાત્કાલિક ધોરણે પુન:શરુ થઇ શકે તે માટે હજીરાથી રો-રો ફેરી દ્વારા ૪૦૦ જેટલા વીજ કર્મીઓનો સમાવેશ કરતી આ ખાસ ૩૦  ટીમો જરૂરી સાધન સરંજામ સાથે ૪૦ વાહનો અને પોલ ઇરેક્શન મશીનથી સજ્જ થઈને ઘોઘા- ભાવનગર ખાતે રવાના થઇ ચુકી છે. આ ખાસ ટીમોમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની(DGVCL) ના ઇજનેરો અને લાઇન સ્ટાફના કર્મચારીઓ તથા કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.

વાવાઝોડને પગલે અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા છે, જેમાં ઉના પાસે ગુજરાતના દરિયા કિનારે વાવાઝોડું ટકરાયું હતું જે બાદ સ્થિતિ થોડી થાડે પડી છે ત્યારે ઉનામાં સતત ત્રણ દિવસથી પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો જોવા મળી રહી છે. હાલ અનેક પેટ્રોલ પંપને નુક્સાન થતા બંધ છે, તેવામાં એક જ પંપ કાર્યરત રહેતા ત્રીજા દિવસે પણ લાંબી લાઈનો જોવા મળી રહી છે. વાવાઝોડા અને ભારે પવન અને વરસાદને કારણે રોડ રસ્તા બિસ્માર થઈ ગયા છે, પેટ્રોલ ડીઝલનો જથ્થો ન પહોંચતા અછત સર્જાઈ છે, જેના કારણે પેટ્રોલ પંપ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવો પડી રહ્યો છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો, વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ  10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

મોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317