સુરતના સરથાણા જકાતનાકા વિસ્તારમાં સ્પા અને મસાજ પાર્લરમાં યુવતીનું રહસ્યમય મોત

3904
સુરત સરથાણા જકાતનાકા

સુરત શહેરના સરથાણા જકાતનાકા વિસ્તારમાં સ્પા મસાજ પાર્લરમાં યુવતીનું રહસ્યમય મોત નીપજ્યું હતું. અવધ વાઇસરોય શોપિંગમાં બીજા માળે ચાલી રહેલા સ્પા અને મસાજ પાર્લરમાં એક યુવતીનું એક યુવતીનું રહસ્યમય મોત થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.મળતી માહિતી મુજબ યુવતીને નશીલી ગોળીઓના સેવનની આદત હતી. રાત્રે 8 વાગ્યે સ્પા બંધ ગયા બાદ સવારે 9-10 વાગ્યા સુધી કોઈને જાણ સુદ્ધા ન થઈ હતી.

સવારે બીજી યુવતીઓ કામે આવતા મૃત હાલતમાં મળી આવી હતા. આ સાથે મરનાર બંગાળની ચર્ચાઓ છે. શહેરના મગદલ્લા વિસ્તારમાં ગત 6 સપ્ટેમ્બર 2020ના રોજ થાઈ સ્પા ગર્લ વનિડા બુસોર્નની બંધ રૂમમાં હત્યા કરી સળગાવી દેવાયેલી લાશ મળી આવી હતી. જેમાં તેની જ મિત્ર એડાએ હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો. આરોપી મિત્ર એડાને લાજપોર જેલમાં ખસેડવામાં આવી હતી.

યુવતીના મૃતદેહનો પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો.

મૃતક યુવતીનું નામ પૂજા ડાંગર હોવાનું સામે આવ્યું
સુરતના સરથાણા સ્થિત અવધ વાઇસરોય શોપિંગ સેન્ટર આવેલું છે. અહી બીજા માળે સ્પા મસાજ પાર્લર સંચાલક અને ત્યાં જ કામ કરતી યુવતીની લાશ મળી આવી હતી. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને યુવતીની લાશને પીએમ અર્થે ખસેડી મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરવામાં આવી છે. વધુમાં મૃતક યુવતીનું નામ પૂજા ડાંગર હોવાનું સામે આવી રહ્યું છે. તેમજ તે સ્પા મસાજ પાર્લેરમાં કામ કરતી હતી.

આત્મહત્યા કરી હોવાની ચર્ચાઓ જાગી
ગતરોજ કોઈ સાથે ઝગડો થયો હોવાથી તે ડીપ્રેશનમાં હતી અને તેણે આત્મહત્યા કરી હોવાની ચર્ચાઓ જાગી છે. જોકે, હાલ આ મામલે પોલીસે ત્યાં લાગેલા સીસીટીવી ફૂટેજ તેમજ લોકોની પૂછપરછ હાથ ધરી છે. અને યુવતીની લાશને પીએમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી છે. આ ઘટનાને લઈને શોપિંગ સેન્ટરમાં ચકચાર મચી જવા પામી છે

આ પહેલા સટેમ્બર 2020માં પણ થાઈ સ્પા ગર્લની હત્યા થઈ હતી
શહેરના મગદલ્લા વિસ્તારમાં ગત 6 સપ્ટેમ્બર 2020ના રોજ થાઈ સ્પા ગર્લ વનિડા બુસોર્નની બંધ રૂમમાં હત્યા કરી સળગાવી દેવાયેલી લાશ મળી આવી હતી. જેમાં તેની જ મિત્ર એડાએ હત્યા કરી હોવાનો ખુલાસો થયો હતો. આરોપી મિત્ર એડાને લાજપોર જેલમાં ખસેડવામાં આવી હતી.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317