સુરત: સબાનાનો મૃતદેહ હિન્દુ પરિવારને સોંપી દીધો, દફનવિધિના બદલે થઈ ગયા અંતિમ સંસ્કાર…

613
  • સુરત નવી સિવિલ હોસ્પિટલની બેદરકારી
  • કોવિડ વિભાગની ગંભીર બેદરકારી
  • હોસ્પિટલમાં મૃતદેહની અદલા બદલી
  • કોવિડ હોસ્પિટલ ખાતે પરિવારજનોનું હૈયાફાટ રૂદન, મૃતકના પરિવારજનોને તંત્ર દ્વારા સમજાવવાના પ્રયાસ
  • કલેક્ટરના આદેશ બાદ તપાસ કમિટી બની, તપાસ કમિટીના રિપોર્ટ બાદ જવાબદાર સામે પગલાં ભરાશે

સુરતમાં નવી સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. એક તરફ કોરોનાની મહામારી છે એવામાં આ ઘટના ચૌંકાવનારી છે. નવી સિવિલ હોસ્પિટલના કોવિડ વિભાગે ગંભીર બેદરકારી દાખવી છે. હોસ્પિટલ સ્ટાફ દ્વારા મૃતદેહની અદલા બદલી થવાની ગફલત થઈ ગઈ છે.

સુશિલાનો મૃતદેહ

સુરતમાં એક વિચિત્ર દુ:ખદ ઘટના સામે આવી છે. આ ઘટનામાં કોરોના પોઝિટિવ મહિલાનું મોત થઈ ગયા બાદ તેમના મૃતદેહની દફનવિધિ કરવાના બદલે તેના અંતિમ સંસ્કાર થઈ ગય છે. જોકે, સૌથી કરૂણ બાબત એ છે કે મૃતક મહિલા મુસ્લિમ હતી ત્યારે તેની દફનવિધિ થવાના બદલે અંતિમ સંસ્કાર થઈ ગયા છે. આ ઘટના બાદ Covid સેન્ટરમાં મુસ્લિમ પરિવારે હોબાળા સાથે તોડફોડ કરી હતી. જોકે આ પરિવારની એક મહિલાનું મોત થયા બાદ તંત્ર દ્વારા તેની ડેડ બોડીને અશ્વની કુમાર સ્મશાન ગૃહમાં અંતિમ સંસ્કાર કરી દેવામાં આવતા ધમાચકડી મચી છે.

 સુરતના મજુરાગેટ વિસ્તારમાં આવેલી નવી સિવિલ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવેલી covid હોસ્પિટલ છાશવારે વિવાદોમાં આવી રહી છે છેલ્લા દસ દિવસથી કોરાણા ની સારવાર માટે દાખલ થયેલ સબાના નામની મહિલાનું સારવાર દરમિયાન ગતરોજ મોડીરાત્રે મોત થયું હતું જોકે આ મહિલાના મોત ના સમાચાર પરિવાર આજે હોસ્પિટલ ખાતે પહોંચ્યા બાદ મળ્યા હતા

નવી સિવિલમાં કોવિડ સેન્ટર દ્વાા મુસ્લિમ મહિલાનો મૃતદેહ અન્ય પરિવારને સોંપી દેવાનો કિસ્સો સામે આવ્યો છે એટલું જ નહીં પરંતુ મુસ્લિમ મહિલાને મૃતદેહ હિન્દુ પરિવારને સોંપી દેવામાં આવતા આ પરિવારે તેમની અંતિમ વિધિ પણ કરી દીધી હતી.

રિવારમાં સબનાની બહેનનું કહેવુ છે કે, મારી બહેનના નાના છોકરા છે. આવું કેવી રીતે થઈ શકે. ગઈ કાલે તો તેણે અમારી સાથે વીડિયો કોલમાં વાત કરી છે અને આજ સવારે આવા સમાચાર આપ્યા. અમે મૃતદેહ લેવા આવ્યા તો અમને બીજા કોઈની બોડી આપી રહ્યા છે. જ્યારે અમે સબાનાની બોડી માંગી તો કહે છે એ તો બીજા કોઈને આપી દીધી. યા અલ્લાહ મારી બહેન સાથે શું કર્યુ હશે આ લોકોએ?

38 વર્ષની શબાનાના મૃત્યુ બાદ દફનવિધિ નહીં કરી શકતા પરિવાર ભારે શોકમગ્ન બન્યો હતો.સિવિલ કેમ્પસમાં ચોધાર આસુએ રડતા શબાનાની બહેને મડદાઘરમાં જઇને મૃતદેહ જોવાની માંગણી કરી હતી. જોકે પોલીસે તેમની માગણી ગ્રાહ્ય રાખી હતી. મડદાઘરમાં સુશિલાનો જ મૃતદેહ જોવા મળ્યો હતો.

આ સમયે સિવિલ હોસ્પિટલમાં મૃતદેહનો નિકાલ કરનાર ખાનગી ટ્રસ્ટના સંચાલકે ભૂલ થઇ ગઇ હોવાનું કહી શબાનાના અંતિમ સંસ્કાર કરી દીધા હોવાની જાણ કરી હતી. આ સાંભળતા જ શબાનાના પુત્ર અને તેમની બહેનના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી અને રીતસર તેઓ ભાંગી પડ્યા હતા. આ પછી તેમણે પોતાના પરિવારના અન્ય સ્વજનોને પણ બોલાવતા ભારે વિવાદ થયો હતો. સિવિલની આ બેદરકારીને પગલે રોષે ભરાયેલા શબાનાના પુત્ર અનશ અને તેની માસી દ્વારા જવાબદારને મારવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસ આવી ગઇ હતી અને તેમણે ઘટનાની તપાસ કરવાની ખાતરી આપી હતી.

સિવિલે પરિવારને કહ્યું, પૈસા ન હોય તો અમે આપીશું, સુશિલાનો મૃતદેહ લઇ જાવ

સુશિલાનો મૃતદેહ હજુ પણ સિવિલ હોસ્પિટલના મડદાઘરમાં પડી રહ્યો છે. રવિવારે સાંજે સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટે સુશિલાના પરિવારને ફોન કરી કહેવામાં આવ્યું હતું કે ‘જો તમારી પાસે સુરત પાછા આવવાના પૈસા ન હોય તો અમે આપીશું અથવા તમને લેવા માટે અમે કાર પણ મોકલીએ. તમે મૃતદેહ લઇ જાવ’. મોડી સાંજે પરિવાર મહારાષ્ટ્રથી સુરત પરત આવ્યું હતું અને મોડી રાત્રે જ અગ્નિસંસ્કાર કરી દેવામાં આવ્યા હતા.

માતા સાથે પુત્રએ છેલ્લી વીડિયો કોલમાં વાત કરી હતી.

સુરત નવી સિવિલના કોવિડ વિભાગે 38 વર્ષીય સબાના અંસારીનો મૃતદેહ હિન્દૂ પરિવારને સોંપી દીધો હતો. હિન્દૂ પરિવારે મુસ્લિમ મહિલાના મૃતદેહની હિન્દુ પરંપરાઓ અનુસાર અંતિમવિધિ કરી દીધી હતી પરંતુ મુસ્લિમ મહિલાનો પરિવાર મૃતદેહ લેવા પહોંચતા ભાંડો ફૂંટ્યો હતો. ગુસ્સે ભરાયેલા પરિવારજનોએ કોવિડ હોસ્પિટલમાં તોડફોડ કરી હતી.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317