સુરત : ભેસ્તાનમાં એક 40 વર્ષ ના વ્યક્તિએ ગર્ભવતી કૂતરી સહિત 5 શ્વાનને ઝેર આપી તડપાવી મારી નાખ્યા, જુઓ વિડીઓ..

895
Published on: 3:26 pm, Wed, 3 February 21
ભેસ્તાન સુરત

  • સુરતના ભેસ્તાન વિસ્તારમાં શ્વાન સાથે બર્બરતા
  • યુટુબર લાલભાઈ એ કર્યો વિડીઓ વાયરલ 
  • સુરતના ભેસ્તાનમાં 5 શ્વાનને ચીકનમાં ઝેર આપીને મારી નખાયા
  • શ્વાનપ્રેમીએ વીડિયો વાયરલ કરી કર્યા આક્ષેપ

શહેરમાં શ્વાનના આતંકને સામે તંત્ર દ્વારા કોઇ કાર્યવાહી ન કરવામાં આવતા ભેસ્તાન વિસ્તારની વિનાયક રેસીડેન્સીમાં 5 શ્વાનને ઝેરી દવા આપીને મારી નાખવામાં આવ્યા હતા. આ ઘટનાના પગલે શ્વાન પ્રેમીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. એક શ્વાનપ્રેમીએ વીડિયોમાં જણાવ્યું કે, કૂતરાને ઝેર આપીને મારી નખાયા છે, જેમાં એક કૂતરી હતી જે ગર્ભવતી હતી.

આ ઘટનાની ફરિયાદ પાલિકાના ઉધના ઝોનને મળી હતી. જ્યારબાદ શ્વાનના નિકાલની કામગીરી કરાઇ હતી. જોકે આ તમામ શ્વાનના મૃત્યુ ઝેરથી થયા છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે. આ મામલે પોલીસ અને એનિમલ વેલફર ઓફિસર દ્વારા તપાસ કરવામાં આવશે. જે અંગે પોલીસ કમિશનર, કલેક્ટર, મ્યુ.કમિશનર અને જિલ્લા એનિમલ વેલફરને ફરિયાદ કરાઇ છે. તો પાલિકામાં થયેલી ફરિયાદમાં વીડિયો સાથેના પુરાવા આપવામાં આવ્યા છે.

વિનાયક રેસીડેન્સીમાં સોસાયટીના જ 40 વર્ષના દિવ્યેશ પટેલ નામના વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોમાં દિવ્યેશ પટેલ નામના વ્યક્તિએ જ ચીકનમાં ઝેર આપીને મારી નાંખ્યાનું જણાવ્યું છે. વીડિયોમાં શ્વાન તરફડીયા મારતુ નજરે ચઢે છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ