હાય રે મહામારી : ઓલપાડમાં વેન્ટિલેટર ન મળતા મહિલાનું મોત, શબવાહિની પણ ન મળતા લારીમાં મૃતદેહ સ્મશાન પહોંચાડ્યો..

1473
Published on: 8:01 pm, Sun, 11 April 21
  • સુરતના ઓલપાડમાં માનવતા મરી પરવારી
  • વેન્ટીલેટરના અભાવે મહિલાનું મૃત્યુ થયાનો આક્ષેપ 
  • શબવાહિની ન મળતા લારીમાં મૃતદેહ લઈ જવો પડ્યો
  • માતાને શ્વાસની તકલીફ થતા પુત્ર આખા શહેરમાં ફર્યો પણ વેન્ટિલેટર ન મળતા મોત નીપજ્યું
  • ગ્રામ પંચાયતમાંથી શબવાહિની ન અપાઈ, સ્મશાનમાંથી ચાવી આપી અંતિમ સંસ્કાર કરી લેવા કહ્યું

An ambulance was not available in Surat and the body was taken to the crematorium in a handcart 3 - Trishul News Breaking & Gujarati News- त्रिशुल, ત્રિશુલ

સુરતના ઓલપાડમાં માનવતા મરી પરવારી છે. જ્યાં વેન્ટીલેટરના અભાવે મહિલાનું મૃત્યુ થયાનો આક્ષેપ કરાયો છે. શબવાહિની ન મળતા લારીમાં મહિલાના મૃતદેહને લઇ જવો પડ્યો છે.

ઓલપાડનો એક કિસ્સો સામે આવ્યો છે. માતાને શ્વાસની તકલીફ થતા પુત્ર આખા શહેરમાં ફર્યો પણ વેન્ટિલેટર ન મળતા મોત થયું હતું. જ્યારે ગ્રામ પંચાયતમાંથી પુત્રને શબવાહિની ન આપવામાં આવતા લારીમાં માતાનો મૃતદેહ લઈ જવાની નોબત આવી હતી.

માતાને કોરોના હોવાની શંકાથી તમામ સેફ્ટીનો ખ્યાલ રાખ્યો.

ઓલપાડની મહિલાને ગઇકાલે સાંજે શ્વાસની તકલીફ થઇ હતી. ત્યારે પુત્રએ શહેર તેમજ ગ્રામ્યમાં વેન્ટીલેટર બાબતે તપાસ કરી હતી. ત્યારે વેન્ટીલેટર ન મળતા મહિલાનું મૃત્યુ થયાનો આક્ષેપ કરાયો છે. અને મૃત્યુ બાદ મૃતદેહ લઈ જવા શબવાહિની પણ ન મળી. જેના કારણે પરિજનો મૃતદેહ લારીમાં લઇ જવા મજબૂર થયા છે.

સુરત જિલ્લાના ઓલપાડમાં રહેતા પરીમ શાહે જણાવ્યું હતું કે, માતા ભદ્રાબેન શાહે ગત રોજ શ્વાસની તકલીફ થઈ હતી. જેથી આખા શહેરમાં વેન્ટિલેટર માટે રખડ્યો હતો. જોકે, વેન્ટિલેટર મળ્યું ન હતું. દરમિયાન સાંજે સાત વાગ્યે માતાનું મોત નીપજ્યું હતું. સાત વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી અંતિમવિધિ માટે રઝળપાટ કર્યો હતો.

માતાના મોત બાદ ત્રણ કલાક સુધી પરિવાર રઝળતો રહ્યો.

માતાને શ્વાસની તકલીફ હોવાથી કોરોના હોવાનું લાગી રહ્યું છે. જેથી લોકોની સેફ્ટી માટે રાત્રે જ અંતિમસંસ્કાર કરવા ઈચ્છતા હતા. જેથી સ્મશાનનો સંપર્ક કર્યો હતો. પહેલાં તો સ્મશાનની ચાવી ન હોવાનું જણાવી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્મશાનના ઉપરી અધિકારીઓ સાથે વાત કરતા ત્રણ કલાકે માત્ર સ્મશાનની ચાવી આપવામાં આવી હતી. આ સાથે ગ્રામ પંચાયત પાસે શબવાહિની મેળવવા પ્રયાસ કર્યો હતો પણ તે પણ મળી ન હતી.

અત્રે ઉલેખનીય છે કે, થોડા દિવસ પહેલા વડોદરા શહેરમાં આવેલ નાગરવાડા શાકમાર્કેટમાં 65 વર્ષીય વૃદ્ધાનું મોત થતા મૃતકની અંતિમ યાત્રા માટે અંતિમ વાહિનીની રાહ જોઇ જોઇને થાકેલા પરિવારજનો છેવટે લારીમાં અંતિમ યાત્રા કાઢવા મજબુર બન્યાં હતાં. નાગરવાડામાં શાક માર્કેટ નજીક રહેતા શાંતાબહેન નામના મહિલાનુ અન્ય બીમારીથી મોત થતાં સ્વજનોએ એમ્બ્યુલન્સને બોલાવી હતી.

સંવાદદાતા વિપુલ મૂંજાણી 

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

મોબાઈલ માં ન્યૂઝ મેળવવા માટે આ નંબર પર વોટ્સએપ કરો : +91 98247 23317