રાતે 3 વાગ્યે આર્મીની જિપ્સી પલટતાં જ લાગી આગ, 3 જવાન જીવતા સળગી ગયા, 5 ગંભીર..

2625
બુધવાર રાત્રે આર્મીની જિપ્સી અનિયંત્રિત થઈને ખાડામાં પલટી ગઈ, બેભાન થયેલા 3 જવાન આગની ઝપટમાં આવી જતાં થયું મોત

ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પાસે આવેલા શ્રીગંગાનગર જિલ્લાના રાજિયાસર પોલીસ સ્ટેશનની હદમાં બુધવાર રાત્રે એક મોટી દુર્ઘટના થઈ છે. અહીં ભારતીય સેના ની એક જિપ્સી દુર્ઘટનાગ્રસ્ત થઈ ગઈ. દુર્ઘટના બાદ જિપ્સી પલટી ગઈ અને તેમાં આગ લાગી ગઈ. તેનાથી જિપ્સીમાં સવાર આર્મીના ત્રણ જવાનોનાં મોત થયા.

જોકે કેવી રીતે આ દુર્ઘટના ઘટી એનો હજી ખુલાસો થયો નથી. શરૂઆતમાં એવા સમાચાર આવ્યા હતા કે જિપ્સી નહેરમાં પલટી ખાઈ જવાથી આગ લાગી. જો આમ થયું હોત તો પાણીથી આગ બુઝાઈ ગઈ હોત. માનવામાં આવી રહ્યું છે કે જિપ્સીમાં યુદ્ધઅભ્યાસ માટે દારૂગોળો અને અન્ય જ્વલનશીલ પદાર્થ રાખવામાં આવ્યા હતા. આ કારણે આગ લાગી હોઈ શકે છે. આગ એટલી ઝડપથી ફેલાઈ કે જવાનોને ભાગવાની પણ તક ન મળી.

દુર્ઘટનામાં ત્રણ જવાનનાં ઘટનાસ્થળે મોત થયાં.

પોલીસના જણાવ્યા અનુસાર, દુર્ઘટના સૂરતગઢ-છતરગઢ રોડ પર ઈન્દિરા ગાંધી કેનાલની 330 RDની પાસે બુધવાર અડધી રાત્રે લગભગ અઢી-ત્રણ વાગ્યે થઈ. અહીં આર્મીની એક જિપ્સી અનિયંત્રિત થઈને ખાડામાં પલટી ગઈ. પલટતાં જ જિપ્સીમાં ભીષણ આગ લાગી ગઈ. દુર્ઘટનામાં જિપ્સીમાં સવાર આર્મીના 3 જવાનનું આગની ઝપટમાં આવી જતાં મોત થયું. બીજી તરફ પાંચ જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલ જવાનોને સૂરતગઢના ટ્રોમા સેન્ટરમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ મિલિટ્રી હૉસ્પિટલ લઈ જવામાં આવ્યા છે.

બેભાન થઈને જિપ્સીમાં જ ફસાઈ ગયા હતા જવાન

મળતી માહિતી મુજબ, દુર્ઘટના બાદ જિપ્સીમાં સવાર ત્રણ જવાન ઘાયલ થઈને બેભાન થઈ ગયા હતા. તેઓ જિપ્સી માં જ ફસાઈ ગયા હતા. તેના કારણે તેઓ આગ ની ઝપટમાં આવી ગયા. મૃતકોમાં આર્મીના સુબેદાર હોવાનું કહેવાય છે. અન્ય બે આર્મીના જવાન છે.

જવાન બઠિંડાના 47-AD યુનિટના હોવાનું કહેવાઈ રહ્યું છે

Ipl की ताज़ा खबरे | ब्रेकिंग और लेटेस्ट न्यूज़ in Hindi - News18 India

આ તમામ જવાન યુદ્ધ અભ્યાસ માટે સૂરતગઢ આવ્યા હતા. ઘટના બાદ આસપાસના ગામ લોકોએ કોઈક રીતે આગ પર કાબૂ મેળવ્યો પરંતુ ત્યાં સુધીમાં 3 જવાનનાં મોત થઈ ચૂક્યા હતા. ગામ લોકોએ જાણ કરતાં રાજિયાસર પોલીસ સ્ટેશનના કર્મીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને પાચ ગંભીર રીતે ઘાયલ જવાનોને સૂરતગઢની ટ્રોમા હૉસ્પિટલમાં લઈ ગયા.  આ ટાસ્કને પૂરી કરતી વખતે આ દુર્ઘટના ઘટી છે. આર્મીના આ જવાનો બઠિંડાની 47-AD યુનિટના હોવાનું કહેવાઈ રહ્યું છે. આ બધા જવાનો યુદ્ધઅભ્યાસ માટે સુરતગઢ આવ્યા હતા.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317