સુરત ડ્રગ્સ રેકેટમાં જાણીતી કંસાર હોટલના માલિકનો વોન્ટેડ દીકરો ઝડપાયો,જીવે છે સ્ટાર જેવી લાઇફ

569
Published on: 3:10 pm, Fri, 2 October 20

ડ્રગ્સ રેકેટ

સુરત ગુજરાત

આદિલ દેશ છોડી ભાગી ન જાય તે માટે લુકઆઉટ સર્ક્યુલર (LOC) જાહેર કરવામાં આવ્યું હતું.

સુરત ડ્રગ્સ રેકેટમાં જાણીતી હોટલના માલિકનો વોન્ટેડ દીકરો ઝડપાયો, જીવે છે સ્ટાર જેવી લાઇફ

સુરત : શહેરમાંથી પકડાયેલા મેફેડ્રોન ડ્રગ્સ મામલે એક પછી એક નવા ખુલાસા થઇ રહ્યાં છે. ડ્રગ્સ રેકેટમાં અત્યારસુધી સાત આરોપી ઝડપાયા છે. જ્યારે આદિલ નામના એક યુવક વોન્ટેડ જાહેર કરાયો હતો, તેની પણ મોડી રાત્રે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. આદિલ સુરતનાં ઘોડદોડ રોડ પર આવેલી કંસાર હોટલ તથા પેટ્રોલ પમ્પનાં માલિકનો પુત્ર છે. આદિલ દેશ છોડી ભાગી ન જાય તે માટે લુકઆઉટ સર્ક્યુલર (LOC) જાહેર કરવામાં આવ્યું હતું.

સુરતમાં ઝડપાયેલા રૂપિયા 1 કરોડ 33 લાખના MD ડ્રગ્સ મામલે સુરત પોલીસે મુંબઇ પોલીસની સહાયતાથી તપાસ હાથ ધરી છે. પોલીસ ટુંક સમયમાં મોટા ડ્રગ્સ નેટવર્કનો પોલીસ ખુલાસો કરશે. ત્યારે હવે ક્રાઇમ બ્રાન્ચે આદિલની શોધખોળ શરૂ કરી છે. મહત્વનું છે કે, ડ્રગ્સના આ વેપારમાં સામેલ સુરતના આદિલ અને મુંબઈ-બોરીવલીના રોહનને વોન્ટેડ જાહેર કર્યા હતા.

ક્રાઇમ બ્રાન્ચ પાસેથી મળતી માહિતી પ્રમાણે, સુરતમાંથી 1.31 કરોડનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું હતું. ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધીમાં આદિલ પહેલા સાત આરોપીઓની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચે હાથ ધરેલી પૂછપરછમાં સુરતમાં આ ધંધામાં સંકેત અને આદિલ તેના ભાગીદાર હોવાનું જણાવ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે સંકેતને એમ.ડી.ડ્રગ્સના મોટા જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. સંકેત કડોદરામાં એમ.ડી.ડ્રગ્સ બનાવતો હતો ત્યાં છાપો મારી તેને ઝડપી પાડ્યો હતો. બીજી તરફ, ક્રાઇમ બ્રાન્ચે વોન્ટેડ આદિલ સલીમ નુરાનીને ( રહે.કરીમાબાદ સોસાયટી, ઘોડદોડ રોડ, સુરત ) કડોદરા ખાતેથી ઝડપી લીધો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે, આદિલ કંસાર હોટલના માલિકનો પુત્ર છે.

આદિલ શહેરની જાણીતી રેસ્ટરન્ટના માલિકનો દીકરો છે. આદિલ બોલીવૂડ સ્ટાર જેવી લાઇફ સ્ટાઇલ જીવે છે. આદિલે ડુમ્મસમાં પણ એક ફ્લેટ રાખ્યો હતો. વીક એન્ડમાં ડુમ્મસ ફ્લેટમાં પાર્ટીઓ ચાલતી હતી. ડ્રગ્સ કેસમાં ઝડપાયેલો સલમાન ઝવેરી પણ ફ્લેટમાં ગયો હતો. આદિલ અનેક યુવતીઓ સાથે સંપર્ક ધરાવે છે. મોડી રાત્રે યુવતીઓ સાથે હોટલમાં જતો હોવાની ચર્ચા.

કડોદરામાં જુના આરટીઓ પાસે કંસાર નામની હોટલ ઘણી જ જાણીતી છે. આ ઉપરાંત આદિલનાં પરિવારનું કતારગામ-કડોદરા ખાતે પેટ્રોલ પમ્પ પણ છે. કરોડોમાં રમનારા આદિલનું ઘણું મોટું મિત્ર વર્તુળ છે એટલે ક્રાઇમ બ્રાંચ હવે તેની સાથે અન્ય કેટલા લોકો આ ધંધામાં સપડાયેલા છે તેની તપાસ કરશે.સુરતની જાણીતી હોટલનાં માલિકનો દીકરો આદિલ બોલિવૂડ સ્ટાર જેવી લાઇફસ્ટાઇલ જીવે છે. તેનો ડુમ્મસમાં પણ એક ફ્લેટ રાખેલો છે જ્યાં તે વીક એન્ડમાં પાર્ટીઓ પણ કરે છે. ચર્ચાઓ પ્રમાણે આદિલ અનેક છોકરીઓ સાથે પણ સંબંધ ધરાવે છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ