ઝારખંડ : ભણવા માટે રસ્તા પર કેરી વેચતી હતી, મુંબઈના બિઝનેસમેને 1.20 લાખમાં 12 કેરી ખરીદી લીધી

917
Published on: 2:21 pm, Wed, 30 June 21

ઝારખંડના જમશેદપુરની એક છોકરી ઓનલાઈન ક્લાસમાં ભણવા માટે સ્માર્ટફોન ખરીદવા માંગતી હતી. 11 વર્ષની તુલસી કુમારી રસ્તા કિનારે કેરી વેચે છે. છોકરીને આ હાલમાં જોઈને અમેય નામની વ્યક્તિ એકદમ ચકિત રહી ગયો. ત્યારબાદ તેણે 12 કેરી 1 લાખ 20 હજાર રૂપિયામાં ખરીદી લીધી. એટલે કે દરેક કેરીના તેણે 10 હજાર રૂપિયા આપ્યા. ગત બુધવારે અમેયે પૈસા છોકરીના પિતા શ્રીમલ કુમારના એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા હતા.

જોકે કોરોનાને કારણે પિતાની નોકરી જતી રહી હતી, જેનાથી ચિંતામાં વધારો થયો હતો. જોકે આવી વિકટ પરિસ્થિતિએ પણ બાળકીનો જુસ્સો અકબંધ રાખ્યો હતો. સ્ટ્રેટ માઈલ્સ રોડ પર રહેતી તુલસીએ પૈસા કમાવાનો એક ઉપાય શોધી કાઢ્યો. તુલસી રોજ પોતાના બગીચામાંથી કેરી પસંદ કરતી અને તેને રસ્તા પર બેસીને વેચતી હતી. જે પૈસા મળતા તેને તે ભેગા કરવા લાગી કે જેથી સ્માર્ટફોન ખરીદીને ઓનલાઈન અભ્યાસ કરી શકે.

વ્યક્તિએ 12 કેરીના 1.2 લાખ રૂપિયા આપ્યા

અમેય વેલ્યુએબલ એડુટેન્મેન્ટ પ્રાઈવેટ લિમિટેડ ના મેનેજિંગ ડાયરેક્ટર છે. તેમણે 11 વર્ષની તુલસીના સંઘર્ષ વિશે સ્થાનિક મીડિયા દ્વારા જાણ્યું. મીડિયા સાથે વાતચીતમાં છોકરીએ પોતાના પરિવારની આર્થિક સ્થિતિ વિશે જણાવ્યું હતું. ઓનલાઈન ક્લાસ એટેન્ડ કરવા માટે સ્માર્ટફોન જરૂરી હતો. જેના કારણે તે અભ્યાસ છોડીને રસ્તા પર કેરી વેચી રહી હતી.

રસ્તા પર કેરી વેચતી તુલસીની તસવીર સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી. - Divya Bhaskar

સોશિયલ મીડિયામાંથી મળી મદદ
બાગુન્હાતુ સરકારી સ્કૂલમાં 5મા ધોરણમાં ભણતી તુલસી પૈસાની અછતને કારણે ભણવાનું છોડવાની અણીએ પહોંચી ગઈ હતી. ઘરની આર્થિક હાલત સારી નથી, તો બીજી તરફ તુલસીને ભણવાનું જુનૂન પણ છે. હાલ લોકડાઉન ચાલી રહ્યું છે અને ઓનલાઈન ક્લાસ માટે મોબાઈલની તાતી જરૂર હતી. તેથી તુલસી દરરોજ બગીચામાંથી કેરી તોડીને રસ્તા પર બેસીને વેચતી હતી. આ દરમિયાન તેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ ગઈ હતી. એ બાદ મુંબઈના બિઝનેસમેન અમેયા હેતે તુલસીની મદદ માટે આગળ આવ્યા.

ઘરમાં અભ્યાસ કરતી તુલસી પોતાની બે બહેનોની સાથે ટીચર બનવા માગે છે.

મુંબઈના બિઝનેસમેન અમેયા હેતે પાસેથી મળેલા 1 લાખ 20 હજાર રૂપિયામાંથી બાળકીએ 13 હજાર રૂપિયાનો મોબાઈલ ફોન ખરીદ્યો છે. પરિવારે બાળકીના નામે 80 હજાર રૂપિયા ફિક્સ્ડ ડિપોઝિટ કરી દીધા છે, જેથી તેને આગળ ભણવામાં કોઈ મુશ્કેલી ન પડે. અમેયા હેતેએ જણાવ્યું હતું કે તુલસીના પિતા શ્રીમન કુમારની કોરોનામાં નોકરી છૂટી ગઈ. એવામાં બાળકીના ભવિષ્યને લઈને તેઓ ઘણા જ ચિતિંત હતા. હવે તુલસીના અભ્યાસનો ખર્ચ તેઓ સમયાંતર ઉઠાવતા રહેશે. તુલસીને બુક ખરીદીને આપી દેવાઈ છે. મોબાઈલ પણ એક વર્ષ માટે રિચાર્જ કરાવી દીધો છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317