ગુજરાતનો પ્રથમ કિસ્સો : સુરતમાં 14 દિવસના નવજાત બાળકને કોરોના ભરખી ગયો, 11 દિવસની સારવાર બાદ મોત..

1757

સુરતમાં કોરોનામાં સપડાતાં બાળકોની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. થોડા દિવસો પહેલાં 13 વર્ષના મોટાવરાછાના બાળકનું કોરોનાથી મોત થયું હતું. ત્યાર બાદ આજે સુરત સિવિલ હોસ્પિટલમાં 14 દિવસના નવજાત માસૂમનું કોરોનાથી મોત થતાં તંત્ર અલર્ટ થઈ ગયું છે. કિડની અને ખેંચની બીમારી સાથે કોરોના સાથે ગુજરાતમાં 14 દિવસના બાળકનું કોરોનાની 11 દિવસની સારવાર બાદ મોતનો કદાચ પહેલો કેસ માનવામાં આવી રહ્યો છે.

સુરતમાં કોરોનાને લઈને વધુ એક કરૂણાંતિકા સર્જાઈ છે કોરોના ખપ્પરમાં અત્યાર સુધીમાં અનેક લોકો હોમાઈ ગયા પરંતુ રાજ્યનો પ્રથમ એવો કિસ્સો સુરતમાં નોંધાયો છે, જેમાં માત્ર 14 જ દિવસની બાળકીને કોરોના ભરખી ગયો અને બાળકનું મોત નીપજ્યું છે. બાળકના જન્મના ત્રીજા દિવસે તેની તબિયત બગડતાં સારવાર અર્થે  વ્યારા હૉસ્પિટલમાં ખસેડાયી હતી જોકે, ત્યાંથી કોરોના પોઝિટિવ જણાતા બાળકને સારવાર અર્થે સુરત સિવિલ ખાતે લાવવામાં આવી હતી. પરંતુ બાળકનો જીવ બચી શક્યો ન હતો. આ દુખદ ઘટનાને કારણે માતા પિતા અને સમગ્ર પરિવારમાં શોક છવાઈ ગયો છે.

નવજાતની હાલત ખરાબ થતાં સારવાર અર્થે વ્યારા બાદ સુરત ખેસડવામાં આવ્યું હતું.

જન્મના ત્રીજા દિવસે તબિયત લથડી

રોહિત વસાવા (નવજાત બાળકના પિતા)એ જણાવ્યું હતું કે બાળકના જન્મના ત્રીજા દિવસે પુત્રની તબિયત બગડી હતી. અમે વ્યારા લઈ ગયા હતા, જ્યાં કેટલાક રિપોર્ટ બાદ બાળક કોરોના પોઝિટિવ હોવાનું કહી અમને બાળક સાથે સુરત સિવિલ હોસ્પિટલમાં રિફર કરી દેવાયા હતા.

સુરતમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે.  શહેરમાં મોતનું તાંડવ સૌથી વધુ જોવા મળી રહ્યું છે. કોરોનાના કેસો જે પ્રકારે વધી રહ્યા છે તેજ સુરતમાં કોરોનાથી ગંભીર સ્થિતિ સામે આવે છે. કોરોનાની આ ગંભીર સ્થિતિમાં હવે બાળકો પણ સપડાઈ રહ્યા છે. સુરતમાં 13 વર્ષના બાળકનું કોરોનાથી મોત બાદ સુરતમાં 11 દિવસની બાળકી કોરોના ગ્રસ્ત થઇ હતી અને વેન્ટિલેટર પર શ્વાસ લઇ રહી હતી.

નવજાતના પીએમ કરવાની દિશામાં કામ હાથ ધરવામાં આવ્યું હતું.

બાળકનો રેપિડ ટેસ્ટ પોઝિટિવ હતો

વિજય શાહ (બાળ નિષ્ણાત, સુરત સિવિલ હોસ્પિટલ)એ જણાવ્યું હતું કે, બાળકનો જન્મ થયો હતો ત્યારે એનું વજન 2 કિલો 800 ગ્રામ હતું. બાળકને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લવાયુ ત્યારે 2 કિલો 200 ગ્રામ હતું. બાળકને ઝાડા-તાવ સાથે ડી હાઈડ્રેશન, જુદા જુદા ઇન્ફેક્શન અને રેપીડ ટેસ્ટ પોઝિટિવ સાથે સિવિલ લવાયું હતું. સેપ્ટિસિમિયાના કારણે બાળકનું મોત નીપજ્યું છે. બાળકને કોરોના પોઝિટિવ હતું. પણ બીજી બીમારીને કારણે મૃત્યુ થયું હોય એ વાત પાક્કી છે.

ઉલ્લેખનીય છે કે, મૃત બાળકનો પરિવાર ખેતીવાડી કરી ગુજરાન ચલાવે છે અને માતાની આ બીજી પ્રસુતિ હતી. પહેલી પ્રસૂતિમાં તેઓએ દીકરીને જન્મ આપ્યો હતો. નોંધનીય છે કે, હવે વૃદ્ધોની સાથે સાથે યુવાનો અને બાળકોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે બાળકોને કોરોના સંક્રમણથી બચાવવા માટે માતા-પિતાઓ તકેદારી રાખે તે જરૂરી બન્યું છે.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

મોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317