પુણે : સિરમ કોરોનાની વેક્સિન બનાવતી કંપની માં ભીષણ આગ લાગી, અહીં વેક્સિનના કરોડો ડોઝ સ્ટોરમાં…

859
Published on: 3:49 pm, Thu, 21 January 21

પુણે 

ભારતમાં કોરોનાની વેક્સિન કોવિશિલ્ડ બનાવતી સિરમ ઈન્સ્ટિટ્યૂટમાં આગ લાગી છે. આ આગ પુણેની SSIની ઈમારતમાં ટર્મિનલ ગેટ-1 પાસે લાગી છે. આગ લાગવાનું કારણ હજી સામે આવ્યું નથી. અહીં વેક્સિનના કરોડો ડોઝ તૈયાર કરીને રાખવામાં આવ્યા છે.

પુણેના મંજરીમાં આવેલા સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈ્ડિયાના નવા પ્લાન્ટમાં આગ લાગી છે. 300 કરોડના ખર્ચે બનેલા આ પ્લાન્ટમાં કોરોના વેક્સિન કોવિશિલ્ડનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવે છે. ગયા વર્ષે જ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને આ પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું છે. જોકે હજી આ પ્લાન્ટમાં વેક્સિનનું ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું નહતું.

ઘટના સ્થળ પર 7થી 8 ગાડીઓ હાજર છે અને તે આગ ઓલવવાનો પ્રયત્ન કરી રહી છે. હજી સુધી આગ પર કાબુ મેળવી શકાયો નથી. આગ લાગવાનું કારણ અને ટર્મિનલમાં કેટલા લોકો ફસાયેલા છે તે વિશેની માહિતી પણ હજી સામે આવી શકી નથી. પાંચ ફ્લોરના આ પ્લાન્ટમાં કોવિશિલ્ડનું પ્રોડક્શન ટૂંક સમયમાં જ શરૂ થવાનું હતું.

પૂણેના સિરમ ઇન્સ્ટિટ્યૂના બીજા માળે આગનો બનાવ બન્યો છે. સદનસીબે જ્યાં કોરોના વેક્સિન બને છે તે પ્લાન્ટ સલામત હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. આ આગ સીરમના નવા પ્લાન્ટમાં લાગી છે.

મહારાષ્ટ્રના પૂણેની મંજરી સ્થિત સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયાના નવા પ્લાનમાં આગનો બનાવ બન્યો છે. 300 કરોડના ખર્ચે બનેલ આ પ્લાનટ કોરોના વેક્સિન કોવશિલ્ડનું મોટા પાયે પ્રોડ્કશન કરવાની યોજના છે. ગત વર્ષે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોકટર હર્ષવર્ધને આ પ્લાન્ટનું ઉધ્ધાટન કર્યું હતું, પરંતુ આ પ્લાન્ટમાં હાલ વેક્સિનનું ઉત્પાદન શરુ કરવામાં આવ્યું નથી.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317