જૂનાગઢના સ્વામિનારાયણ મંદિરમાં વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું,.10માં નાપાસ થયા બાદ…

2263
Published on: 4:13 pm, Sat, 9 January 21

જૂનાગઢ ગુજરાત

શહેરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં આજે વહેલી સવારે એક વિદ્યાર્થીનો મૃતદેહ લટકતી હાલતમાં મળી આવતા ચકચાર મચી જવા પામી છે. મુળ અમરેલીનો જિલ્લાના બગસરાનો રહેવાસી વિદ્યાર્થી પોતાના રૂમમાં જ ગળેફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યો હતો. જેના પગલે સ્વામિનારાયણ મંદિર સંકુલમાં ચકચાર મચી ગઇ હતી. ઘટના અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ પણ દોડી આવી હતી. હાલ તો પોલીસ દ્વારા આત્મહત્યા પાછળનું કારણ જાણવા માટેના પ્રયાસો હાથ ધર્યા છે.

મળતી માહિતી અનુસાર, જૂનાગઢ શહેરનાં જવાહર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરમાં રહી અભ્યાસ કરતો ઉત્સવ નામનો વિદ્યાર્થી આજે સવારે કોઇ અગમ્ય કારણોસર પોતાનાં જ રૂમમાં આપઘાત કરી લીધો હતો. જે અંગેની જાણ સ્વામિનારાયણ મંદિર ટ્રસ્ટ દ્વારા પોલીસને કરવામાં આવી હતી. જેથી પોલીસ ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટના સ્થળે દોડી આવી હતી.

Chhattisgarh: Cop found hanging at home in Bijapur | India News,The Indian  Express

પોલીસ દ્વારા વિદ્યાર્થીનો મૃતદેહ ઉતારીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. તેના પરિવારને પણ ઘટના અંગે જાણ કરવામાં આવી હતી. હાલ તો વિદ્યાર્થીના આપઘાતનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. જો કે પોલીસ દ્વારા આત્મહત્યાના કારણ માટે તપાસ આદરી છે. જેના હેઠળ તેના મિત્રો અને અન્ય લોકોની પુછપરછ કરવામાં આવશે. આઉપરાંત તેના મોબાઇલનું પણ ટેક્નિકલ એનાલિસિસ કરવામાં આવશે. હાલ તો પોલીસ તપાસ પુર્ણ થયા બાદ આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ બહાર આવશે.

આજે વહેલી સવારે પોતાના જ રૂમ 15માં ગળાફાંસો ખાધો છે. આ વિદ્યાર્થીનું નામ ઉત્સવ છે. વિદ્યાર્થીના આપઘાતનું કારણ અકબંધ છે. મૃતક વિદ્યાર્થી બગસરા તાલુકાના પીપરિયા ગામનો રહેવાસી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.

BAPS Shri Swaminarayan Mandir - Junagadh - Visitor Information

જોકે, વિદ્યાર્થીના પરિવારને જાણ કરવામાં આવતા પરિવાર પર આભ ફાટી પડ્યું હતું. તેમણે પુત્રને અભ્યાસ માટે મોકલ્યો હતો. ઉત્સવ હાલ શાળા કોલેજ બંધ હોવાથી ટ્યુશનમાં અભ્યાસ કરતો હતો. જોકે, તેણે અંતિમ પગલું ભરી લેતા પરિવાર પર આભ ફાટી પડ્યું છે. જો કે વિદ્યાર્થીની આત્મહત્યા પાછળનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. ત્યારે કયા કારણથી આત્મહત્યા કરી તે અંગે અનેત તર્ક વિતર્ક ચાલી રહ્યા છે..

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ