સેલિબ્રિટી : લોકગાયિકા ગીતા રબારીને ઘરે જઈને રસી અપાતા છંછેડાયો વિવાદ, આરોગ્ય કર્મચારીને નોટીસ..

1082
Published on: 1:52 pm, Sun, 13 June 21
  • લોક ગાયિકા ગીતા રબારી આવ્યા વિવાદમાં
  • ઘરે જઈને વેક્સિનની રસી આપતા વિવાદ
  • DDOએ CDHOને કાર્યવાહી કરવા કર્યો આદેશ
  • DDOને ફરિયાદ કરવામાં આવતા આરોગ્ય વિભાગનાં કર્મચારીને નોટિસ 
  • માધાપરના ફિમેલ હેલ્થ સુપરવાઇઝરને આજ બપોર સુધી ખુલાસો કરવા નોટિસ

લોક ગાયિકા ગીતા રબારી વિવાદમાં આવ્યા બાદ ઘરે જઈને કોરોનાની વેક્સિન આપવવા મામલે આરોગ્ય કર્મી ચંદ્રિકાબેને ભૂલને સ્વીકારી હતી જ્યારે ગીતા રબારીના પતિએ ખુલાસો કરતા કહ્યું હતું કે અમે વેક્સિન સેન્ટર પર જઈને લીધી હતી પરતું ફોટો ઘરે પડાવ્યો હતો.

રસી લઈ રહેલા ગીતા રબારીના પતિ.

પ્રસિદ્ધ લોકગાયિકા ગીતા રબારી કોરોનાની રસી લઇને વિવાદમાં સપડાયા છે. શનિવારે ગાયિકા ગીતા રબારી અને તેમના પતિએ પોતાના ઘરે જ કોરોનાની રસી લીધાની પોસ્ટ મૂકી હતી. જે બાદ ઘણો જ વિવાદ થયો હતો. જેના કારણે તેમણે એ પોસ્ટ ડિલીટ કરવી પડી હતી. કચ્છ DDOને ફરિયાદ કરવામાં આવતા આરોગ્ય વિભાગનાં કર્મચારીને નોટિસ આપીને આ અંગેનો ખુલાસો માંગ્યો છે.

ગીતા રબારી એ શનિવારે પોતાના ઓફિશિયલ ફેસબુક પેજ પર શેર કર્યું હતું કે તેમણે પોતાના ઘરે કોરોનાની વેક્સીન લીધી છે. અને તેના ફોટા પણ અપલોડ કર્યા હતા. ફોટામાં કોઇ સેન્ટર પર વેક્સીન લેવાના બદલે વૈભવી ઘરમાં વેક્સીન લેવાના દ્વશ્યો જોઇ વિવાદ સર્જાયો હતો.

રસી લઈ રહેલી લોકગાયિકા ગીતા રબારી - Divya Bhaskar

એકબાજુ લોકોને સ્લોટ નથી મળતાં ને અહીં ઘરે જઈ રસી અપાય છે

એક બાજુ કોરોના સામે રક્ષણ આપતી રસી લેવા 18થી 44 વર્ષની વ્યક્તિઓ ઓનલાઈન રજિસ્ટ્રેશન માટે પરેશાન થઈ રહ્યા છે, લોગ ઈન થાય એ પહેલાં લોગ આઉટ કરી દેવાય છે, પસંદગીના અને નજીકના સ્થળે કેન્દ્ર ન મળવાથી બે-બે કલાકની મુસાફરી કરી રસી લેવા જઈ રહી છે અને બીજી બાજુ સેલિબ્રિટીઓને વગર રજિસ્ટ્રેશને તેમના ઘરે જઈને રસી આપવાની સુવિધા કરી અપાયાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં લોકગાયિકા ગીતા રબારી અને તેમના પતિ સહિત પરિવારજનોને ઘરે જઈને રસી આપવાની સુવિધા કરી અપાઈ છે.

DDOએ CDHOને કાર્યવાહી કરવા કર્યો આદેશ

ગીતા રબારીએ શનિવારે ટ્વિટર મારફતે પોતાના ઘરે કોરોના સામે રક્ષણ આપતી રસી હોય તેવો ફોટો પોસ્ટ કર્યો હતો, જે બાદ વિવાદ થતા પોસ્ટ ડિલીટ કરી નાખી હતી. પરંતુ, સમગ્ર મામલામાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા ઘેરાઈ જતા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને કાર્યવાહી કરવા આદેશ કરવામા આવ્યા છે. જેના પગલે સી.ડી.એચ.ઓ. ડો. જનક માઢકે માધાપરના ફિમેલ હેલ્થ સુપરવાઈઝરને નોટિસ ફટકારી રવિવાર બપોરે 12 વાગ્યા સુધી ખુલાસો માગ્યો છે.

Singer Geeta Rabari goes home to vaccinate celebrities? Controversy erupts over Gita Rabari going home and getting vaccinated

માધાપર પીએચસીનાં ડોક્ટર સીજુ કીર્તિનાં જણાવ્યા પ્રમાણે, ગીતા બેને ધોરીથી તેમનું ઓનલાઇન સર્ટિકિટેક બૂક કરાવ્યું હતું પરંતુ છેલ્લી ઘડીએ તેઓ ધોરી જઇ શકે તેમ ન હતા. એટલે તેમણે અમારા બેનને વિનંતી કરી કે, તમારી પાસે કોઇ વેસ્ટમાં વધતા હોય તો મને મૂકી આપો. અમને ઉપરથી સૂચના છે કે, વેસ્ટમાં કોઇ રસી જાય તે પહેલા કોઇને બોલાવીને ઓન ધ સ્પોટ રસી આપી શકાય.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317