અમદાવાદ-કચ્છ હાઇવે પર ધ્રાંગધ્રા નજીક અકસ્માતમાં 4 ના મોત, પતરા ચીરી મૃતદેહો બહાર કઢાયા

1469
Published on: 3:56 pm, Mon, 25 January 21
અમદાવાદ કચ્છ હાઈવે

કોરોનાવાયરસના કારણે લોકડાઉન આપ્યા બાદ રાજ્યમાં અકસ્માત ની ઘટનાઓમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો, પરંતુ જેમ જેમ છૂટછાટ મળતી ગઈ તેમ તેમ રોડ અકસ્માત ની ઘટનાઓમાં ફરી સતત વધારો જોવા મળી રહ્યો છે. એક નજીવી બેદરકારીના પગલે કોઈને કોઈ રોજ અકસ્માતમાં કમોતે મોતને ભેટી રહ્યા છે. ત્યારે આજે અમદાવાદ કચ્છ હાઈવે પર એસટી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત ની ઘટના સામે આવી છે. જેમાં  ત્રણ લોકોના સ્થળ પર મોત નિપજ્યા છે. જ્યારે એકનું સારવાર માટે લઈ જતા સમયે મોત થયું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ કચ્છ હાઈવે પર ધ્રાંગધ્રા બાયપાસ પર એસટી બસ અને સ્વીફ્ટ કાર વચ્ચે જબરદસ્ત ટક્કર થઈ છે, આ અકસ્માતમાં  ચાર યુવાનોના કમાકમાટી ભર્યા મોત નિપજ્યા છે. અકસ્માતને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા, અને સ્થાનીકો દ્વારા બચાવ કામગીરી શરૂ 108ને બોલાવતા ટીમ પહોંચી ગઈ છે. હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે.

પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે. તત્કાલીન ઈજાગ્રસ્તોને 108 દ્વારા ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આ ઘટના ધ્રાંગધ્રા બાયપાસ પાસે ઉમિયા ભવાની હોટલ પાસે સર્જાઈ છે.

 અપડેટ માહિતી અનુસાર, ધ્રાંગધ્રા હાઈવે પરના જ સોલડી ગામના ચાર સ્થાનીક યુવાન કાર લઈને કોઈ કામ અર્થે હજુ ગામની બહાર હાઈવે પર પહોંચ્યા જ હતા તે સમયે મહાદેવનગર-ધ્રાંગધ્રા-હળવદ ઈન્ટરસીટી બસી કાળ બનીને ટકરાઈ અને ચારે યુવાનને બરખી ગઈ છે. પોલીસ અનુસાર, મૃતકોમાં (૧) વિપુલ ભાઈ ગોવિંદભાઈ વાઢેર ઉંમર વર્ષ આશરે 30 રહેવાસી સોલડી<br />(૨) રમેશભાઈ તળશીભાઇ રેવર ઉંમર વર્ષ ૩૫ રહેવાથી સોલડી (૩) દીપકભાઈ ટોકર ભાઈ રાઠોડ ઉંમર વર્ષ 33 રહે ધ્રાંગધ્રાનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું, જ્યારે<br />(૪) દલપત ભાઈ મોતીભાઈ જાદવનું રહે.સર્વોદય સોસાયટી, સારવાર માટે લઈ જતા સમયે મોત થયું છે.

અપડેટ માહિતી અનુસાર, ધ્રાંગધ્રા હાઈવે પરના જ સોલડી ગામના ચાર સ્થાનીક યુવાન કાર લઈને કોઈ કામ અર્થે હજુ ગામની બહાર હાઈવે પર પહોંચ્યા જ હતા તે સમયે મહાદેવનગર-ધ્રાંગધ્રા-હળવદ ઈન્ટરસીટી બસી કાળ બનીને ટકરાઈ અને ચારે યુવાનને બરખી ગઈ છે.
પોલીસ અનુસાર, મૃતકોમાં

(૧) વિપુલ ભાઈ ગોવિંદભાઈ વાઢેર ઉંમર વર્ષ આશરે 30 રહેવાસી સોલડી
(૨) રમેશભાઈ તળશીભાઇ રેવર ઉંમર વર્ષ ૩૫ રહેવાથી સોલડી
(૩) દીપકભાઈ ટોકર ભાઈ રાઠોડ ઉંમર વર્ષ 33 રહે ધ્રાંગધ્રાનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું, જ્યારે
(૪) દલપત ભાઈ મોતીભાઈ જાદવનું રહે.સર્વોદય સોસાયટી, સારવાર માટે લઈ જતા સમયે મોત થયું છે.

આ અકસ્માત મહાદેવનગર-ધ્રાંગધ્રા-હળવદ એસ.ટી. બસ અને કાર વચ્ચે સર્જાયો હતો. ત્રણ વ્યક્તિનાં ઘટનાસ્થળે મૃત્યુ થયા. આ અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો છે. ઘટનાની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માત એટલો ભંયકર હતો કે કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો અને ક્રેઇનની મદદ લેવી પડી હતી.

સ્થાનિકો દ્વારા બચાવ કામગીરી કરાઈ
આ ગોઝારા અકસ્માતની પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ કચ્છ હાઈવે પર ધ્રાંગધ્રા બાયપાસ પર એસટી બસ અને સ્વીફ્ટ કાર વચ્ચે જબરદસ્ત ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં ચાર યુવાનોના મોત નીપજ્યા છે. અકસ્માતને પગલે લોકોના ટોળે ટોળા એકઠાં થયા હતા અને કારમાં સવાર યુવકોને બચાવવા માટે સ્થાનિકો દ્વારા બચાવ કામગીરી શરૂ 108ને બોલાવતા ટીમ પહોંચી ગઈ છે. હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે.

4 કલાકની જહેમત બાદ ટ્રાફિક ફરી ધમધમતો થયો
પોલીસને ઘટનાની જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી. ઈજાગ્રસ્તોને 108 દ્વારા ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આ ઘટના ધ્રાંગધ્રા બાયપાસ પાસે ઉમિયા ભવાની હોટલ પાસે ઘટી છે. ગાડીમાં ફસાયેલા મૃતકોની લાશોને કટર વડે પતરા ચીરીને લાશોને બહાર કાઢી પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી. ધ્રાંગધ્રા પોલીસ 3થી 4 કલાકની ભારે જહેમત બાદ ટ્રાફિક ફરી ધમધમતો કર્યો હતો. આ ગોઝારા અકસ્માતની ઘટનાથી સમગ્ર પથંકમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી.

 પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ કચ્છ હાઈવે પર ધ્રાંગધ્રા બાયપાસ પર એસટી બસ અને સ્વીફ્ટ કાર વચ્ચે જબરદસ્ત ટક્કર થઈ છે, આ અકસ્માતમાં  ચાર યુવાનોના કમાકમાટી ભર્યા મોત નિપજ્યા છે. અકસ્માતને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા, અને સ્થાનીકો દ્વારા બચાવ કામગીરી શરૂ 108ને બોલાવતા ટીમ પહોંચી ગઈ છે. હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે.

ST બસને ક્રેનથી ઊંચી કરી દટાયેલી કારને બહાર કઢાઇ
અકસ્માત બાદ કાર બસની નીચે દબાઈ જતા તેમાં ફસાયેલા યુવાનોને બહાર કાઢવા માટે ફાયરબ્રિગેડ અને એલએનટી ક્રેન બોલાવાઇ હતી. બસને ઉંચી કરી કારને બહાર કાઢી પતરા તોડી આસપાસના યુવાનોની મદદથી ઇજાગ્રસ્તોને બહાર કઢાયા હતાં. અત્રે ઉલ્લેખનીય છે કે,સાંજે 5 વાગે બનેલા બનાવને લઇ ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતાં. જ્યારે બસમાં સવાર 1 મુસાફરને પણ ઇજા પહોંચી હતી.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ