ગુજરાત : નાઈટ કર્ફ્યૂની જાહેરાત બાદ S.T વિભાગનો મોટો નિર્ણય, મુસાફરી કરતા પહેલાં જાણી લેજો, નહીતર પછ્તાશો..

1518
Published on: 4:39 pm, Tue, 16 March 21
  • 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમયગાળો વધારાયો
  • સરકારના નિર્ણય બાદ ST વિભાગનો નિર્ણય
  • 4 મહાનગરોમાં રાત્રે 10 વાગ્યા બાદ બસો નહીં પ્રવેશે
  • નાઈટ કર્ફ્યૂ 31 માર્ચ સુધી લંબાવાયો
  • રાત્ર 10થી સવારે 6 વાગ્યા સુધી રહેશે રાત્રિ કર્ફ્યૂ
  • અગાઉ રાત્ર 12થી સવારે 6 વાગ્યા સુધી હતો

STમાં મુસાફરી કરતા પેસેંજરો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં કોરોનાના કેસ વધચા 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂનો સમયગાળો વધારાયો છે જેને પગલે સરકારના નિર્ણય બાદ ST વિભાગનો પણ મોટો નિર્ણય સામે આવ્યો છે. 4 મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રાત્રે 10 વાગ્યા બાદ બસો નહીં પ્રવેશે. ખાનગી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સની બસોને પણ રાતે 10 વાગ્યા બાદ ચાર મહાનગરોમાં એન્ટ્રી નહીં મળે.

રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને લઈને રાજ્ય સરકારે આવતી કાલ તા.17 માર્ચ 2021થી ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુનો અમલ કરવાનો નિર્ણય કર્યો છે.રાત્રિ કરફ્યુની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે.રાજ્ય સરકારે આ ચારેય મહાનગરોમાં મંગળવાર 16 માર્ચ સુધી રાત્રિ કરફ્યુના સમયની અગાઉની વ્યવસ્થા એટલે કે રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે.

સુરતમાં મરોલી, કડોદરા, કામરેજ, ઓલપાડ ચોકડીથી રાત્રી દરમિયાન બસ સેવા મળશે

આજથી જ પેસેંજરોને 10 વાગ્યા બાદ ન નીકળવા ST નિગમ દ્વારા અપીલ

આ અંગે એડવાન્સ બુકીન્સના પેસેંજરોને ST વિભાગ દ્વારા ટેલિફોનીક સૂચાના  અપાઈ રહી છે. મહાનગરો સિવાયના પેસેંજરોને રિંગરોડથી અન્ય સ્થળ પર લઇ જવાશે. આજથી જ પેસેંજરોને 10 વાગ્યા બાદ ન નીકળવા ST નિગમ દ્વારા અપીલ કરવામાં આવી છે.

રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણ ને ધ્યાને લઈને રાજ્ય સરકારે આવતી કાલ તા.17 માર્ચ 2021થી  ચાર મહાનગરો અમદાવાદ,વડોદરા,સુરત અને રાજકોટ માં રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યુ નો અમલ કરવાનો નિર્ણય કર્યો છે.

રાતના 10 પછી ખાણી-પીણીના સ્ટોલ બંધ

MSRTC resumes bus service to a lukewarm response from passengers

આ પહેલા અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે 8 વિસ્તારમાં રાતે 10 વાગ્યા પછી હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ અંગે ગઈકાલે મ્યુનિસિપલ કોર્પોરેશને નિર્ણય કર્યો કે જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં રાતના 10 વાગ્યા પછી હોટલ-રેસ્ટોરન્ટ બંધ રહેશે. તેમજ શહેરમાં માણેકચોક અને રાયપુર ખાણીપીણી બજાર પણ બંધ રહેશે.

31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે

રાત્રિ કરફ્યુ ની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે. રાજ્ય સરકારે આ ચારેય મહાનગરો માં મંગળવાર 16 માર્ચ સુધી રાત્રિ કરફ્યુ ના સમયની અગાઉ ની વ્યવસ્થા એટલે કે રાત્રે 12 થી સવારે 6 વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત રાખવાનો  નિર્ણય કર્યો છે.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317