સુરતમાં યુવકને દિવાળીની ઉજવણી ભારે પડી,સુરતમાં દિવાળીની રાત્રે DJની ધૂન પર ડાન્સની મસ્તી વચ્ચે યુવકે મોઢાંમાં સુતળી બોમ્બ ફોડ્યો

1420
Published on: 5:01 pm, Mon, 16 November 20

સુરત ગુજરાત

સુરતના પાંડેસરા વિસ્તારમાં યુવકને મજાક મસ્તીમાં દિવાળીની ઉજવણી ભારે પડી. રાત્રે DJની ધૂન પર ડાન્સની મસ્તી વચ્ચે યુવકે મોઢાંમાં સુતળી મુક્યો અને આ સુતળી બોમ્બ ફાટતા મોઢાના હાલ બેહાલ થયા. મોઢાંમાં બોમ્બ ફૂટતાની સાથે જ યુવક બેભાન થઈ ગયો હતો. અને તેના મોઢામાં મલ્ટિપલ ફ્રેકચર થયા. હાલમાં યુવકના મોંની સારવાર ચાલી રહી છે.

શહેરના પાંડેસરા વિસ્તારમાં દિવાળીને રાત્રે DJની ધૂન પર ડાન્સની મસ્તી વચ્ચે યુવકે મોઢાંમાં સુતળી બોમ્બ ફોડ્યો હતો. જેના કારણે બેભાન થઈ ગયો હતો. મોંમાં સુતળી બોમ્બ ફોડવાની ઘટનાને લઈને મહોલ્લામાં હોબાળો મચી ગયો હતો. યુવકને તાત્કાલિક 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

મિત્રોએ મસ્તીમાં કહ્યું ને યુવકે મોંમાં જ બોમ્બ ફોડી દીધો

પાંડેસરા વિસ્તારમાં આવેલા ગણેશનગરમાં મૂળ બિહારનો પિન્ટુ નરેશભાઈ જાદવ(ઉ.વ.28) ભાઈ સાથે રહે છે અને નજીકમાં જ આવેલી મિલમાં નોકરી કરે છે. દિવાળી વેકેશનને લઈને સગો ભાઈ બે દિવસ પહેલા વતન ગયો હતો. દરમિયાન ગત દિવાળીની રાત્રે ડીજેની ધૂન પર દિવાળી પર્વની ઉજવણી કરી રહ્યા હતા અને ફટાકડાઓ ફોડી રહ્યા હતા. દરમિયાન મિત્રો દ્વારા પિન્ટુને મસ્તીમાં મોંમાં સુતળી બોમ્બ ફોડવા કહ્યું હતું. જેથી પિન્ટુએ મોઢાંમાં જ સુતળી બોમ્બ ફોડી દીધો હતો. જેથી તે બેભાન થઈ ગયો હતો.

યુવકની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

મોંમાં બોમ્બ ફોડતા પિન્ટુ બેભાન થતાની સાથે જ મિત્રોમાં ભાગદોડ મચી ગઈ હતી અને મહોલ્લામાં હોબાળો મચી ગયો હતો. ત્યારબાદ 108ને જાણ કરવામાં આવી હતી. 108 મારફતે પિન્ટુને સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પિન્ટુના પિતરાઈ ભાઈએ જણાવ્યું હતું કે, હાલત સારવાર ચાલુ છે એવું ડોક્ટર કહી રહ્યા છે. મોઢામાં ફ્રેક્ચર થતા ટાંકા લેવા પડ્યા છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ થઈ રહી છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ