- ધો. 1 થી 9 તમામ શાળાઓ રહેશે બંધ
- કોર કમિટીનો મહત્વનો નિર્ણય
- 5 એપ્રિલથી શાળાઓ થવાની હતી શરુ
મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં એક મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોર કમિટીના આ નિર્ણય અનુસાર રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણની સ્થિતીને ધ્યાનમાં લઈને સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 9 ની તમામ શાળાઓમાં સોમવાર 5 મી એપ્રિલથી અન્ય સૂચનાઓ કે આદેશના થાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવશે.
મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણી ના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટી ની બેઠકમાં એક મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કોર કમિટી ના આ નિર્ણય અનુસાર રાજ્યમાં પ્રવર્તમાન કોરોના સંક્રમણ ની સ્થિતીને ધ્યાનમાં લઈને સમગ્ર રાજ્યમાં ધોરણ 1 થી 9 ની તમામ શાળાઓમાં સોમવાર 5 મી એપ્રિલ થી અન્ય સૂચનાઓ કે આદેશ ના થાય ત્યાં સુધી શિક્ષણ કાર્ય બંધ રાખવામાં આવશે.
રાજ્યમાં તમામ સરકારી અને ખાનગી શાળાઓને આ સૂચનાઓનો અમલ કરવાનો રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વિદ્યાર્થીઓના વ્યાપક હિત અને કોરોના સંક્રમણ નિયંત્રણના ઉદ્દેશ્યથી આ નિર્ણય કર્યો છે.
થોડા સમય અગાઉ રાજ્યમાં કોરોનાના કેસો ઘટતાં સરકારે તબક્કાવાર શાળાઓ શરૂ કરવાનો નિર્ણય કર્યા હતો. અને શિક્ષણકાર્ય રાબેતા મુજબ ચાલું પણ કરી દેવામાં આવ્યું હતું. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં રાજયની સંખ્યાબંધ શાળાઓમાં વિધાર્થીઓ અને શિક્ષકો કોરોના સંક્રમિત થતાં સરકાર અને વાલીઓની ચિંતામાં વધારો થયો હતો.
ધોરણ -10 અને 12ની પરીક્ષાઓ નિર્ધારિત સમયે યોજાશે તે અંગે પણ વાલીઓ અને વિધાર્થીઓ મુંઝવણ અનુભવી રહ્યા છે. હાલ ધોરણ 1થી 9નું ઓફલાઇન શિક્ષણ બંધ કરાયુ છે પરંતુ ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશે.
સંવાદદાતા વિપુલ મૂંજાણી
સુરત ગુજરાત
ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો
વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp
વોટ્સએપ 3 : Whatsapp
વોટ્સએપ 4 : Whatsapp
વોટ્સએપ 5 : Whatsapp
વોટ્સએપ 6 : Whatsapp
વોટ્સએપ 7 : Whatsapp
વોટ્સએપ 8 : Whatsapp
વોટ્સએપ 9 : Whatsapp
ફેસબુક પેજ – Facebook
ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317