ચૂંટણી : સુરત ભાજપમાં ભડકો : 100 પેજપ્રમુખો ભગવો ખેસ ઉતારી AAPમાં જોડાયા..

1896
Published on: 4:12 pm, Thu, 11 February 21

સુરત ભાજપમાં ભડકો

  • વોર્ડ-3માં 500 લોકો AAPમાં જોડાયા
  • ભાજપના 100થી વધુ પેજ પ્રમુખો પણ જોડાયા
  • ભાજપે આયાતી ઉમેદવારો ઉતારતા રોષ

ગુજરાતમાં 6 મહાનગરપાલિકાઓની ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર થતાં જ ટિકિટ વિતરણને લઈને ભારે હોબાળો મચી ગયો છે. ગુજરાત રાજ્યમાં હાલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ગરમાવો જણાય રહ્યો છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખ જાહેર થતાની સાથે જ રાજકીય પાર્ટીઓ સતર્ક થઈ ગઈ છે.

સુરત મનપાના વોર્ડ 3માં 500 લોકો AAPમાં જોડાતા ખળભળાટ મચી ગયો હતો. પાસોદરા ગામના સરપંચ સહિત 500 લોકો AAPમાં જોડાયા છે. ભાજપના 100થી વધુ પેજ પ્રમુખો પણ AAPમાં સામેલ થયા છે. પેજ પ્રમુખના આઈ કાર્ડ ઉતારી AAPનો ખેસ ધારણ કર્યો છે. 500 કાર્યકરો AAP પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટલીયાની હાજરીમાં જોડાયા હતા. ભાજપે વોર્ડ 3માં આયાતી ઉમેદવારો ઉતારતા કાર્યકરોમાં રોષ જોવા મળ્યો.

ભાજપ છોડીને આમ આદમી પાર્ટીમાં જોડાયેલા આગેવાનોની વિગત

પાસોદરા ગામના સરપંચ શ્રી અનિતાબેન રાજેન્દ્રભાઇ વસાણી ઈમાનદાર AAP પાર્ટીમાં જોડાયા.પાસોદરા વિસ્તરણ 100 પેજ પ્રમુખો સહિતના 580 પેજ કમીટીના સભ્યોએ ભાજપ છોડી ઈમાનદાર AAP પાર્ટીનો આપ્યો સાથ.

યુવા ભાજપ અગ્રણી શ્રી લાલજી ક્યાડા પણ ભાજપ છોડી જોડાયા ઈમાનદાર AAP પાર્ટીમાં જોડાયા.ટૂંકમાં ભાજપ સાથે જોડાયેલ 600+ કાર્યકર્તાઓ, આગેવાનો, પદાધિકારીઓ અને પેજ પ્રમુખ ઈમાનદાર આમ આદમી પાર્ટીમાં જોડાયા.

Image result for aam aadmi party surat gopal italiya elections

પેજ પ્રમુખના આઈ કાર્ડ ઉતારી AAPનો ખેસ ધારણ કર્યો છે. 500 કાર્યકરો AAP પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટલીયાની હાજરીમાં જોડાયા હતા. ભાજપે વોર્ડ 3માં આયાતી ઉમેદવારો ઉતારતા કાર્યકરોમાં રોષ જોવા મળ્યો.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317