- અરવિંદ કેજરીવાલ અને સોનુ સુદ વચ્ચે મુલાકાત
- મુલાકાત પૂર્વે દિલ્હીનું રાજકારણ ગરમાયું
- પોલીટીક્સ જોઇન કરશે સોનુ સૂદ?
- અભિનેતાએ આપ્યો જોરદાર જવાબ
- સોનુ સૂદ તથા અરવિંદ કેજરીવાલની મુલાકાત દરમિયાન દિલ્હીની ડેપ્યુટી CM (ચીફ મિનિસ્ટર) તથા એજ્યુકેશન મિનિસ્ટર મનીષ સિસોદિયા પણ હાજર હતા
- કોરોના સમયની કામગીરીથી ચર્ચામાં અભિનેતા
કોરોનાકાળમાં લોકોની મદદ કરીને ચર્ચામાં આવેલો એક્ટર સોનુ સૂદે શુક્રવાર, 27 ઓગસ્ટના રોજ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુલાકાત લીધી હતી. સોનુ સૂદ તથા અરવિંદ કેજરીવાલની મુલાકાત દરમિયાન દિલ્હીની ડેપ્યુટી CM (ચીફ મિનિસ્ટર) તથા એજ્યુકેશન મિનિસ્ટર મનીષ સિસોદિયા પણ હાજર રહ્યા હતા. આ મુલાકાત બાદ દિલ્હીના મુખ્યમંત્રીએ સોનુ સૂદની સાથે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી.
Addressing an important Press Conference | LIVE https://t.co/GzfB9Su9iq
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 27, 2021
ઘણા સમયથી સોનુ રાજકારણમાં જોડાશે કે નહી તેને લઇને ચર્ચાઓ તેજ થઇ હતી અને સોનુએ તે વાતનો જવાબ પણ આપ્યો હતો કે તેણે પોતાના ફિલ્મી કરિયરમાં ઘણું કરવાનું બાકી છે માટે તેણે રાજકારણ વિશે કંઇ વિચાર્યુ નથી પરંતુ હાલમાં તેણે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત કરી છે.
જ્યારે સોનુ સુદને પોલિટીક્સ જોઇન કરવા માટે પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું કે, કશું જ રાજનૈતિક નથી. મને લાંબા સમયથી પોલિટિક્સમાં જોડાવાની તક મળતી આવી છે પરંતુ મને રસ નથી. મારો એવો કોઇ ઇરાદો નથી. જેના વિચાર સારા છે તેને દિશા જરૂર મળે છે.
સોનુ સૂદને મળ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં બાળકો માટે દેશમાં મેન્ટર કાર્યક્રમ શરૂ કરવાની જાહેરાત કરી છે અને આ મેન્ટર કાર્યક્રમનો બ્રાન્ડ એમ્બેસેડર સોનુ સૂદ છે. કેજરીવાલે કહ્યું હતું કે આજે તે પૂરા દેશ માટે પ્રેરણાસ્ત્રોત બની યો છે. આજે આટલી બધી સરકારો જે નથી કરી શકતી તે સોનુ સૂદ કરી રહ્યો છે. જે પણ સોનુ સૂદ પાસે મદદ માગે છે, તે તેની મદદ કરે છે. ગરીબ બેકગ્રાઉન્ડમાંથી આવેલા બાળકો ઘણું બધું કરવા માગે છે, પરંતુ તેમને ગાઇડ કરનારું કોઈ નથી.
સોનુને પૂછવામાં આવ્યું કે તે રાજકારણમાં ઝંપલાવશે? તો તેણે કહ્યું હતું કે હાલમાં તેનો આવો કોઈ ઈરાદો નથી. સોનુએ કહ્યું હતું, ‘જે સારું કામ કરશે, તેની પાછળ-પાછળ આવી જશે.’ સોનુએ એમ પણ કહ્યું હતું કે લાંબા સમયથી રાજકીય પાર્ટીઓની ઑફર આવે છે.
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
વોટ્સએપ 8 : Whatsapp
વોટ્સએપ 9 : Whatsapp
વોટ્સએપ 10 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317