કોરોનાની ત્રીજી લહેર માટે CMના અધ્યક્ષ સ્થાને આજે કોર કમિટીની બેઠકમાં સમીક્ષા, ટાસ્ક ફોર્સના તબીબોની ટીમ સાથે બેઠક શરૂ

702
Published on: 5:47 pm, Mon, 10 May 21

ગુજરાતમાં કોરોનાની બીજી લહેરમાં છેલ્લા એક સપ્તાહથી કેસની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો જોવા મળી રહ્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં ગુજરાતે મક્કમતાથી કોરોનાની પ્રથમ અને બીજી લહેરનો સામનો કર્યો છે ત્યારે સંભવિત ત્રીજી લહેર સામે પણ ગુજરાતમાં પુરી સજ્જતા અને સતર્કતાના આગોતરા આયોજનના નિર્ધાર સાથે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં તેઓના નિવાસ સ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક શરૂ થઈ છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠકમાં ટાસ્કફોર્સના તજજ્ઞો ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના તજજ્ઞો સહિત આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાંતો ભાગ લઇ રહ્યા છે.

દેશમાં કોરોનાના હાહાકાર વચ્ચે ગુજરાતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે લડવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. જેને અનુલક્ષીને રાજ્ય સરકારે કોવિડ ટાસ્ક ફોર્સ અને તજજ્ઞ ડોક્ટરની ટીમ સાથે બેઠકો યોજી સંક્રમણ તોડવાની રણનીતિ ઘડવામાં આવી રહી છે.આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને ખાસ બેઠક મળવા જઇ રહી છે.આ બેઠક અંતર્ગતકોરોનાના નિયંત્રણ લેવા માટેના પગલા અંગે ચર્ચા થશે. કોરોના સંક્રમણ સંદર્ભના ટાસ્ક ફોર્સના નિષ્ણાત ડોક્ટરો સાથે મુખ્યમંત્રી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ કોરોના સંક્રમણની સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ સંદર્ભે મહત્વની ચર્ચાઓ કરશે અને ખાસ રોડમેપ તૈયાર કરશે.

રાજ્યના ૯ જેટલા વરિષ્ઠ નિષ્ણાંત તબીબોની આ ટાસ્ક ફોર્સમાં વિશ્વપ્રસિદ્ધ કાર્ડિયોલોજિસ્ટ અને એપેક્સ હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ અમદાવાદના ચેરમેન પદ્મશ્રી ડૉ. તેજસ પટેલ, ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક હેલ્થ, ગાંધીનગરના ડાયરેક્ટર ડૉ. દિલીપ માવલંકર, ઝાયડસ હોસ્પિટલ, અમદાવાદના ડાયાબેટોલોજીસ્ટ ડૉ. વી.એન.શાહ, ઈન્ફેક્સિયશ ડિસિઝ કન્સલ્ટન્ટ અને સ્ટર્લીંગ હોસ્પિટલ અમદાવાદના ઇન્ફેક્શન ડિવિઝનના ડાયરેક્ટર ડૉ. અતુલ પટેલ, જાણીતા પલ્મોનલૉજીસ્ટ અને સ્ટર્લિંગ હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. તુષાર પટેલ, યુ.એન. મહેતા ઇન્સ્ટીટયુટ ઓફ કાર્ડીયોલોજીના ડીરેકટર અને વરિષ્ઠ તબીબ ડૉ. આર. કે. પટેલ અને એપોલો હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. મહર્ષિ દેસાઈનો સમાવેશ થાય છે.

અન્ય રાજ્યમાં ત્રીજી લહેર સામે લડવા માટે ખાસ આયોજનો કરવા માં આવી રહ્યા છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કોરોના સંક્રમણની બીજી લહેરની સામે લડવાની સાથે સાથે આગળના સમયમાં આવનાર કોરોના સંક્રમણની ત્રીજી લહેરની પણ તૈયારીઓ અત્યારથી જ કરી રહી છે. આ અંગે મુખ્યમંત્રી નિવાસસ્થાન ખાતે મળતી કોર કમિટીની બેઠકમાં છેલ્લા બે દિવસથી કોરોના સંક્રમણની ત્રીજી લહેરની તૈયારીઓ સંદર્ભે ચર્ચા કરવામાં આવી રહી છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો, વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ  10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

મોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317