સુરતમાં ફરી ખેલાયો ખૂની ખેલ, સુરતના પાંડેસરામાં માથા ભારે પિન્ટુની ચપ્પુના ઘા ઝીંકી બે સગા ભાઈઓએ હત્યા કરી

530
Published on: 2:44 pm, Mon, 19 October 20

સુરત ગુજરાત

સુરતમાં ફરી ખેલાયો ખૂની ખેલ,. પાંડેસરા વિસ્તારમાં વધુ એક હત્યા થતા પોલીસ તંત્ર દોડતું થયું

સુરતમાં જાણે ગુનાખોરી એ માજા મૂકી હોય તેવું લાગી રહ્યું છે કારણકે દરોજ સવાર પડતાની સાથે સુરતમાં હત્યા કે હત્યના પ્રયાસની ઘટના પોલીસ ચોપડે નોંધાતી હોય છે. જેમાં પણ અસામાજિક તત્વો કે માથાભારે તત્વો અંગત અદાવતમાં ખૂની ખેલ ખેલતા હોય છે ત્યારે આજે પણ આવી એક ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે.

જોકે મારનાર ઈસામનો આ વિસ્તારમાં ભારે ખોફ સાથે લોકો અને પોલીસ ના માથાનો દુખાવો બન્યો હતો, ઘટનાની જણકારી મળતા પાંડેસરા પોલીસ તાત્કાલિક બનાવ વાળી જગ્યા પર દોડી આવી હતી. જોકે આ માથાભારે ઈસમની હત્યા ત્યાં નજીકમાં રહેતા બે સાગા ભાઈ  રોશન અને રાહુલે કરી હોવાની વાત સામે આવી હતી.

સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ સીતાનગર ખાતે રહેતા અને પોતાના વિસ્તારમાં માથા ભારે ઈસમની છાપ ધરાવતા આ ઈસમ પર ધોળેદિવસે તેના ઘર નજીક બે યુવાનો દ્વારા ચપ્પુ જેવા ઘાતક હથિયારો સાથે ધસી આવીને તેના પર ઉપરાછાપરી ઘા મારીને તેની કરપીણ હત્યા કરી ત્યાંથી ભાગી છૂટ્યાં હતા.

પાંડેસરા વિસ્તારમાં માથા ભારે ઈસમની છાપ ધરાવતા પિન્ટુ નામના એક યુવકની જાહેરમાં સગા બે ભાઈઓ હત્યા કરી નાખવામાં આવી છે. ચપ્પુના ઘા ઝીંકીને ધોળે દાડે હત્યા કરવામાં આવી છે. હત્યા કરીને હત્યાના આરોપીઓ નાસી છૂટ્યા બાદ ઘટના સ્થળે પહોંચેલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે તપાસ આદરી

પાંડેસરા વિસ્તારમાં આવેલ સીતાનગર ખાતે રહેતા અને પોતાના વિસ્તારમાં માથા ભારે ઈસમની છપ ધરાવતા પિન્ટુની હત્યા કરવામાં આવી છે. પિન્ટુના ઘર નજીક રહેતા બે યુવાન ભાઈઓ દ્વારા ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી છે. ચપ્પુના ઉપરાઉપરી ઘા ઝીંકીને હત્યા કર્યા બાદ બન્ને આરોપીઓ નાસી ગયા છે. સમગ્ર હત્યા અંગે જાણકારી મળતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળો પહોંચી ગયો છે અને વધઉ તપાસ હાત ધરી છે.

બે સગા ભાઈઓએ હત્યા કરી

પિન્ટુની નજીકમાં રહેતા બે સગાભાઈ રોશન અને રાહુલે હત્યા કરી હોવાનું સૂત્રો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. હાલ પિન્ટુની હત્યાના આરોપી બન્ને ભાઈઓને પકડી પાડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યાં છે. સમગ્ર હત્યા બન્ને ભાઈઓએ કોઈ જૂની અદાવતમાં કરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે

સંવાદદાતાં વિપુલ મુંજાણી

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો.

અમારી ન્યૂઝ સાથે બન્યા રહો. 

વોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatapp

વોટ્સએપ   3 :    Whatapp

વોટ્સએપ  4 : Whatapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317

લાઈક અને ફોલોવ કરો અને જાણો રોજ ના ન્યૂઝ