વડોદરાના એજાઝે અનિલ નામથી હિન્દુ મહિલાને ફસાવી દુષ્કર્મ ગુજાર્યું, 6 છોકરીને ફસાવીને સંબંધ બાંધ્યા છે..

772
Published on: 3:17 pm, Sat, 7 August 21
  • સોશિયલ મીડિયા પર ખોટી ઓળખથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી પ્રેમજાળમાં ફસાવી
  • સુરતમાં રહેતા અને જામનગર SRPમાં ફરજ બજાવતા એજાઝ સામે ફરિયાદ
  • વડોદરાની પરિણીતા પર વિધર્મી જવાનનું દુષ્કર્મ,’6 છોકરીને ફસાવીને સંબંધ બાંધ્યા છે
  • સયાજીગંજની હોટલ, સુરતના ઘરમાં દુષ્કર્મ કરી વીડિયો વાઇરલ કરવા ધમકી આપી

શહેરની હિન્દુ પરિણીત મહિલાને સુરતનાં અને જામનગરમાં એસઆરપીની ફરજ બજાવતા જવાન એજાઝ શેખે પોતાના પ્રેમજાળમાં ફસાવીને લગ્નની લાલચ આપીને અનેકવાર દુષ્કર્મ આચર્યાનો કિસ્સો સામે આવ્યો છે. એજાઝ શેખે સોશિયલ મીડિયામાં અનિલ પરમાર નામનો વ્યક્તિ બનીને પરિણીત મહિલાને ફસાવી હતી. જે બાદ વીડિયો વાયરલ કરવાની પણ ધમકી આપી હતી. પરિણીત મહિલાએ એજાઝની માતા અને બહેને પણ આ ખેલમાં સાથ આપ્યાનો આરોપ કર્યો છે. પરિણીતાની ફરિયાદ બાદ પોલીસે એજાઝ, તેની બહેન અને માતા પર દુષ્કર્મ અને ધમકીઓ આપવાનો ગુનો નોંધ્યો છે.

એજાઝે પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરીશ તેવો વાયદો કર્યો હતો. તે પછી એજાઝે વડોદરા આવવાનું શરૂ કર્યું હતું અને લગ્નની પ્રપોઝલ મૂકતાં મહિલાએ જણાવ્યું કે, હું પરિણીત છું અને મારે બાળકો છે. હું લગ્ન કરી શકીશ નહીં, આપણે મિત્ર બની શકીએ. જેથી એજાઝે કહ્યું કે, હું પતિથી છુટાછેડા અપાવી દઇશ અને તારાં બાળકોનો સ્વીકાર કરીશ. એજાઝે વારંવાર મહિલાના ઘેર આવી દુષ્કર્મ કર્યું હતું. તેને સયાજીગંજની ચંદન હોટલમાં લઇ જઈ વારંવાર દુષ્કર્મ કર્યું હતું. એજાઝ તેના સુરતના ઘેર લઇ ગયો હતો, જ્યાં પણ મહિલા પર એજાઝે દુષ્કર્મ કર્યું હતું.

મહિલાએ પોલીસમાં સુરત સલાબતપુરાના અલકબીર કોમ્પ્લેક્સમાં રહેતા અને જામનગરમાં ફરજ બજાવતા એસઆરપી જવાન મોહમંદ એજાઝ ઇકબાલ શેખ, તેની માતા અને બહેન સુમૈયા સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યું છે કે, તેનો પતિ દુબઇ રહે છે. 2020માં જૂનમાં એજાઝે સોશિયલ મીડિયામાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. મહિલાએ રિક્વેસ્ટ સ્વીકાર્યા બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઇ હતી. તે વખતે એજાઝે, અનિલ પરમાર તરીકે પોતાની ઓળખાણ આપી હતી.

ત્યારબાદ મહિલાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા દબાણ કરી હિન્દુ ધર્મ વિરુદ્ધ ટીપ્પણી કરી માર માર્યો હતો તથા બ્લેકમેઇલ કરી ફોટા-વીડિયો વાઇરલ કરવા ધમકી આપી હતી. સિટી પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, એજાઝ શેખ જામનગર એસઆરપીમાં ફરજ બજાવે છે. તે સ્થળે તપાસ કરાતાં તે રજા પર ઊતરી ગયો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ આરોપીઓને શોધવા સુરત ગઇ હતી, પણ ખાલી હાથે પરત ફરી હતી.

આ અંગે સ્થાનિક પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, એજાઝ શેખ જામનગર એસઆરપીમાં ફરજ બજાવે છે. તે સ્થળે તપાસ કરાતાં તે રજા પર ઊતરી ગયો હોવાનું બહાર આવ્યું હતું. હાલ પોલીસ આરોપીને શોધી રહી છે.

મહિલાએ પોલીસને માહિતી આપી કે, એજાઝે તેના પતિને પણ સંબંધની જાણ કરી દેતાં તેનો ઘર સંસાર તૂટી ગયો હતો. મહિલાએ પતિને જાણ કરવા બાબતે ના પાડતાં તેણે જણાવ્યું કે, આપણે લગ્ન કરવાના છીએ, જેથી તારો સંસાર તોડવો જરૂરી છે. મહિલાનું ઘર તૂટતાં તેણે તેના પરિવાર પાસે લઇ જવાનું કહેતાં એજાઝે કહ્યું કે, હું એસઆરપીમાં નોકરી કરું છું, મારી ફરતી નોકરી છે. તેના ઘેર લઇ જતાં તેના પરિવારે કહ્યું કે, તમારે જે રીતે લગ્ન કરવા હોય તે રીતે કરી શકો છો.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317