મર્ડર : 13 વર્ષના બાળકે 12 વર્ષના બાળકના માથામાં લાકડાના ફટકા મારી હત્યા કરી નાખી, જાણો શું છે કારણ..

724
Published on: 5:02 pm, Fri, 29 January 21
ભેસ્તાન સુરત ગુજરાત

સુરતમાં 13 વર્ષીય કિશોરે 9 વર્ષીય કિશોરની હત્યા કરતા ચકચાર મચી ગઈ છે. બાળક રમવા માટે ઘરેથી નીકળીને ગુરુવારે સવારે પાછો ફર્યો ન હતો. મોડી સાંજે તેનો મૃતદેહ ઘરથી થોડે દૂર ઝાડીમાંથી મળી આવ્યો હતો. પોલીસે આ કેસની તપાસ શરૂ કરી હતી, જેમાં બહાર આવ્યું હતું કે 13 વર્ષિય રાજેશ નામના કિશોરે તેની હત્યા કરી હતી.

સુરતમાં બનેલા હત્યા ના ચોંકાવનારા બનાવમાં પોલીસે એક 13 વર્ષના બાળકની ધરપકડ કરી છે. 13 વર્ષના સગીર આરોપીએ લાકડાના ફટકા મારીને 12 વર્ષના બાળકની હત્યા કરી નાખી હતી. આ ચોંકાવનારા બનાવમાં 13 વર્ષના તરુણે માથામાં લાકડાના બે ફટકા મારતા 12 વર્ષના બાળકનું મોત થયું હતું. પોલીસે આ મામલે હવે તરુણ આરોપીની ધરપકડ કરીને વધારે તપાસ શરૂ કરી છે. આ બનાવમાં મૃતક બાળકે આરોપીના નાના ભાઈને માર માર્યો હતો અને અપશબ્દો કહ્યા હતા. જે બાદમાં આરોપી 12 વર્ષના તરુણને ઝાડીમાં લઈ ગયો હતો. અહીં તેની હત્યા કરી નાખી હતી.

મળતી માહિતી મુજબ આ ઘટના ભેસ્તાન સરસ્વતી નિવાસ નજીક બની છે. પાંડેસરા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરએ જણાવ્યું હતું કે શ્રી લાલ યાદવનો 9 વર્ષનો પુત્ર, જે મૂળ અલાહાબાદનો હતો, તે પાંડેશરાના ભેસ્તાન નિવાસમાં રહેતો હતો. પોલીસે જણાવ્યું હતું કે હત્યા કરનાર બીજું કોઈ નહીં પરંતુ 13 વર્ષિય રાજેશ તેની સાથે રમતો હતો.

તેણે પોલીસ સમક્ષ કબૂલાત કરી કે તેના નાના ભાઈ મમનીષ સાથે અંશુનો ઝઘડો થયો હતો. તેણે તે બંનેને સમજાવ્યા. પણ અંશુએ સાંભળ્યું નહીં. ત્યારબાદ તેણે તેના ભાઈ મનીષ સાથે ઝઘડો કર્યો હતો. જેના કારણે તેણે લાકડી વડે માર મારતાં તેની હત્યા કરવામાં અવી હતી. પોલીસે જણાવ્યું કે કિશોરી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેને રિમાન્ડ હોમ મોકલી દેવામાં આવ્યો છે.

શું હતો બનાવ?

સુરત શહેરના પાંડેસરાના ભેસ્તાન વિસ્તારમાં એક 13 વર્ષના કિશોરે 12 વર્ષના બાળકની ફટકા મારીને હત્યા કરી નાખી હતી. મૃતક અંશુ તેના પિતાનો એકનો એક દીકરો હતો. અંશુના પિતા શ્રીલાલ યાદવ મૂળ ઉત્તર પ્રદેશના છે. જેઓ સુરતના ભેસ્તાન વિસ્તારમાં સરસ્વતી આવાસમાં રહે છે. અંશુ પણ છેલ્લા મહિનાથી સુરત આવ્યો હતો. તે પોતાના કાકા સાથે વતનમાં જ રહેતો હતો.

ગુરુવારે અંશુ રમવા માટે બહાર ગયા બાદ પરત આવ્યો ન હતો. શોધખોળ કરતા તેનો મૃતદેહ ઝાડીમાંથી મળી આવ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી કિશોરનું કહેવું છે કે, અંશુ તેના નાના ભાઈને માર મારતો હતો. આ ઉપરાંત ગાળો પણ આપતો હતો. ગુરુવારે પણ તેણે તેના ભાઈને માર માર્યો હતો. આ બાબતે અંશુને કહેતા તેણે આરોપીને લાકડી મારી હતી. જે બાદમાં તે ઝાડીમાં ભાગી ગયો હતો. આરોપી સગીરે પીડિત બાળકનો પીછો કરીને તેને ઝાડીમાં જ માથાના ભાગે લાકડાના બે ફટકા મારી દીધા હતા.

મળતી માહિતી પ્રમાણે સગીર આરોપી ધોરણ-8માં અભ્યાસ કરે છે. પરિવારમાં તેનાથી નાનો ભાઈ અને એક બહેન છે. બીજી તરફ એવી પણ માહિતી મળી છે કે અંશુના પિતાએ તેને ઘરની બહાર ન જવાનું કહ્યું હતું. જોકે, પિતા બહાર ગયા બાદ અંશુ રમવા માટે બહાર નીકળી ગયો હતો. આ દરમિયાન આરોપી અને તેના ભાઈ સાથે ઝઘડો કર્યો હતો. ગુરુવારે સવારના સમયે આરોપીએ અંશુની હત્યા કરી નાખી હતી. જે બાદમાં તપાસ કરતા બપોર બાદ તેનો મૃતદેહ મળી આવ્યો હતો. આટલા સમય સુધી ડુક્કર પીડિતના વાળ અને નાક ખાઈ ગયા હતા.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ