સુરત : વેક્સીન લીધા બાદ એક જ પરિવારના 78 વર્ષીય વૃદ્ધા અને 10 વર્ષીય બાળકના શરીર પર સિક્કા, ચમચી ચોંટવા લાગ્યાં..

799
Published on: 3:29 pm, Mon, 14 June 21
વેક્સિનને કારણે શરીરમાં આવી કોઈ અસર પેદા ન થઈ શકેઃ આરોગ્ય કમિશનર

વેકસીન લીધા બાદ લોકોમાં ચુંબકીય શક્તિ ઉત્પન્ન થતી હોવાની ચર્ચા છેલ્લા કેટલાક દિવસોથી સોસીયલ મીડિયા પર ચાલી રહી છે.હાલ જ પાલનપુર વિસ્તારમાં પણ એક વ્યક્તિના શરીર પર આવી જ કંઈક ચુંબકીય શક્તિ જોવા મળી હતી.જેના શરીર પર મોબાઈલ સહિત સ્ટીલની વસ્તુઓ ચોંટી જતી હોય તે પ્રકારની ઘટના જોવા મળી હતી.જો કે સુરતમાં પણ એક બાળક સહિત વૃદ્ધાના શરીરમાં આવી જ કંઈક ચુંબકીય શક્તિ હોવાનું જાણવા મળે છે.જેમાં દાવો કરાયો છે કે બાળક સહિત વૃદ્ધાના શરીરમાં ચુંબકીય બળ ઉત્પન્ન થવાના પગલે ચમચી સહિત રૂપિયાના સિક્કા પણ ચોંટી રહ્યા છે.જેના પગલે લોકોમાં પણ આ ઘટનાને લઈ ભારે કુતુહલ સર્જાયું છે.

 સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા પૂનમ જગતાપે પણ આ વાતને નકારી છે.જો કે તેમની માતા અને બાળકના શરીર પર ક્યાં પરિબળના કારણે સ્ટીલની ચમચી અને સિક્કા ચોંટી રહ્યા છે.તે બાબતને લઈ તેઓ પણ જાતે મુંઝવણમાં છે.આજના આધુનિક ટેક્નિકલ યુગમાં દરેક બાબત શક્ય છે,પરંતુ માનવીમાં આ પ્રકારની ચુંબકીય શક્તિ હોવી તે એક સાયન્સ અને ડોકટરો માટે પણ તપાસનો વિષય બની રહે છે.જગતાપ પરિવારમાંથી બાળક સિવાય ઘરના દરેક સભ્યોએ વેકસીન મુકાવી છે.જો વેકસીન મુકાવ્યા બાદ આવી શક્તિ શરીરમાં જોવા મળતી હોય,તો દસ વર્ષના બાળકે તો રસી મુકાવી જ નથી.પરંતુ આ બાબ હાલ લોકોમાં ભારે ચર્ચાનો વિષય બની રહી છે.

સોશિયલ મીડિયામાં ચમચી, સિક્કા શરીર પર ચોંટવાના વીડિયો વાઇરલ થયા બાદ સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં રહેતાં 78 વર્ષીય દાદી અને 10 વર્ષીય પૌત્રને સિક્કા અને ચમચી શરીર પર ચોંટી જતાં ભારે કુતૂહલ ફેલાયું છે. વૃદ્ધાએ વેક્સિનનો બીજો ડોઝ 19 એપ્રિલના રોજ લીધો હતો, જ્યારે 10 વર્ષના બાળકે તો વેક્સિન પણ લીધી નથી. આ બાબતે મનપા ડેપ્યુટી હેલ્થ કમિશનર આશિષ નાયકે જણાવ્યું હતું કે વેક્સિનના કારણે શરીરમાં આવી કોઈ અસર પેદા ન થઈ શકે.

પર્વત પાટિયા વિસ્તારમાં આવેલ શુભાષનગર સોસાયટીમાં રહેતા પૂનમ જગતાપ નામના વ્યક્તિના પરિવારના બે સભ્યોમાં ચુંબકીય શક્તિ જોવા મળી છે.જેમાં દસ વર્ષના બાળક સહિત વૃદ્ધાના શરીર પર સહેલાઈથી સ્ટીલની ચમચી સહિત રૂપિયાના સિક્કા ચોંટી જાય છે.જે બાબત લોકોમાં ભારે કુતુહલ જગાવનારી સાબિત થઈ રહી છે.છેલ્લા કેટલાક દિવસોથી સોસીયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચાઓ મુજબ વેકસીન લીધા બાદ આ પ્રકારે લોકોમાં એક પ્રકારની ચુંબકીય શક્તિ ઉત્પન્ન થતી જોવા મળી રહી છે.પરંતુ આ વાતની પૃસ્તી અમે કરતા નથી.

 સામાન્ય રીતે ચુંબકીય શક્તિ પર સ્ટીલનો પ્રભાવ પડતો નથી.એટલે કે ચુંબકીય પરિબળ સ્ટીલ જેવી ધાતુઓને આકર્ષિત કરતી નથી. સુરતમાં જે પ્રકારે બાળક અને વૃદ્ધાના શરીરમાં ચુંબકીય શક્તિ હોવાની ચર્ચા સોસીયલ મીડિયા પર છે,તે વાત હાલ શક્ય નથી.સાયન્સ અને ડોકટરોના મતે પણ આ વાત સંભવ નથી.સુરતના પર્વત પાટિયા ખાતેના જગતાપ પરિવારના બે સભ્યોના શરીર પર ચમચી અને રૂપિયાના સિક્કા ચોંટી રહ્યા છે,તે વાતનો દાવો તો કરાયો છે..ઘરના સભ્યએ પણ જણાવ્યું છે કે આ કોઈ વેકસીનની અસરના કારણે નહી પરંતુ શરીર પર રહેલા ભેજના કારણે પણ આ પ્રકારની ઘટના બની હોઈ શકે છે.

માતાને સિક્કા ચીપકવા લાગતાં ડોક્ટરનો સંપર્ક કર્યો
દરમિયાન આજે સવારે જ્યારે પૂનમ જગતાપે તેમની માતા પર આ પ્રયોગ કરી જોયો ત્યારે આશ્ચર્યની વચ્ચે માતાના શરીર પર સિક્કા અને ચમચી મેગ્નેટની જેમ ચીપકવા લાગ્યાં હતાં. આ વાતને લઈને તેઓ ચિંતામાં મુકાઈ ગયા અને તેમણે ડોક્ટરનો પણ સંપર્ક કરી જોયો હતો. જોકે ડોક્ટર પણ આ બાબતને લઈને વધુ સ્પષ્ટતા ન કરી શક્યા.

આવી કોઈ ચુંબકીય શક્તિ શરીરમાં હોય તે વાત શક્ય નથી.જો કે શરીર પર ચીકનાવત અને પરસેવાના કારણે આ પ્રકારની ઘટના બનતી હોવાનું તેમનું અનુમાન છે.પરંતુ સોસીયલ મીડિયા પર હાલ ચાલી રહેલી આ પ્રકારની ચર્ચાઓએ અન્ય લોકોને પણ હાલ વિચારમાં પાડી મુક્યા છે.

આખા શરીર પર ચમચી અને સિક્કા ચોંટી જાય છે.

વેક્સિનને કારણે શરીરમાં આવી કોઈ અસર પેદા ન થઈ શકેઃ આરોગ્ય કમિશનર
બીજી તરફ, સુરતની મહિલામાં પણ વેકસિન લીધા બાદ મેગ્નેટની અસર આવી હોવાની વાત જ્યારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી હેલ્થ કમિશનર ડો. આશિષ નાયકને કરવામાં આવી ત્યારે તેઓ આ બનાવથી અજાણ હોવાનું જણાવ્યું હતું. જોકે તેમણે એ બાબતને પણ સ્વીકારી હતી કે વેક્સિનના કારણે શરીરમાં આવી કોઈ અસર પેદા ન થઈ શકે. રસીમાં એવા કોઈ તત્ત્વ નથી, જેના કારણે શરીરમાં મેગ્નેટિક પાવર ઊભો થાય.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317