ચાલુ શૈક્ષણિક વર્ષના દિવાળી વેકેશન ની તારીખો કરવામાં આવી જાહેર, આટલા દિવસ નું જાહેર કરાયું દિવાળી વેકેશન

827
Published on: 7:15 pm, Tue, 20 October 20

દિવાળી વેકેશન

રાજ્યમાં શૈક્ષણિક 2020-21 માટે શિક્ષણ વિભાગ દ્વારા દિવાળી વેકેશન ની તારીખો જાહેર કરવામાં આવી છે. આ અંગે નો પરિપત્ર પણ જાહેર કરવામાં આવ્યો છે. પરિપત્ર માં નોંધવામાં આવ્યું છે કે આ વર્ષે માત્ર ૨૧ દિવસનું દિવાળી વેકેશન હશે.29-10-2020 થી 18-11-2020 સુધીનું દિવાળી વેકેશન રહેશે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા દર વર્ષે શાળાકીય પ્રવૃત્તિ કેલેન્ડર તૈયાર કરવામાં આવતું હોય છે.

આ વર્ષે કોરોના મહામારી ના કારણે છેલ્લા છ મહિનાથી શાળાઓ બંધ છે ત્યારે કોરોના ના કારણે પ્રત્યેક શૈક્ષણિક કાર્ય શરૂ થયું નથી. જેથી કૅલેન્ડર પણ નિયત થયેલ નથી. કોરોનાની મહામારી ના કારણે દિવાળીના વેકેશન પછી શાળા-કોલેજ ખૂલવાની સંભાવના છે. દિવાળી વેકેશન ટૂંકો હશે.આવા સંજોગોમાં સ્ટાફ માટે દિવાળી વેકેશનના સમય અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. સરકાર મંજૂરી બાદ દિવાળી વેકેશનનો સમયગાળો નિયત કરવામાં આવ્યો છે.

કોરોનાની મહામારી ના કારણે આ વર્ષે દિવાળી વેકેશન 29 ઓક્ટોબર થી 18 નવેમ્બર સુધીનો રહેશે.

કોરોનાના હાહાકારને કારણે રાજ્ય સરકારે એક મહિના પહેલા સ્કૂલો દિવાળી સુધી ન ખોલવાનો નિર્ણય કર્યો હતો. દિવાળી બાદ કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે અને ત્યાર બાદ સરકાર નિર્ણય કરશે. આ વચ્ચે આજે શિક્ષકો માટે એક ખુશ ખબર આવ્યા છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે હવે શિક્ષકોને 21 દિવસનું દિવાળી વેકેશન આપવાનો નિર્ણય કર્યો છે. આમ શિક્ષકો માટે વેકેશન 29 ઓક્ટોબરથી થી18 નવેમ્બર સુધી દિવાળી વેકેશન રહેશે. જ્યારે સત્રાંત પરીક્ષા અંગે હવે પછી નિર્ણય લેવાશે.

સ્કૂલ શરૂ કરવામાં સૌથી મોટી મુશ્કેલી સોશિયલ ડિસ્ટન્સની
ગુજરાતમાં સ્કૂલ ક્યારથી શરૂ કરવી એ બાબતે શિક્ષણમંત્રી સાથે વેબિનારમાં ચર્ચા થઈ હતી કે દેશનાં બીજાં રાજ્યોમાં તબક્કાવાર શાળાઓ શરૂ કરવામાં આવી રહી છે અને ગુજરાતમાં પણ મોટા ભાગના કામ-ધંધા શરૂ થઈ ગયા છે અને કોરોના પરિસ્થિતિને અનુકૂળ બનતા ગયા છે ત્યારે સૌથી વધુ મુશ્કેલી શાળાની અંદર રહેવાની છે, પરંતુ પરિસ્થિતિને ધ્ચાનમાં રાખી સ્કૂલ શરૂ કરી દેવી જોઈએ.

રાજ્યમાં 16 માર્ચથી રાજ્યમાં સ્કૂલો બંધ
આ પહેલાં રાજ્ય સરકારે ગુજરાતમાં કોરોનાની એન્ટ્રી થઈ એ સમયે એટલે કે 15 માર્ચના રોજ ગુજરાતની તમામ શાળાઓ, કોલેજો,શૈક્ષણિક સંસ્થાઓમાં 16 માર્ચથી બે અઠવાડિયાં માટે એટલે કે 29 માર્ચ સુધી શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કર્યો હતો. જોકે બોર્ડ પરીક્ષાઓ યથાવત્ રાખવામાં આવી હતી. ત્યાર બાદ જેમ જેમ કોરોના બેકાબૂ બનતો ગયો તેમ તેમ સ્કૂલ-વેકેશન લંબાવવામાં આવ્યું હતું. આમ, લગભગ 7 મહિના કરતા વધુ સમયથી સ્કૂલો બંધ છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. 

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ