- ફરવા જવાનું વિચારતા લોકો માટે મહત્વનો નિર્ણય
- સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ફરી ખુલ્લું મુકાશે
- 8 જૂનથી ઓનલાઇન, ઓફલાઈન ટિકિટ પણ મળશે
- 6 મહિના સ્ટેચ્યૂ બંધ રહ્યું હતું, આજથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકાશે
રાજ્યભરમાં કોરોનાની બીજી લહેરમાં કેસ વધતા થોડા સમય માટે સરકાર જાહેર સ્થળો બંધ કરવાનો નિર્ણય લીધો હતો. SOU વહીવટ તંત્ર દ્વારા ટિકિટ બુકિંગ લેવાનું બંધ કરી દેવામાં આવ્યું હતું, પરંતુ હવે મંગળવારે 8 તારીખ થી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ફરીથી ઓન લાઈન ટિકિટ બુકિંગ શરૂ થઈ જશે જેની તૈયારીઓ અત્યારથી થઈ ગઈ છે. ઓન લાઇન ટિકિટ બુક લોકો કરી રહયા છે. એટલું જ નહીં, હોટલો અને ટેન્ટસિટીઓ માં પણ પ્રવાસીઓની બુકિંગ અંગે ઇન્કવાયરી શરૂ થઈ ગઈ છે.
કોરોના કેસ વધતા દુનિયાની સૌથી ઉંચી પ્રતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યું હતું પરતું હવે કેસ ઘટતા સરકાર દ્વારા ફરી તેને ખુલ્લું મુકવાનો નિર્ણય કર્યો છે પ્રવાસીઓ માટે ઓનલાઈન અને ઓફ લાઈન ટિકિટ બુકિંગની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે કોરોના કાળમાં જે લોકોએ એડવાન્સ ટિકિટ બુક કરાવી હતી તેઓએ પ્રવેશ આપવામાં આવતો હતો અંદાજીત એક મહિનાથી કોરોનાને પગલે ઓનલાઈન બુકિંગ બંધ કરી દેવામાં આવ્યું હતું પરતું હવે કોરોના કેસ ઘટતા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ફરી ખુલ્લુ મુકવામાં આવનાર છે.
ગુજરાતમાં કોરોનાનાં ઘટતા કેસે લોકોને રાહત આપી છે. જો કે સરકાર તેમ છતા પણ સાવચેતી રાખવાની સલાહ લોકોને આપી રહી છે. આ વચ્ચે આપને જણાવી દઇએ કે, દુનિયાની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યુ છે. જો કે આ પહેલા કોરોનાની બીજી લહેરનાં કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટીને બંધ રાખવામાં આવ્યુ હતુ. જણાવી દઇએ કે, સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસે જવા ઇચ્છતા લોકો માટે ઓનલાઇન અને ઓફ લાઇનની વ્યવસ્થા કરવામાં આવી છે. જો ઓનલાઇન બુકિંગની વાત કરીએ તો પ્રથમ દિવસે ઓનલાઇન બુકિંગ સાઇડ ખુલતા જ પ્રવાસીઓ બુકિંગ શરૂ કર્યુ હતુ. અંદાજે 209 બુકિંગ પ્રથમ દિવસે નોંધાયા છે. જો કે અહી સ્ટેચ્યૂ ઓફ યુનિટીનાં પ્રવાસે આવી રહેલા લોકોને કોવિડનાં કડક નિયમોનું પાલન કરવુ જરૂરી રહેશે.
6 મહિના સ્ટેચ્યૂ બંધ રહ્યું હતું
આ સાથે છેલ્લા કેટલા સમય થી ડર ના માહોલમાં રહેલા લોકો મન હળવું કરવા પ્રવાસન સ્થળો પર આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા કોરોનાં નો કહેર ન હતો ત્યારે રોજના 10 થી 15 હજાર પ્રવાસીઓ આવતા હતા પણ ગત માર્ચ મહિનામાં કોરોનાંની પ્રથમ લહેરના કારણે લગભગ 6 મહિના સ્ટેચ્યુ બંધ રહયું હતું બીજી લહેર માર્ચ 2021 માં આવી ત્યારે આ વખતે ખુલ્લું રાખવામાં આવ્યું હતું પણ પ્રવાસીઓ નામ માત્ર આવતા હતા ત્યાર બાદ બંધ કરવામાં આવ્યું હતું પણ હવે પૂનઃ પ્રવાસીઓ આવતા 8 જૂન થી ફરી સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને અન્ય આકર્ષણ પ્રવાસીઓ માટે ખુલ્લા મુકવામાં આવશે.હાલમાં ટિકિટ માત્ર ઓનલાઈન જ બુકિંગ કરવામાં આવી રહી છે .
તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી
હવે સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરી શરૂ કરવાના નિર્ણય કરાતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે આવતીકાલથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ફરી શરૂ થશે કરવામાં આવનાર છે જેથી હવે ફરવાના શોખીન લોકો કેવળીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પણ લાહવો માણી શકશે. કોરોનાના કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું, જે હવે પ્રવાસીઓ માટે ફરી ખુલ્લુ મુકવામાં આવનાર છે. જેને લઇને તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે.
ધાર્મિક સ્થળો માટે 11 જૂન બાદ નિર્ણય લેવાઈ શકે
સરકારે કોરોના સંક્રમણ ઘટાડવા માટે ધાર્મિક સ્થળો તેમજ કાર્યક્રમો પર રોક લગાવી છે. જેના કારણે ગુજરાતના અંબાજી, શામળાજી, ઊંઝા ઉમિયાધામ સહિતના સુપ્રસિધ્ધ યાત્રા ધામ બંધ કરવામાં આવ્યા છે. આ મંદિરોમાં દેશભરમાંથી ભક્તોની ભારે ભીડ ઉમટે છે. જેના કારણે મોટા પ્રમાણમાં સંક્રમણનો ખતરો ઉભો ન થાય તે જોઈ સરકારે આગામી 11 જૂન સુધી ધાર્મિક સ્થળો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. હાલમાં તમામ મંદિરોમાં માત્ર પૂજારીને જ પ્રવેશવાની મંજૂરી છે.
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
વોટ્સએપ 8 : Whatsapp
વોટ્સએપ 9 : Whatsapp
વોટ્સએપ 10 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317