સુરત બાદ બનાસકાંઠામાં ફૂટપાથ પર સૂતેલા લોકો પર ડમ્પર ફરી વળ્યું, 3 મજૂર પર ડમ્પર ફરી વળ્યુ, 1 નું મોત 2 ઘાયલ..

462
Published on: 3:31 pm, Mon, 25 January 21
બનાસકાંઠા ગુજરાત

ડમ્પર ચાલકે સુઇ રહેલ 3 મજૂ રોને કચડ્યા છે. ફુટફાટ પર સુઇ રહેલા મજુર પર ડમ્પર ફળી વળ્યુ છે.

સુરતમાં રાત્રિના સમયે ફૂટપાથ પર સૂતેલા મજૂરો પર ટ્રક ફરી વળ્યા બાદ બનાસકાંઠા જિલ્લામાં પણ આવી જ એક ગોઝારી ઘટના બની છે. પાલનપુરમાં રાત્રીના સમયે રોડની બાજુમાં સૂતેલા મજૂરો પર એક ડમ્પર ચાલક ફરી વળતાં એક મજૂરનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું છે.  જ્યારે અન્ય ત્રણ મજૂરોને ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા છે.

સુરત : કીમ રેલવે સ્ટેશન પર મુસાફરનું અકસ્માતે મોત - The Squirrel

એક મજુરનુ ઘટના સ્થળે મોત થયુ છે. અને અન્ય બે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. માન સરોવર સિલ્વર બેલ્સ નજીકનો બનાવ બન્યો છે.

મજૂરો દાંતાના રહેવાસી હતા

પાલનપુર શહેરમાં સિલ્વર બેજ સ્કૂલ પાસે રોડની સાઈડમાં સૂતેલા ચાર મજૂરો પર બેફામ બનેલું ડમ્પર ફરી વળ્યું હોવાની ઘટના સામે આવી છે. દાંતા તાલુકાના રહેવાસી અને ગરીબ પરિવારના ચાર યુવકો મજૂરી અર્થે પાલનપુરમાં મજૂરીકામ કરી ગુજરાન ચલાવતા હતા અને દિવસ દરમિયાન મજૂરી કામ કર્યા બાદ મોડી રાત્રે હાઇવે પર આવેલી સિલ્વર બેલ સ્કૂલ પાસે રોડની સાઈડમાં સૂતા હતા.

સુરત બાદ બનાસકાંઠામાં ફૂટપાથ પર સૂતેલા લોકો પર ડમ્પર ફરી વળ્યું, યુવાનનું મોત, ત્રણ ઘાયલ

અકસ્માત બાદ બૂમાબૂમ મચી ગઇ હતી

તે દરમિયાન મોડી રાત્રે એક બેફામ બનેલો ડમ્પર રોડની સાઈડમાં સૂતેલા મજૂરો પર ફરી વળતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ડમ્પર નીચે કચડાઇ જતા એક મજૂરનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નિપજયુ હતું. જ્યારે અન્ય ત્રણ મજૂરોને ગંભીર ઈજા પહોંચી હતી.  બનાવને પગલે ઇજાગ્રસ્ત મજૂરોએ બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો પણ દોડી આવ્યા હતા અને ત્રણેય જાગ્રત મજુરોને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડયા હતા.

ડમ્પર ચાલક ફરાર

ઘટનાની જાણ થતાં જ પાલનપુર પોલીસ પણ આવી પહોંચી હતી અને મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી હતી જ્યારે અકસ્માત બાદ ચાલક ડમ્પર મૂકી નાસી જતા પોલીસે અકસ્માતે મોતનો ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ