સુરત : ફૂટપાથ પર સુતેલી 7 વર્ષની બાળકીનું અપહરણ કરી હવસખોરે આચર્યું દુષ્કર્મ, જુઓ CCTV ફૂટેજ…

1454
Published on: 6:49 pm, Wed, 17 February 21
સુરત ગુજરાત

હાલમાં સુરત સહીતના ઘણા એવા શહેરો છે જેમાં બળાત્કારના કેસોમાં દિવસેને દિવસે વધારો થતો જાય છે. આ દરમિયાન ફરીવાર એક એવો કેસ સામે આવ્યો છે જેમાં આદિવાસી પરિવારની માસૂમ બાળકી દુષ્કર્મનો શિકાર બની હતી. મધરાત્રે માતા પાસે સૂતેલી સાત વર્ષીય બાળકીને ઉપાડી જઈને હવસખોરે દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે ગણતરીના કલાકોમાં આ ગુનેગારને ઝડપી પાડ્યો હતો અને બાળકીનું તબીબી પરિક્ષણ કરાવ્યું હતું.

સુરત શહેરમાં ફરી એકવાર માનવજાતે શરમાવવું પડે તેવો બનાવ બન્યો છે. અહીં પરિવાર સાથે ફૂટપાથ પર રહેતી ફક્ત સાત વર્ષની બાળકી સાથે હેવાનિયતભર્યું કૃત્ય કરવામાં આવ્યું છે. બાળકીનું કોઈ ઇસમ અપહરણ કરી ગયો હતો. જે બાદમાં તેના શરીર પર બચકાં ભરવામાં આવ્યા હતા. સાથે જ દુષ્કર્મ પણ આચરવામાં આવ્યું હતું. આ કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે બાળકી સાથે હેવાનિયતભર્યું કૃત્ય કરનાર શખ્સને તડીપાર કરવામાં આવ્યો હતો. જોકે, તેણે તડીપારનો ભંગ કરીને બાળકી સાથે આવું કૃત્ય આચર્યું હતું.

જૂના લાલગેટ ત્રણ રસ્તા પાસે ફૂટપાથ પર રહેતાં મૂળ અંકલેશ્વરના વતની મહિલા ભિક્ષા માગીને પોતાનું જીવન ગુજારે છે. તેમણે એક સાત વર્ષની દીકરી છે. ગઈ 15મી એ મધરાત્રે 3 વાગ્યે બાળકી માતા સાથે ફૂટપાથ પર સૂતેલી હતી. ત્યારે જમ્મુ પઠાણ નામનો એક યુવક બાળકીનું મોઢું દબાવી ઉપાડી ગયો હતો. અહીં નજીકમાં આવેલાં મેરેજ શોરૂમના ફૂટપાથ પાસે બાળકીને લઈ જઈ બળાત્કાર આચર્યો હતો. જોકે બાળકી ખુબ મહેનત બાદ નરાધમની પકડમાંથી છટકી જતાં માતા પાસે આવી ગઈ હતી.

સુરત: સાત વર્ષની બાળકી સાથે હેવાનિયત, અપહરણ બાદ શરીરે બચકાં ભરી દુષ્કર્મ આચર્યું

આ દરમિયાન, જમ્મુ પઠાણ ભાગી ગયો હતો. બાળકીએ સમગ્ર હકીકત જણાવતાં માતાના પગતળેથી જમીન સરકી ગઈ હતી. આ અંગે માતાએ સ્થાનિક લોકો સાથે જમ્મુ પઠાણની શોધખોળ કરી હતી. જોકે તેની કોઈ જાણકારી ન થતા પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી ગણતરીના કલાકોમાં જમ્મુ પઠાણને પકડી પાડ્યો હતો.

આ દરમિયાન નરાધમ રાત્રે અઢી વાગ્યાની આસપાસ બાળકીનું અપહરણ કરી ગયો હતો. બાળકી અવાજ ન કરે તે માટે નરાધમે તેણીનું મોઢું દબાવી દીધું હતું. જે બાદમાં તેણે બાળકી સાથે હેવાનિયતભર્યું કૃત્ય કર્યું હતું. થોડા સમય બાદ બાળકી રડતી રડતી પોતાના પરિવાર પાસે આવી હતી. બાળકીએ તેની સાથે જે પણ થયું હતું તે વિગત તેની માતાને જણાવી હતી. આ સાંભળીને તેની માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી.

જમ્મુ પઠાણ રીઢો ગુનેગાર છે. આ ઉપરાંત તેની સામે મારપીટ ધાકધમકી સહિતના ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. અને પોલીસે તેને અગાઉ તડીપાર પણ કર્યો હતો. પોલીસ દ્વારા બાળકીનું તબીબી પરિક્ષણ પણ કરાવવામાં આવ્યું છે. અને વધુ તપાસ એસસીએસટી સેલના એસીપી આર કે ઝાલા ચલાવી રહ્યા છે.

આરોપીએ કબૂલાત કરી છે કે તેણે બાળકીને 10 રૂપિયા આપીને બળાત્કાર ગુજાર્યો હતો. બાળકી એટલી નાની છે કે તેણી તેની સાથે શું બન્યું છે તેનું યોગ્ય વર્ણન પણ કરી શકતી નથી. પૂછપરછ દરમિયાન બાળકીને જ્યારે રમવા માટે ટેડી બિયર આપવામાં આવ્યું ત્યારે તેણીએ ટેડી બિયરનું ગળું દબાવીને કહ્યું હતું કે, આરોપીએ આ રીતે મારું ગળું દબાવ્યું હતું. આ ઉપરાંત બાળકીના શરીર પર બચકાં ભર્યાંના નિશાન જોવા મળ્યા છે.

પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે આરોપી જમ્મુ પઠાણને શહેરમાંથી તડીપાર કરવામાં આવેલો છે. જમ્મુ પઠાણ હત્યાના પ્રયાસના એક કેસમાં આરોપી છે. અશરફ નાગોરીની હત્યાના પ્રયાસમાં પોલીસે જમ્મુ પઠાણની પણ ધરપકડ કરી હતી. જમ્મુ પઠાણ તડીપારની મર્યાદા પૂરી થાય તે પહેલા જ શહેરમાં જોવા મળતા પોલીસે આ મામલે પણ ગુનો નોંધી વધારે તપાસ શરૂ કરી છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317