સુરત : રાંદેરમાં ડુપ્લીકેટ શૂઝ વેચતી દુકાનોમાં CIDના દરોડા, લાખોનો માલ ઝડપાયો..

1166
Published on: 7:37 pm, Sun, 31 January 21
રાંદેર સુરત

જાણીતી કંપનીના મોંઘા પગરખાં કે કપડાં સૌ કોઈને પોસાય તો નહીં પણ અસ્સલને પણ ટક્કર મારે તેવા નકલી માલની ખરીદી કરીને લોકો પોતાના શોખ સંતોષતા હોય છે. આવા જ ગ્રાહકો માટે આશીર્વાદરૂપ સમાન સુરતના રાંદેર વિસ્તારમાં આવેલી સાંઇ શૂઝ, દિવ્ય શૂઝ જેવી દુકાનો કે જ્યાં બ્રાન્ડેડ  ડુપ્લિકેટ શૂઝ અને ટ્રેક મળતા હતા ત્યાં CIDએ દરોડો પાડ્યો હતો અને લખોની કિમતનો નકલી માલ ઝડપી પાડ્યો હતો, જુઓ વિડીયો

આ દરોડા રાંદેરની દિવ્યા શૂઝ, સાંઈ શૂઝ સહિતની ત્રણ દુકાનોમાં પાડવામાં આવ્યા છે. દરોડામાં લાખોની કિંમતનો શૂઝ અને ટ્રેકનો જથ્થો મળી આવ્યો છે. જે કંપનીના શૂઝ માર્કેટમાં 3-4 હજારની કિંમતના વેચાતા હોય છે તેના જેવા દેખાતા ડુપ્લીકેટ શૂઝ કંપનીનો લોગો વાપરીને સસ્તા ભાવે વેચવામાં આવે છે. સ્થાનિક વેપારીઓ તો ઠીક પરંતુ આ કૌભાંડમાં સૌથી મોટો દોરી સંચાર વિદેશી તત્વોનો હોય છે. વિદેશથી આ માલ આવે છે અને તેમાં સંભવત: ભારતમાં ડુપ્લીકેટ બ્રાન્ડનું બ્રાન્ડીંગ જોબ વર્ક થાય છે.

 આમ કંપનીઓને નુકશાનીની સાથે કદાચ ગ્રાહકો પણ છેતરાય છે. આ જ પ્રકારનો માલ ઓનલાઇન ટ્રેડિંગમાં ઘૂમ વેચાતો હોવાના કારણે અનેક ગ્રાહકો છેતરાઈ જતા હોય છે ત્યારે સુરતની આ ઘટનાના પડઘા લાંબા પડે તો રાષ્ટ્રવ્યાપી કૌભાંડ બહાર આવી શકે છે.

લગભગ દરેક શહેરમાં આ પ્રકારના ડુપ્લીકેટ શૂઝનું વેચાણ થતું જ હોય છે. ભૂતકાળમાં પણ સુરત શહેરમાં લાખો રૂપિયાના ડુપ્લીકેટ શૂઝ ઝડપાયા હતા જેના કારણે વિવાદ થયો હતો.

દિવાળી ટાઇમે સુરત સીઆઈડી ક્રાઇમે વ્યાપક દરોડા પાડ્યા હતા ત્યારે ફરી એક વાર શહેર પાલોસની જાણ બહાર સીઆઈડીક્રાઇમે આ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરી અને માલ ઝપ્ત કર્યો છે જેની કિંમત લાખો રૂપિયામાં હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

Shree Sai Sports, Rander Road - Shoe Dealers in Surat - Justdial

આમ કંપનીઓને નુકશાનીની સાથે કદાચ ગ્રાહકો પણ છેતરાય છે. આ જ પ્રકારનો માલ ઓનલાઇન ટ્રેડિંગમાં ઘૂમ વેચાતો હોવાના કારણે અનેક ગ્રાહકો છેતરાઈ જતા હોય છે ત્યારે સુરતની આ ઘટનાના પડઘા લાંબા પડે તો રાષ્ટ્રવ્યાપી કૌભાંડ બહાર આવી શકે છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ