સુરત : દાદાગીરી, લ્યો બોલો , ટોઇંગ વાળા સોસાયટીમાં પાર્ક કરેલ બાઇકને ઉઠાવી લઇ ગયા,

806
Published on: 6:10 pm, Sat, 19 December 20

સુરત ગુજરાત

સુરતના ટ્રાફિક પોલીસની મદદ માટે મુકવામાં આવેલી એક ટ્રાફીક ક્રેઈનનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સોસાયટીમાં પાર્ક કરેલ બાઇકને ટોઈંગ કરી લઇ જવામાં આવે છે. દંડની રકમનો ટ્રાર્ગેટ પૂરો કરવા માટે આ કામગીરી કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે. આવી કામગીરીને લઈને છેલ્લા કેટલાક સમયથી શહેરમાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુરતમાં ટ્રાફિક પોલીસ અને વાહનો ટોઈંગ કરતા લોકો વચ્ચે અવાર નવાર ઘર્ષણના બનાવો સામે આવતા હોય છે.

સુરતમાં નંદુ ડોશીની વાડીમાં પાર્ક વાહનો ઉંચક્યા હતા. સ્થાનિકો દ્વારા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે કે, ટાર્ગેટ પૂરો કરવા ક્રેન સંચાલકોની દાદાગીરી ચાલી રહી છે. ટ્રાફ્રિક ક્રેનવાળાઓની દાદાગીરી કેમેરામાં કેદ થઇ છે. ટ્રાફિક પોલીસની શંકાસ્પદ કામગીરી સામે તપાસની માંગ કરવામાં આવી રહી છે.

Twenty Bike, Including Forty Crane Traffic Police - बीस बाइक, चालीस क्रेन  ट्रैफिक पुलिस में शामिल | Patrika News

રસ્તા ઉપર ટ્રાફિકને નડતરરૂપ પાર્ક કર્યા હોય તેવા વાહનોને લઇ જવાનો નિયમ હોવા છતાં પણ ક્રેઇન દ્વારા મનસ્વી રીતે વાહનો ઉંચકી લઇ જવાય છે. આ વિશે વિરોધ કરે તો પોલીસ સરકારી ફરજમાં રુકાવટનો ગુનો દાખલ કરી ગાડીવાળાને જેલના સળિયા પાછળ ધકેલી દેતા હોય છે. સુરત ટ્રાફિકની ક્રેઈનને લઈને અનેક વખત વિવાદ સર્જાયો છે. ત્યારે આજે એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં ટ્રાફિકની ક્રેઈનનો પાર્કિગ માંથી નહીં પણ પોતાના દંડનો ટાર્ગેટ પૂરો કરવા માટે સોસાયટીમાં પાર્ક કરેલ બાઈક લઇ આવીને ક્રેઈન પર ચડાવી દેવામાં આવે છે.

સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ નંદુડોશીની વાડીનો છે. આ વીડિયો સામે આવ્યા બાદ ટ્રાફિક પોલીસની કામગીરી પર સવાલ ઉભા થવા પામી છે. અધિકારી દ્વારા અથવા ભાડે રાખેલ ક્રેઈન દરરોજનુ ભાડું વસૂલવા માટે ક્રેઈન દ્વારા લોકોના ખોટી રીતે વાહનો ઉઠાવી જાય છે. એક પોલીસના ઉચ્ચ અધિકારીના ધ્યાનમાં આવતા હવે કાર્યવાહી કરવાનું કહી રહ્યા છે.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ