સુરત : પલસાણા : રિક્ષા અને કાર વચ્ચે અકસ્માતમાં પ્રૅગનેન્ટ મહિલાનું મોત, અન્ય ત્રણ ઇજાગ્રસ્ત..

3321
Published on: 3:34 pm, Thu, 21 January 21
પલસાણા સુરત

પલસાણા તાલુકામાં વધુ એક ગોઝારો અકસ્માત બન્યો છે. સચીનથી પલસાણા તરફ આવતા રોડ ઉપર સૌરાષ્ટ્ર કાઠિયાવાડી હોટલની સામે સર્વિસ રોડ ઉપરથી પસાર થતી એક રિક્ષાને અજાણ્યા કાર ચાલકે અડફેટમાં લેતા સર્જાયેલા અકસ્માતમાં ગર્ભવતી મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જ્યારે અન્ય ત્રણ ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા

મળતી માહિતી અનુસાર બુધવારના રોજ સાંજના 6 વાગ્યાના અરસામાં પલસાણા પોલિસ મથક હદ વિસ્તારમાં આગેલ ને.હા-53 ઉપર સૌરાષ્ટ્ર કાઠિયાવાડી હોટલની સામે સચિનથી પલસાણા તરફ જતા સર્વિસ રોડ ઉપરથી પસાર થતી રીક્ષા GJ 05 BY 1879 ને GJ 19 AF 8712 નાકાર ચાલકે અડફેટમાં લેતા સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં રિક્ષામાં સવાર 6 મુસાફરો પૈકી ગર્ભવતી મહિલા સ્વીતા રાહુલ શાહુ ઉર્ફે છોટી(રહે.સચિન સાઈનાથ સોસાયટી સેકટર 2 પ્લોટ નંબર 250)નું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજયું હતું. જ્યારે અન્ય ત્રણ પુરુષને ઇજા પહોંચતા સારવાર માટે પલસાણાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 મળતી માહિતી પ્રમાણે ગત મોડી રાતે પલસાણા ચોકડી નજીક રિક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. પૂર ઝડપે આવી પહેલી એક કારે રિક્ષાને અડફેટે લીધી હતી.

એક જ પરિવારના 6 સભ્યો રિક્ષામાં બેસી સચીનથી પલસાણા ખાતે સંબંધીને ત્યાં આવી રહ્યા હતા તે સમયે કાર ચાલકે રિક્ષાને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં પલસાણા પોલીસ સ્થળ ઉપર પહોંચી રીક્ષા ચાલક રામપ્રસાદ કન્યાલાલ યાદવ પાસે કારચાલક વિરુદ્ધ ફરિયાદ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ઇજા ગ્રસ્તના નામો

(1)રામરત્ન રામરત્ન શાહુ (50)
(2)શિવમ રામરત્ન શાહુ (15)
(3)મમતા રાજકુમાર શાહુ (22)
(4)કૈશલ્યા રામરત્ન શાહુ (42)
(5)પ્રિયંશું શાહુ (3)
(5)રામપ્રસાદ કન્યાલાલ યાદવ (24) રીક્ષા ચાલક

 અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હાથ, પગ અને મોઢામાં ઈજા પહોંચી છે. કારની ટક્કર બાદ રિક્ષાના પાછલના ભાગનો બુકડો બોલી ગયો હતો. રિક્ષાની હાલત જોઈને જ ટક્કર કેટલી જોરદાર હશે તેનો અંદાજ લગાવી શકાય છે.

અકસ્માત સમયે રિક્ષામાં છ લોકો સવાર હતા. જેમાંથી એક ગર્ભવતી મહિલાનું નિધન થયું છે. અકસ્માતમાં ઘાયલ થયેલા ત્રણ લોકોને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને હાથ, પગ અને મોઢામાં ઈજા પહોંચી છે. કારની ટક્કર બાદ રિક્ષાના પાછલના ભાગનો બુકડો બોલી ગયો હતો. રિક્ષાની હાલત જોઈને જ ટક્કર કેટલી જોરદાર હશે તેનો અંદાજ લગાવી શકાય છે.

 રિક્ષામાં સવાર લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી.

મળતી માહિતી પ્રમાણે ગત મોડી રાતે પલસાણા ચોકડી નજીક રિક્ષા અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. પૂર ઝડપે આવી પહેલી એક કારે રિક્ષાને અડફેટે લીધી હતી. અકસ્માતની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધારે તપાસ આદરી છે.ટક્કર એટલી જોરદાર હતી કે રીક્ષાના પાછળના ભાગને મોટું નુકસાન થયું હતું.ક્ષામાં સવાર લોકોને નાની મોટી ઈજા પહોંચી હતી.

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317