ગુજરાત : લવ જેહાદ પર લાલઘુમ થયા રાજ્ય ગૃહમંત્રી, ગુજરાત સરકાર લાવી લવ જેહાદનો કડક કાયદો,

498
Published on: 6:10 pm, Thu, 1 April 21

♦ ખોટુ નામ બતાવીને હિન્દુ યુવતીઓ સાથે લગ્ન કરનારાઓની હવે ખેર નથીઃ પ્રદિપસિંહ જાડેજાની ચેતવણી

♦ પીડિતના પરિવારજનો પણ ફરિયાદ કરી શકશે

♦ મદદ કરવાવાળા મુલ્લા મૌલવીઓ સામે કાર્યવાહી થશે

જરાત વિધાનસભાના બજેટ સત્રનો આજે છેલ્લો દિવસ છે. છેલ્લા દિવસે વિધાનસભામાં 2 બેઠકો મળશે. પ્રથમ બેઠકમાં 4 સરકારી વિધેયકો રજૂ કરવામાં આવશે. જેમાં પ્રથમ બેઠકમાં લવ જેહાદ વિરોધી બિલ રજૂ કરવામાં આવી રહ્યું છે અને તેની પર ચર્ચા ચાલી રહી છે. નોંધનીય છે કે, આ પહેલા ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, ઓરિસ્સા, હિમાચલ પ્રદેશમાં અને મધ્ય પ્રદેશમાં આ કાયદો બન્યો છે.

એક કલાક સુધી પ્રદિપસિંહે ગૃહમાં બિલ રજુ કર્યું

લવ જેહાદ પર ગર્જ્યા રાજ્ય ગૃહમંત્રી, 'નવા કાયદામાં માત્ર પીડિત નહીં પરિવાર પણ ફરિયાદ કરી શકશે'

ગુજરાત વિધાનસભામા વર્ષ ૨૦૦૩ના ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમમા સુધારા વિધેયક રજૂ કરતા પ્રદીપસિંહ જાડેજા એક કલાક અને અગીયાર મિનિટ બોલ્યા છે. એમણે “લવજેહાદ”ની વિસ્તારથી વ્યાખ્યા પણ બાંધી છે. આવા કાયદાઓ વિશ્વના બીજા દેશો અને ભારતના કેટલાક રાજ્યોમા અસ્તિત્વ ધરાવતા હોવાનુ પણ તેમણે કહ્યુ છે.

ગુજરાતમાં પણ આખરે લવ જેહાદ કાયદો આવી ગયા. લાંબા સમયથી વિવિધ સમાજ દ્વારા તેની ગુજરાત સરકાર સામે માંગણી કરવામાં આવી હતી. જેથી સરકારે આખરે વિધાનસભા ગૃહમાં બિલ રજૂ કર્યું છે. ગૃહરાજ્ય મંત્રીએ આજે ગૃહમાં આ કાયદો ગુજરાત માટે કેમ મહત્વનો છે તે વિશે લાંબુ ભાષણ પણ આપ્યું. સાથે જ આ કાયદાના ફાયદા પણ જણાવ્યા હતા. ગુજરાતની પ્રજા દ્વારા આ બિલને આવકારવામાં આવ્યું છે. જોકે, ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશ બાદ ગુજરાતમાં લાગુ કરવામાં આવેલ આ કાયદામાં કેવા કેવી જોગવાઈ કરવામાં આવી છે અને કેવા પ્રકારની સજા થશે તે માહિતી પણ સામે આવી છે.

હિન્દૂ સમાજ દીકરીને કાળજાના કટકા સમાન ગણે છે

Gujarat To Bring Law Against 'Love Jihad': CM Vijay Rupani

દીકરીને કસાઈઓના હાથમાં જતી બચાવવા માટે અમે કાયદો લાવ્યા છીએ. સમાજ દ્વારા જુદી જુદી રજૂઆતોને આધારે આજે આ બિલ લાવવામાં આવશે. હિન્દુ યુવતીઓને લવ જેહાદના નામે ધર્માંતર કરાવીને, તેમની સાથે લગ્નગ્રંથિથી જોડાઈને અનેક દીકરીઓના જીવન નર્ક બનાવી નાંખવાની માનસિકતાવાળા આ જેહાદી તત્વોની સામે સખતાઈથી અને કડકાઈથી કામ કરવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે. જે અંતર્ગત ખોટું નામ કહીને હિન્દુ યુવતીઓ સાથે લગ્ન કરનારાઓની હવે ખેર નથી.

પીડિતના પરિવારજનો પણ ફરિયાદ કરી શકશે 

તો બીજી તરફ, લવ જેહાદ માટે ફન્ડિંગ થતુ હોવાનો દાવો ગૃહરાજ્ય મંત્રીએ ગૃહમાં કર્યો છે. તેમણે કહ્યું કે, આરબ દેશોમાંથી હવાલાનાં મારફતે આ ફંડ ભારત પહોંચે છે. નવા કાયદામાં ફરિયાદ માત્ર પીડિત નહિ, પંરતુ પરિવારજનો પણ કરી શકશે. ત્યારે શું છે ફરિયાદ અને સજાની જોગવાઈ તે જાણીએ.

જેહાદી તત્વોની સામે સખતાઈથી અને કડકાઈથી કામ થશે

Need law against 'love jihad' in Gujarat also: BJP MLA - Daijiworld.com

આ સાથે તેમણે જણાવ્યું કે, આવા તત્વોની સાન ઠેકાણે લાવવા માટે આ કાયદો છે. સમાજ દ્વારા જુદી જુદી રજૂઆતોને આધારે આજે આ બિલ લાવવામાં આવશે. હિન્દુ યુવતીઓને લવ જેહાદના નામે ધર્માંતર કરાવીને, તેમની સાથે લગ્નગ્રંથિથી જોડાઈને અનેક દીકરીઓના જીવન નર્ક બનાવી નાંખવાની માનસિકતાવાળા આ જેહાદી તત્વોની સામે સખતાઈથી અને કડકાઈથી કામ કરવાનું રાજ્ય સરકારે નક્કી કર્યું છે.  જે અંતર્ગત ખોટું નામ કહીને હિન્દુ યુવતીઓ સાથે લગ્ન કરનારાઓની હવે ખેર નથી.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317