સુરત : ઓલપાડ ના ઉમરા – હજીરા હાઇવે પર ભયંકર અકસ્માત , ડ્રાયવર સીટ પર જ ફસાયો ,જુઓ..

2054
Published on: 10:26 am, Tue, 15 June 21

ઉમરા ગામ ઓલપાડ

ઓલપાડ ના ઉમરા ગામ પાસે થી પસાર થતો ઉમરા – હજીરા હાઇવે પર આજ વહેલી સવારે 8.30 વાગ્યે ભયંકર અકસ્માત ના દ્રશ્યો સર્જાયા હતા. પ્રાપ્ત માહિતી મુજબ , ઉમરા – હજીરા હાઇવે પર ગોથાણ બ્રિજ છેલ્લા 15 દિવસ થી રીપેરીંગ ચાલુ હોવાથી એક સાઈડ નો હાઇવે બંધ કરવામાં આવ્યો છે જેથી ઉમરા – હજીરા હાઇવે પર ભારે ટ્રાફિક જામ સર્જાય છે અને અકસ્માત ની ઘટનાઓ વધતી જતી હોય છે.

આજ વહેલી સવારે 8.30 આજુબાજુ ઉમરા – હજીરા હાઇવે પર ઉમરા પાટિયા નજીક બે ભારે વાહનો સામે સામે અથડાયા હતા જેમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી ,પરંતુ એક વ્યક્તિ ને નાની મોટી ઈજા થઈ હતી , જો કે એક ટ્રક નો ડ્રાંઈવર ગંભીર રીતે ડ્રાંઈવિંગ સીટ પર જ ફસાઈ ગયો હતો ,જેથી અંદાજે 0.30 મિનિટ સુધી સ્થાનિકો અને અન્ય વાહનોના ડ્રાંઇવર દ્વારા બહાર કઢાયો હતો.

બન્ને ટ્રક સામ સામે અથડાતા પાછળ થી આવતી એક ફોરવહિલ પણ ટ્રક પાછળ ભટકાઈ હતી. જૉકે ફોરવહિલ ચાલક ને કોઈ ઈજા પહોંચી ન હતી.

આ પહેલા પણ આ જ રોડ પર ઘણા અકસ્માત થઈ ચૂક્યા છે અમે મોત પણ થઈ ચૂક્યા છે ,જેમાં માણસો અને ઢોરો પણ સામેલ છે ,પહેલા રોજ ના 2 અકસ્માત થતા હતા જેમાં અકસ્માત નું કારણ ટ્રક અને રોડ પર રખડતા રેઢિયાર ઢોર હતા, રહીશો ની માંગ છે કે વહેલી તકે આ રોડ પર સ્ટ્રીટ લાઈટ મુકવામાં આવે જેથી અકસ્માત ના બનાવ ઘટે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317