વલસાડથી સુરત મોકલાયા વેન્ટિલેટર, લાખો રૂપિયાના વેન્ટિલેટર કચરાની ગાડીમાં ?

1192
અધિકારીઓ પાસે લાખોની કિંમતના વેન્ટીલેટર લાવવા વાહન નથી

ગતિશીલ ગુજરાત માત્ર કાગળ ઉપર જ બની રહેશે એવું તો હાલ લાગી રહ્યું છે. ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસે માઝા મૂકી છે. ત્યારે સુરત જેવા મહાનગરમાં અત્યાધુનિક હોસ્પિટલોમાં વેન્ટિલેટર ખૂટી પડ્યા છે. અને નજીકના વલસાડ જીલ્લાની હોસ્પીટલમાંથી ઉધાર માંગવા પડ્યા છે. માંગવા પડ્યા હોય ત્યાં સુધી તો વસ્તુ સમજી શકાય.

સુરતમાં વધતા જતા કોરોનાના કેસને લઇને વલસાડથી વેન્ટિલેટર સુરત મોકલાયા હતા. વલસાડથી ટેમ્પોમાં વેન્ટિલેટર સુરત લઇ જવામાં આવ્યા હતા. મીડિયા દ્વારા પૂછાતાં કર્મચારીઓ ઇમરજન્સી હોવાથી લેવા આવ્યા  હોવાનું કહ્યુ હતું. સુરતની મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં વેન્ટિલેટર લઇ જવાયા હતા.પરંતુ આ વેન્ટિલેટરને સુરત મનપાના કચરો ઠાલવવાના ટેમ્પામાં લઇ જવામાં આવ્યા છે. શું આ મહાનગર પાલિકા  પાસે કોરોના કાળમાં મનુષ્યો માટે અતિ આવશ્યક એવા વેન્ટિલેટરના વહન માટે અન્ય  કોઈ જ વ્યવસ્થા કરવા માટે પણ સગવડ નહિ હોવાનું છતું થઇ રહ્યું છે.

સુરત સિવિલમાં વેન્ટિલેટરની જરૂર પડતા વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી મંગાવવામાં આવ્યા હતા. વેન્ટિલેટરની હેરફેર દરમિયાન ગંભીર બેદરકારીરાજ્યના આરોગ્ય વિભાગના આદેશ મુજબ આજે વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી સુરતની સ્મીમેર હોસ્પિટલમાં 9 વેન્ટિલેટર મોકલવામા આવ્યા હતા. સુરત મનપા તરફથી વેન્ટિલેટર લેવા માટે જે વાહન મોકલવામા આવ્યું હતું તેને લઈ સવાલો ઉઠ્યા છે.

ઉલ્લેખનીય છે કે સુરત માં વધતા જતા કેસ ને લઈ વલસાડ થી લઇ જવાયા વેન્ટિલેટર સિસ્ટમ મંગાવવામાં આવી હતી. જેમાં સુરત મહાનગર પાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. આ વેન્ટીલેટર મશીનને કચરાના ટેમ્પોમાં લઇ જવામાં આવી છે. મીડિયા દ્વારા આ અંગે પૂછતાં કર્મચારીઓએ ઇમરજન્સી હોવથી લેવા આવ્યા છે, તેવો ઉડાઉ જવાબ આપવામાં આવ્યો હતો.

surat ventilators were sent from valsad surat municipal corporation sent a garbage vehicle to take ventilators - Trishul News Breaking & Gujarati News- त्रिशुल, ત્રિશુલ

સુરત ની મહાનગર પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાંઆ વેન્ટીલેટર લઈ જવાયા છે. વલસાડ સિવિલ હોસ્પિટલમાંથી સુરતની સ્મીમેર હોસ્પિટલમાં 9 વેન્ટિલેટર મોકલવામા આવ્યા છે. આ ટેમ્પોમાં વેન્ટીલેટરને પેક કર્યા વગર જ સુરત મોકલી દેવામાં આવ્યા છે.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317