સુરત : ખાનગી ફાર્મ હાઉસમાં PIનો વિદાય યોજાયો વિદાય સમારંભ, સુરત પોલીસ કમિશનરે તપાસના આદેશ આપ્યા..

842
Published on: 2:50 pm, Thu, 27 May 21

ACP ડી.જે. ચાવડા સમગ્ર ઘટનાની તપાસ કરશે

કોરોના સમયમાં સામાન્ય ઓકો નિયમો બતાવી જો તેનો અમલ નહિ કરેતો લોકોને કાર્યવાહી અને દળ કરતી પોલીસે (police) આજે નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા. જોકે અધિકારીએ વિદાય સભરમાં વગર મંજૂરીએ 100 કરતા વધુ લોકોઅને એકત્ર કર્યા સાથે કોરોના નિયમોનો ભંગ પણ કર્યો હતો. હવે આવા પોલીસ કર્મચારી વિરુદ્ધ પગલાં કોણ લેશે?

ઇકો સેલમાં બદલી થતા વિદાય સમારંભ યોજ્યો

કુમકુમ ફાર્મ હાઉસમાં વિદાય સમારંભ યોજાયો હતો.

કોરોના સંક્રમણ કાળ દરમિયાન રાતે 9 વાગ્યા સુધીનો સમય વધારવામાં આવ્યો હતો. નવ વાગ્યાના સમય વીતી ગયા બાદ પણ પોલીસ કર્મચારીઓ કુમકુમ ફાર્મ હાઉસમાં પીઆઇ એ.પી.સલયીયાનો વિદાય સમારંભ સરકારના નિતી નિયમોના લીરે લીરા ઉડાવી દીધા હતા. વીડિયો સામે આવ્યા બાદ સુરત પોલીસ કમિશનર અજય તોમરે તપાસના આદેશ આપ્યા છે. જેની એસીપી ડી.જે. ચાવડા સમગ્ર ઘટનાની તપાસ કરશે. અત્રે ઉલ્લેખનિય છે કે, પીઆઈની બદલી ઇકો સેલમાં.બદલી કરવામાં આવતા સિંગણપોર સ્ટાફે વિદાય આપી હતી.

કોરોના મહામારી આવી ત્યારથી જો સામાન્ય લોકો માસ્ક નહિ પહેરે સોશિયલ ડિસ્ટેસિંગ નહિ રાખેં કે પોતાને ત્યાં પ્રસંગ કરે અને ગાઈડ લાઇન કરતા વધુ લોકો બોલાવે તો પોલીસ પહોંચીને દંડ સાથે કાયદાકીય કાર્યવાહી કરી જોકે રાત્રે 8 વાગ્યા બાદ કર્ફ્યૂમાં બહાર નીકળેતો લોકો જાહેર નામનો કેસ સાથે દંડ પણ કરતી હોય છે.

વિદાય સમારંભમાં મોટી સંખ્યામાં પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો.

ડીસીપી ભાવના પટેલે જણાવ્યું હતું કે, ગઈકાલ રાતે સિંગણપોર પીઆઇની બદલી થતા તેમના સ્ટાફના માણસો દ્વારા ફાર્મ હાઉસમાં વિદાય સમારોહ યોજાયો હતો. જેમાં અમારા પોલીસ ચોકીના માણસો પણ હાજર હતા. તેમજ ચોકી બનાવવા માટે જેમણે આર્થિક મદદ કરી છે એવા દાતાઓ પણ હાજર હોવાનું જાણવા મળ્યું છે. એસીપી ડી-ડિવિઝન અધિકારીને તપાસ સોંપવામાં આવી છે.

જેને લઈને આજે રાત્રે 8 વાગ્યા બાદ કર્ફયૂ લાગુ પડે છે ત્યારે લોકોને નિયમ પડાવતી પોલીસે સિગણપોર વિસ્તારમાં આવેલા એક ખાનગી ફાર્મ હાઉસમાં પીઆઇની બદલી થતા તેનો વિદાય સમારંભ રાખ્યો હતો. અહીંયા અનેક નિયમો તૂટતાં જોવા મળ્યા મળ્યા હતા. માસ્કનો પહેલો નિયમ, સોશિયલ ડિસ્ટેન્શિંગનો બીજો નિયમ, રાત્રી 8 વાગ્યા બાદ વિદાય સભારંભનો ત્રીજો નિયમ અને વગર પરમીસને કાર્યકમ કરવો ચોથો નિયમ તોડ્યો હતો.

શું પીઆઈ સામે એક્શન લેવાશે?
સિંગણપુર પી.આઈ એ.પી.સલયિયા તેમજ વિદાય સમારંભમાં હાજર રહેલા પોલીસ કર્મચારીઓ સામે પોલીસ કમિશનર કયા પ્રકારના પગલાં લેશે.

જોકે લોકો સમયે કાર્યવાહી અને દંડ કરતી આ પોલીસને હવે દંડ કે તેમાંય વિરુદ્ધ કોરોના ગાંડ લાઇન તોડવાનો ક્યાં નિયમ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે અને કોણ કરશે તે સવાલો ઉભા થવા પામ્યા છે.

સુરત ગુજરાત

ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

અમારી ન્યૂઝ સાથે બન્યા રહોવોટ્સએપ ગ્રુપ માં જોડાવા નીચે આપેલી લિંક પર ક્લિક કરો અને અમારું ફેસબુક પેજ લાઈક અને ફોલોવ કરો

વોટ્સએપ  1   :  Whatsapp

વોટ્સએપ   2 :  Whatsapp

વોટ્સએપ   3 :   Whatsapp

વોટ્સએપ  4 :  Whatsapp

વોટ્સએપ  5 :  Whatsapp

વોટ્સએપ  6 : Whatsapp

વોટ્સએપ  7 : Whatsapp

વોટ્સએપ  8 : Whatsapp

વોટ્સએપ  9 : Whatsapp

વોટ્સએપ 10 : Whatsapp

ફેસબુક પેજ – Facebook

ન્યૂઝ મેળવવા માટે જોઈન કરો આ ગ્રુપ : +91 98247 23317